સલમાન ખાને સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતા જ ફેન્સ થયા દિવાના, કોમેન્ટનો થયો વરસાદ
સુપરસ્ટાર સલમાન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેની લાંબી ફેન ફોલોવિંગ છે. ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત સલમાન ખાન તેની ફિટનેસ માટે પણ જાણીતો છે. તાજેતરમાં સલમાન ખાને ઈંસ્ટાગ્રામ પર તેની એક શર્ટલેસ તસવીર શેર કરી હતી, જેમાં તેની જબરદસ્ત બોડી બતાવવામાં આવી છે. તસવીરમાં સલમાન ખાન તેના જીમમાં જોવા મળી રહ્યો છે.
સવીર શેર કરતા સલમાન ખાને કહ્યું કે, Being strong
પોતાની તસવીર શેર કરતા સલમાન ખાને કહ્યું કે, ‘Being strong ‘ તસવીરમાં સલમાન ખાનના જબરદસ્ત એબ્સ જોઈ શકાય છે. જેવી સલમાને આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી કે તરત જ તેના ચાહકોએ તેના પર ઘણી કોમેન્ટ અને લાઈક્સ કરવાનું શરૂ કરી દીધું અને તેની બોડીના વખાણ કરી રહ્યા છે.
સલમાન આગામી ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં જોવા મળશે
વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો સલમાન ખાન હવે તેની આગામી ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં જોવા મળશે તેની સાથે દિશા પટની, જેકી શ્રોફ અને રણદીપ હૂડા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને તે આવતા વર્ષે રિલીઝ થવાની સંભાવના છે. આ ફિલ્મ પછી સલમાન બીજી ફિલ્મ કભી ઈદ કભી દિવાલીનું શૂટિંગ શરૂ કરશે, જેમાં તેની સાથે પૂજા હેગડે જોવા મળશે.
અભિનેતા સલમાન ખાને કરાવ્યો હતો કોરોના ટેસ્ટ
સુપરસ્ટાર સલમાન ખાનના ડ્રાઇવર સહિત બે સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારબાદ તેમણે ખુદને આઇસોલેટ કરી લીધો હતો. સલમાને પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સલમાન બિગ બોશ 14’ (Bigg Boss 14) ને હોસ્ટ કરી રહ્યો છે. જો તે કોરોનાથી સંક્રમિત થયો હોત તો તેણે શૂટિંગ બંધ કરવું પડત પરંતુ હવે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પ્રીકોશન્સ લેતા બીએમસીએ તેનું ઘર સેનેટાઇઝ કરાવ્યું છે. પહેલા સમાચાર આવ્યા હતા કે સલમાન ખાન એક સપ્તાહ સુધી ખુદને આઇસોલેટ કરશે, પરંતુ હવે સમાચાર છે કે તે બિગ બોસ શૂટ કરશે.
સલમાન અને શાહરૂખ ફરી એક વાર સાથે જોવા મળશે
શાહરૂખ ખાનના ફેન્સ તેમની આગામી ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. હવે આ સમાચાર આવી રહ્યા છે કે તેમની આગામી ફિલ્મમાં સલમાન ખાન પણ હશે. આ ખરેખર ખાસ વાત છે. તેનાથી ફેન્સની ખુશી બમણી થઇ ગઇ છે. જોકે શાહરૂખ ખાને સત્તાવાર રીતે પોતાની આગામી ફિલ્મ વિશે વધુ કંઇ જણાવ્યું નથી. એવી ચર્ચા છે કે તેમની આગામી ફિલ્મ ‘પઠાન’ છે.
જેમાં જોન અબ્રાહમ ખલનાયકના રોલમાં જોવા મળશે અને દીપિકા પાદુકોણ ફિલ્મમાં મુખ્ય હિરોઇન હશે. હવે ફિલ્મના સાથે એક મોટા સ્ટાર સલમાન ખાનના જોડાવવાના સમાચાર આવી રહ્યા છે. સમાચારોનું માનીએ તો સલમાન આ ફિલ્મમાં કેમિયો રોલ કરી રહ્યા છે. સલમાને ગત વખતે શાહરૂખની ફિલ્મ ‘ઝીરો’માં કેમિયો રોલ કર્યો હતો. તે શાહરૂખની સાથે ફિલ્મમાં એક ગીતમાં ડાન્સ કરતાં જોવા મળ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "સલમાન ખાને સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતા જ ફેન્સ થયા દિવાના, કોમેન્ટનો થયો વરસાદ"
ટિપ્પણી પોસ્ટ કરો