અનેક વર્ષો પછી જ્યારે હેમા માલિનીને આ ફોટો મળ્યો ત્યારે તરત જ કરી દીધું કંઇક આવું, પૂરી વાત જાણીને તમને પણ લાગશે નવાઇ
બોલિવૂડના કેટલાક કલાકારો તેમના કામની સાથે સાથે અન્ય અનેક બાબતોથી પણ ચર્ચામાં રહે છે. બોલિવૂડની એક કલાકારા હેમામાલિની પણ આજકાલ ચર્ચામાં છે, ઉંમરના 72 વર્ષના પડાવે પણ તેની સુંદરતાથી તેણે ફેન્સના દિલ જીતી લીધા છે. હેમામાલિનીએ પોતાની કરિયરની શરૂઆત 1968માં આવેલી ફિલ્મ સપનોં કે સોદાગરથી કરી હતી. આ ફિલ્મમાં તેમના હીરો રાજ કપૂર હતા. તેઓએ એ સમયે તેમનાથી ડબલ ઉંમરના કલાકાર સાથે કામ કર્યું. આ ફિલ્મ ખાસ કામ કરી શકી નહીં પણ ઓછા લોકો જાણે છે કે આ ફિલ્મમાં ડેબ્યૂ કરતાં પહેલાં હેમામાલિની એક તમિલ મેગેઝીન માટે પણ ફોટો શૂટ કરાવી ચૂકી હતી.
હેમામાલિનીએ પોતાની એક બાયોગ્રાફી લખી હતી. તેને માટે તેઓ એક ખાસ ફોટો શોધી રહી હતી. આ સમયે તેમને તે મળી નહીં. જો કે લાંબા સમયથી ચાલી રહેલી આ ફોટોની શોધ શનિવારે પૂરી થઈ હતી. જ્યારે તેમને આ ફોટો મળ્યો ત્યારે તે ખુશીથી નાચી ઉઠી હતી. તેઓએ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોટોની સાથે તેને શેર કર્યો હતો. આ સાથે જ તેઓએ એક લાંબી પોસ્ટ પણ લખી હતી.
હેમામાલિનીએ પોતાની આ પોસ્ટમાં લખ્યું કે હું આ ફોટાને વર્ષોથી શોધી રહી હતી. આ ફોટોશૂટ હતું દે ખાસ કરીને તમિલ મેગેઝીન માટે કરાવાયું હતું. મને યાદ છે કે આ શૂટ એવીએમ સ્ટૂડિયોમાં થયું હતું. મારા હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂની શરૂઆત કરતાં પહેલાં. હું તે સમયે 14થી 15 વર્ષની હતી. આ ફોટોને હું મારી બાયોગ્રાફીમાં જોડવા ઈચ્છતી હતી. પણ તે સમયે તે મને મળ્યો નહીં. પરંતુ અત્યારે પણ આ ફોટો મને મળ્યો તેની મને ખુશી છે. આ કારણે હું તેને આપની સાથે શેર કરું છું. હેમામાલિની એ અદાકારા છે જેને છેલ્લા 4 દશકમાં 150થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યુ છે.
1961માં સૌથી પહેલાં પાંડવ વનવાસમમાં પણ નાનો રોલ પ્લે કર્યો હતો. જાન્યુઆરી 2020માં તેમની વર્ષો પહેલાં રીલિઝ માટે અટકેલી ફિલ્મ શિમલા મિર્ચ રિલિઝ થઈ હતી. તેમાં તેમની સાથે રાજકુમાર રાવ અને રકુલ પ્રીત સિંહ લીડ રોલમાં હતા. હેમા ફિલ્મોની સાથે રાજનીતિમાં પણ એક્ટિવ છે.
તે મથુરાથી સાંસદ છે અને સાથે થોડા દિવસો પહેલાં તેણે બોલિવૂડ પર લાગેલા આરોપને લઈને પણ રીએક્શન આપ્યું હતું. હેમાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બોલિવૂડનું મોટું અપમાન થઈ રહ્યું છે.હું એમ નથી રહેતી કે અમે દૂધથી ધોયેલા છીએ પણ દરેકને ડ્રગ્સ એડિક્ટ કહેવું શરમજનક અને અસહનીય છે. હું 40 વર્ષથી બોલિવૂડનો ભાગ રહી છું. મેં કોઈની સાથે ખોટું કર્યું નથી અને કોઈએ મારી સાથે ખોટું કર્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અનેક વર્ષો પછી જ્યારે હેમા માલિનીને આ ફોટો મળ્યો ત્યારે તરત જ કરી દીધું કંઇક આવું, પૂરી વાત જાણીને તમને પણ લાગશે નવાઇ"
ટિપ્પણી પોસ્ટ કરો