લાંબા, કાળા અને ઘેરા વાળ માટે તેલમાં મિક્સ કરી લો આ ખાસ વસ્તુ, મળશે પરફેક્ટ રિઝલ્ટ
લીમડાના પાન આપણા સૌના ઘરમાં રસોઈમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પણ કેટલાક લોકો ભાગ્યે જ તેનો ઉપયોગ અન્ય રીતે કરે છે. માનવામાં આવે છે કે લીમડાના પાનને ઓષધિય ગુણોનો ભંડાર માનવામાં આવે છે. તે તમારા શરીરના સ્વાસ્થ્યને અનેક રીતે મદદ કરે છે.

લીમડાના પાન એન્ટીઓક્સીડન્ટ્સ, રોગાણુરોધી અને ફ્લેવોનોઈ્ડ્સનો એક યોગ્ય સ્ત્રોત છે. પણ તેના ફાયદાથી આપણે અજાણ હોઈએ છીએ. વાળ ખરવા એ અનેક લોકોની સમસ્યા બની છે. આ સમયે લીમડાના પાન અને લીમડાના પાનનું તેલ વાપરવાથી વાળ ખરતા અટકી શકે છે. અહીં અમે આપને ખરતા વાળ અને તેનાથી અન્ય ફાયદાને માટે લીમડાના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવી રહ્યા છીએ.
બદલાતી સીઝન, પાણી અને જગ્યાના ફરકની અસર તમારા વાળ પર થાય છે. પરિણામે તમારા વાળ શુષ્ક અને બેજાન બને છે. અને ખરવા લાગે છે. આ સમયે તમે શેમ્પૂ બદલવાના બદલે તમારા તેલને બદલો તે જરૂરી છે. લીમડાના પાનના તેલનો ઉપયોગ કરી જુઓ. આ તેલ વાળને ખરવાથી અટકાવશે અને સાથે જ તમે તમારા વાળને કાળા, લાંબા અને ઘેરા બનાવી શકો છો. આ તેલ તમે ઘરે પણ બનાવી શકો છો. તે તમારા વળને ખરતા બંધ કરવામાં મદદ કરશે. આ તેલ ઓનલાઈન પણ મળે છે અને સાથે વાળ અને સ્કીન માટે લાભદાયી રહે છે.
કઈ રીતે લીમડાના પાનનું તેલ વાળ ખરતા અટકાવે છે

લીમડાના પાનનું તેલ પ્રોટીન અને બીટા કેરોટીનથી ભરપૂર હોય છે જે વાળને ખરતા અટકાવે છે. આ તેલમાં એન્ટીઓક્સીડન્ટ હોય છે જે ખોપડીમાં મૃત ત્વચા કોશિકાઓને જમા થતા અટકાવે છે. ખોપડીમાં મૃત ત્વચા એકઠી થવાથી વાળ ખરે છે. લીમડાના પાનનું તેલ આ વાળને ખરતા અટકાવે છે અને સાથે તેને વિકાસમાં પણ મદદ કરે છે. આ પાનના ઉપયોગથી સ્વાસ્થ્ય સારું રહે છે, મધુમેહ, હ્રદય અને સ્કીન સંબંધી સમસ્યાઓ પણ દૂર રહે છે.

નિયમિત રીતે વાળમાં અને સ્કેલ્પ પર આ તેલની માલિશ કરવાથી તમારી સ્કેલ્પને પોષણ મળે છે. આ વાળને રોમથી પણ મજબૂત કરે છે. સાથે વાળને સમય પહેલાં સફેદ થતાં અટકાવે છે. લીમડાના પાનનું તેલ વાળને ખરતા રોકીને રક્ત પરિભ્રમણ સારું કરે છે. વાળના વિકાસમાં મદદ કરે છે અને સાથે જ વાળને લાંબા અને કાળા રાખે છે.

આ તેલ સૂકા વાળ અને બેજાન વાળને નવી ચમક આપે છે. તે એક પ્રાકૃતિક ઉપાય સાબિત થાય છે. તે વાળને મુલાયમ બનાવે છે. તેમાં તમે આવશ્યક પોષક તત્વોને મિક્સ કરી શકો છો. વાળને ખરતા રોકવા અને તેની કેર કરવામાં આ તેલ લાભદાયી રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "લાંબા, કાળા અને ઘેરા વાળ માટે તેલમાં મિક્સ કરી લો આ ખાસ વસ્તુ, મળશે પરફેક્ટ રિઝલ્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો