આ રીતે અનુષ્કા શર્મા પોતાના ચહેરાને ડિટોક્સ કરે છે, તમે પણ આ પદ્ધતિ અજમાવી શકો છો
દરેક સ્ત્રી પોતાનો ચહેરો ગ્લોઈંગ બનાવવા માંગે છે, પરંતુ આ તણાવપૂર્ણ અને દોડધામવાળી જીંદગીમાં આવું કરવું થોડું મુશ્કેલ બની જાય
છે જેના કારણે સમય પહેલા ચહેરો નિસ્તેજ થવા લાગે છે. બરાબર ડિટોક્સિફાઇ ન થવાને કારણે ત્વચા નિસ્તેજ બની જાય છે. પોતાના ચેહરાને નિસ્તેજ જોઈને પોતાને જ ગુસ્સો આવે છે. તમે ઘરે રહો છો કે દરરોજ બહાર જાવ છો, પોતાના ચેહરાને દરરોજ ચહેરો ડિટોક્સ કરવો જોઈએ. આ કરવાથી, ત્વચા ભેજવાળી રહે છે અને ત્વચા ગ્લોઈંગ બને છે.
સુંદર બોલિવૂડ એક્ટ્રેસ નિયમિતપણે તેની ત્વચાને ડિટોક્સ કરે છે. તેથી હંમેશા તેની ત્વચા ગ્લોઈંગ રહે છે. આપણે એવું વિચારીએ છીએ કે એક્ટ્રેસનો ચેહરો એટલા માટે ગ્લોઈંગ છે કારણ કે તે પોતાના ચેહરા પર ઘણા મોંઘા અને સારા મેકઅપનો ઉપયોગ કરે છે, પરંતુ મેકઅપનો ઉપયોગ કર્યા છતાં પણ આપણી ત્વચા એટલા માટે ગ્લોઈંગ નથી થતી કારણ કે આપણે આપણી ત્વચા ડીટોક્સ નથી કરતા. તેથી બોલીવુડની જાણીતી એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ત્વચાને ડીટોક્સ કરવા માટે ઘણી ટિપ્સ જણાવી છે, પરંતુ પ્રથમ જાણવાની વાત એ છે કે ત્વચા ડિટોક્સનો અર્થ શું છે ? તો ચાલો જાણીએ…
ચહેરો અને ત્વચા ડિટોક્સ
આખો દિવસ ચહેરો અને ત્વચા પ્રદૂષણો, ગંદકી અને અશુદ્ધિઓના સંપર્કમાં રહે છે. જ્યારે આપણે ત્વચાને ડિટોક્સ કરીએ છીએ અથવા આપણો આહાર બદલીએ છીએ, ત્યારે ચહેરાની નીરસતા અદૃશ્ય થઈ જાય છે અને ત્વચા ગ્લોઈંગ બને છે. બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના ચેહરાનો ગ્લો વધારવા માટે ફેસ માસ્કનો ઉપયોગ કરે છે. તે લીમડાના ફેસ પેકનો વધુ ઉપયોગ કરે છે. આ માટે તે લીમડાના પાન પીસીને પાવડર બનાવે છે અને આ પાવડરમાં દહીં, ગુલાબજળ અને દૂધને મિક્સ કરે છે અને તેના ચહેરા પર લગાવે છે. આ ફેસ પેક ત્વચાને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે.
ડિટોક્સિફાઇંગ બાથ
ત્વચાને સાફ કરવા માટે ડિટોક્સિફાઇંગ બાથ ફાયદાકારક છે. આ માટે નાહવાના ગરમ પાણીમાં એપ્સમ મીઠું અથવા કોઈપણ અન્ય મીઠું
અને આવશ્યક તેલ ઉમેરીને આ પાણીથી સ્નાન કરો.
વધુ પાણી પીવું
વધુ પાણી પીવાથી માત્ર અઢળક લાભ જ છે એકપણ ગેરફાયદો નથી. આ બધું જાણતા છતાં પણ વધુ પાણી પીવાનું ઘણા લોકો પાસાં નથી કરતા. પરંતુ શું તમે જાણો છો કે ત્વચા પરની ચમક વધારવા માટે વધુ પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. તે ચહેરા પર કુદરતી ગ્લો આપે છે અથવા તમે ડિટોક્સ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે એક ગ્લાસ પાણીમાં લીંબુ નાખો અને તેમાં કાકડીના થોડા ટુકડા ઉમેરી આખી રાત માટે રહેવા દો. ત્યારબાદ સવારે ખાલી પેટ પર આ પાણીનું સેવન કરો.
આહાર
ચેહરાનો ગ્લો વધારવા માટે તમારા આહારમાં પરિવર્તન કરવું પણ જરૂરી છે. આ માટે રીફાઇન્ડ ખાંડ, તળેલો ખોરાક અને પેકેજ્ડ ખોરાક
ટાળવો જોઈએ.
લીમડો અને ચણાના લોટનો ફેસ-માસ્ક
આ ફેસ-માસ્ક બનાવવા માટે એક વાટકીમાં એક ચમચી લીમડાનો પાઉડર, એક ચમચી ચણાનો લોટ, ગુલાબજળ નાખીને બધી જ સામગ્રીને ધીરે ધીરે મિક્સ કરો. ત્યારબાદ આ ફેસ-માસ્ક તમારા ચેહરા પર લગાવો અને 10 મિનિટ સુધી રહેવા દો. 10 મિનિટ પછી તમારો ચેહરો ઠંડા પાણીથી ધોઈ લો. થોડા દિવસો સુધી આ ઉપાય નિયમિત અપનાવવાથી તમારી ત્વચા ગ્લોઇંગ થવા લાગશે.
કોફી અને દહીંનું ફેસ-માસ્ક
આ માસ્ક બનાવવા માટે કોકો પાવડર, કોફી, મધ અને દહીં એક સાથે મિક્સ કરો. ત્યારબાદ આ પેકને ચહેરા પર સારી રીતે લગાવો અને
10 મિનિટ પછી તમારો ચહેરો ધોઈ લો. પેહલી વારમાં જ તમે ચોક્કસપણે તરત જ તફાવત જોશો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ રીતે અનુષ્કા શર્મા પોતાના ચહેરાને ડિટોક્સ કરે છે, તમે પણ આ પદ્ધતિ અજમાવી શકો છો"
ટિપ્પણી પોસ્ટ કરો