જાણો શા માટે કુંવારા લોકો માટે કોરોના છે વધુ જોખમી, રિચર્સમાં થયો મોટો ખુલાસો
વિશ્વભરમાં કોરોનાવાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. આ દરમિયાન એક અધ્યયનમાં બહાર આવ્યું છે કે, જે લોકોને લગ્ન કરવામાં રસ નથી તેઓને કોવિડ -19 ચેપનું જોખમ વધારે રહે છે. આટલું જ નહીં, કોરોનાનો ચેપ લાગ્યા પછી પરણિત લોકો કરતા અપરિણીત લોકોમાં મૃત્યુનું જોખમ વધારે રહે છે.
કેમ રહે છે ચેપનો વધુ ખતરો
અધ્યયનમાં જાણવા આવ્યું છે કે અપરિણીત લોકોની ખરાબ જીવનશૈલીને લીધે, મોટાભાગના અપરિણત લોકોની રોગપ્રતિકારક શક્તિ પરિણીત લોકો કરતા ઘણી ઓછી હોય છે. એટલે કે તેમની ઈમ્યૂન સિસ્ટમ નબળી હોય છે અને આ કારણે જ તેઓ કોરોનાવાયરસ જેવા ચેપી રોગોના સંપર્કમાં જલ્દી આવે છે.
લગ્નજીવનમાં કેમ રુચિ ઓછી હોય છે
‘ધ નેચર’ જર્નલમાં પ્રકાશિત થયેલા અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું છે કે વારંવાર બીમારીને કારણે અપરિણીત લોકોની માનસિક સ્થિતિ પ્રભાવિત થાય છે. આ કારણોસર જીવન સાથીને લઈને તેમનું આકર્ષણ ઓછુ થઈ જાય છે. આવા યુવાનોમાં લગ્ન અને સંબંધોમાં બહુ જ ઓછો રસ હોય છે.
યુનિવર્સિટી ઓફ સ્વીડનમાં અભ્યાસ કરાયો અભ્યાસ
સ્વીડનના સ્ટોકહોમ યુનિવર્સિટીએ કોરોનાથી સંક્રમિત લોકો અને તેનાથી થયેલા મોતની આર્થિક, સામાજિક, માનસિક અને શારીરિક પરિસ્થિતિઓ સહિત જવનમા કેટલાય પાસાઓને ધ્યાનમાં રાખીને અભ્યાસ કર્યો જેમાં અનેક ખુલાસાઓ થયા.
આ લોકોમાં મૃત્યુનું જોખમ વધારે
સંશોધનકારોએ સંશોધન મુજબ શોધી કાઢ્યું છે કે પરિણીત લોકોની તુલનામાં અપરિણીત લોકોમાં પણ કોરોનાવાયરસથી મૃત્યુનું જોખમ વધારે છે. આ ઉપરાંત, એવું પણ બહાર આવ્યું છે કે કોરોના સંક્રમણ પછી ઓછા શિક્ષિત અને ઓછી આવક ધરાવતા લોકોમાં પણ મૃત્યુનું જોખમ વધારે છે.
શું ભારતમાં પણ અભ્યાસના પરિણામો લાગુ થશે
આ અભ્યાસ સ્વીડનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે અને તેના ફેક્ટર્સને ભારતમાં સંપૂર્ણ રીતે લાગુ કરી શકાતા નથી, કારણ કે આપણા દેશમાં શિક્ષણ અને આવકનું સ્તર ઓછું હોવા છતાં કુટુંબનો સહયોગ વધારે રહે છે.
ભારતીય સ્થિતિ વિશે નિષ્ણાતોનો અભિપ્રાય
ભારતીય પરિસ્થિતિમાં આ અધ્યયનના પરિબળો વિશેના નિષ્ણાતોનો મત છે કે ભારતમાં કૌટુંબિક જોડાણ ખૂબ સારું હોય છે અને માંદગી પછી સારી સંભાળ લેવામાં આવે છે. આ કારણોસર ભારતમાં તેનો અમલ કરી શકાતો નથી. જો કે, ઓછા શિક્ષિત અને ઓછી આવકને કારણે, સારવારમાં વિલંબ થવાની અસર ભારતીયો પર પડી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જાણો શા માટે કુંવારા લોકો માટે કોરોના છે વધુ જોખમી, રિચર્સમાં થયો મોટો ખુલાસો"
ટિપ્પણી પોસ્ટ કરો