જો તમે આ 8 રીતે કરશો બોડીને ડિટોક્સ, તો વધેલુ વજન ઘટી જશે સડસડાટ
તહેવારના દિવસો વીતી ચુક્યા છે પણ હજી પણ મીઠાઈ અને અન્ય નાસ્તા ખાવાનો સિલસિલો તો ચાલુ જ છે. તહેવારોમાં કસરત અને ડાયટને સારી રીતે કરવું થોડું અઘરું થઈ જાય છે જેના કારણે આપણે કઈ પણ તીખું તળેલું કે ગળ્યું ખાઈ લઈએ છીએ.
અને એનું પરિણામ એ આવે છે કે વજનનો કાંટો ઝડપથી વધવા લાગે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ અમુક એવી સરળ ટિપ્સ જે તમારી બોડીને ડિટોક્સ કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરશે.
1.રોજ સવારે દિવસની શરૂઆત લીંબુ પાણી સાથે કરો. એક ગ્લાસ સહેજ ગરમ પાણીમાં અડધી ચમચી લીંબુનો રસ નાખીને પીઓ.
લીંબુ પાણી શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.
2. તમે વધેલા વજનને ઘટાડવા માંગો છો તો પ્રોટીનનું સેવન કરો. તમારા ડાયટમાં ઈંડા, ચિકન, બીન્સ, દાળ અને ફળનો સમાવેશ કરો. એમાં ઓછી કેલેરી હોય છે. આ વસ્તુઓ ખાવાથી પેટ ઘણા સમય સુધી ભરેલું લાગે છે.
3.ફાઇબર નેચરલ ડિટોક્સિફાઇંગ એજન્ટ છે એટલે તમારી ડાયટમાં બને એટલું વધુ ફાઇબર લો. ખાવામાં કાકડી, ગાજર , સલાડ, સપ્રાઉટ્સ અને લીલા પાંદડા વાળા શાકભાજી ખાઓ.
4.જો તમે વજન ઘટાડી રહ્યા હોય તો ખાવાનું પ્લાનિંગ એ રીતે કરો કે દિવસમાં થોડું થોડું કરીને 5 થી 6 વાર ખાઓ. આ ટેક્નિકને ફોલો કરવાથી ભૂખ ઓછી લાગે છે અને ઓવર ઇટિંગ પણ નહીં થાય.
5. ફેસ્ટિવલ અને પાર્ટીમાં અનહેલ્ધી ખાવાનું ખાધા પછી બોડીને ડિટોક્સ કરવું ખૂબ જ જરૂરી છે. અને ડિટોક્સિફાઈ કરવા માટે પાણી બેસ્ટ ઓપશન છે. એટલે આખા દિવસમાં ઓછામાં ઓછું 8થી 10 ગ્લાસ પાણી પીઓ.પાણીથી શરીરમાં જમા થયેલા બધા જ ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે અને તમને ફ્રેશનેસનો અનુભવ થશે. પાચનતંત્ર પણ સારી રીતે કામ કરે છે અને ઊંઘ પણ સારી આવે છે.
6. પોતાના ડાયટમાં તાજા ફળો, શાકભાજી, દાળ, નટ્સ અને સિડસને સામેલ કરો. આ વસ્તુઓ ખાવાથી વજન ઝડપથી ઘટે છે.
7. તહેવારોમાં ખૂબ જ વધુ ખાવાથી પાચનતંત્ર પર પણ દબાવ પડે છે. વજન ઘટાડવા માટે એ જરૂરી છે કે તમે જેમ બને તેમ હળવું ભોજન લો. પ્રયત્ન કરો કે નોનવેજ ભોજનથી દૂર રહો.
8. તહેવારોમાં વધારાનું કામ વધી જવાથી થાક લાગવા લાગે છે પણ હવે જ્યારે તહેવારો પતી ગયા છે તો સૌથી પહેલા તમારી ઊંઘ પુરી કરો અને તમારા થાકને ઉતારો. રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં તજ અને સુંઠ પાઉડર ભેળવીને ઉકાળો અને પછી એમાં ગોળ નાખીને પીવો.એને પીવાથી ઊંઘ સારી આવે છે અને ઇમ્યુનિટી પણ વધે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જો તમે આ 8 રીતે કરશો બોડીને ડિટોક્સ, તો વધેલુ વજન ઘટી જશે સડસડાટ"
ટિપ્પણી પોસ્ટ કરો