ભાગ્યે જ જાણતા હશો બાળકોની માલિશ સિવાય આ પણ છે બેબી ઓઇલના ખાસ ઉપયોગ, કરો ટ્રાય
કદાચ તમે વિચારમાં હશો કે બેબી ઓઇલ તો બાળકોના મસાજમાં કામ આવે તેનાથી આ બધા કામ કેવી રીતે થઇ શકે. જી હા. બેબી ઓઇલ આ કામ પણ સરળતાથી કરે છે. હાઉસ કીપિંગ હોય કે મેકઅપની સમસ્યા, મચ્છર ભગાડવા હોય તો પણ તે તમારી મદદ કરે છે. તેના આવા અનેક યૂઝ છે. જે તમારી રોજની જિંદગીની સમસ્યાઓને દૂર કરે છે.આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે તમે રોજિંદી જીવનમાં બેબી ઓઇલ ક્યાં અને કેવી રીતે તમારી મદદ કરે છે.

બેબી ઓઇલમાં ડેટોલનાં કેટલાક ટીપાં મિક્સ કરો અને ઘરના દરેક ખૂણામાં સ્પ્રે કરો. જ્યાં પણ મચ્છર છૂપાયા હશે તેની સ્મેલથી ભાગી જશે.

બેબી ઓઇલમાં કોટન પેડ ડિપ કરો અને સાથે તેને આઇ મેકઅપ રિમૂવરની જેમ યૂઝ કરો. ધ્યાન રાખો કે તે આંખોમાં ન જાય.
બેબી ઓઇલથી શેવિંગ પણ કરી શકાય છે. તેને એપ્લાય કરવાથી સ્કીન સ્મૂધ અને મોઇશ્ચરાઇઝ બને છે.
શેવ બાદ સ્કીન પર બેબી ઓઇલ લગાવો. તેનાથી લાલ દાણા થવા અને અન્ય કોઇપણ ઇરિટેશનના ચાન્સ રહેશે નહીં.

ટેમ્પરરી ટેટૂઝને ક્લીન કરવા છે તો ટોવેલના કોર્નર પર થોડું બેબી ઓઇલ લો અને ટેટૂને ધીરે ધીરે રબ કરો. તેનાથી સ્કીનમાં ઇરિટેશન નહીં થાય.
સ્વેટશર્ટની ઝીપર અટકી ગઇ છે અને સારી રીતે કામ કરતી નથી તો તેમાં બેબી ઓઇલના ટીપાં નાંખો. તેનાથી ઝીપ સ્મૂધલી કામ કરશે.
શિયાળામાં એડી ફાટવાની ફરિયાદ રહે છે. બેબી ઓઇલથી પગને મસાજ કરો. તેનાથી એડીઓ સારી રહેશે.
ચેઇનમાં ગાંઠ પડી ગઇ છે તો ગાંઠ પર થોડું બેબી ઓઇલ લગાવો. હવે ટૂથપિકની મદદથી નોટ ખોલવાની કોશિશ કરો. તે ખુલી જશે.

નહાતી સમયે સાબુના છાંટા બાથરૂમના દરવાજા પર પડે છે, જે સરળતાથી સાફ થતા નથી. તેને સાફ કરવા બેબી ઓઇલ યૂઝ કરો.
આંગળીમાં રિંગ ફસાઇ ગઇ છે તો તેને કાઢવા માટે બેબી ઓઇલ યૂઝ કરો. તેને આંગળીમાં લગાવીને ધીરે ધીરે રિંગ મૂવ કરો, નીકળી જશે.
ઠંડીની સીઝનમાં બહાર નીકળવું હોય તો પહેલાં શરીરના ખુલ્લા ભાગ પર બેબી ઓઇલ લગાવી લો. તેનાથી સ્કીન સૂકી હવાથી ડ્રાય થશે નહીં.

હાથ પર પેન્ટ લાગ્યો હોય અને સાબુથી નીકળી ન રહ્યો હોય તો ત્યાં થોડું બેબી ઓઇલ લગાવીને ઘસો. પેન્ટ નીકળી જશે.
જો તમે ઘરે જ નખની કેર કરવા ઈચ્છો છો તો તેના માટે તમે રાતે સૂતા પહેલાં હાથ અને નખ પર બેબી ઓઈલથી મસાજ કરો. તેનઆથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને નખનો ગ્રોથ પણ જલ્દી થાય છે.
કાનની ગંદગી સાફ કરવા માટે બેબી ઓઈલ બેસ્ટ છે. તેને નવાશિયું ગરમ કરીને કોટન બડની મદદથી કાનમાં ટીપાં નાંખો, આ તેલ કાનની ગંદગી સાફ કરીને તેનો કચરો ઉપર લઈ આવે છે.

વાળની ચમક વધારવી હોય તો આ તેલથી વાળમાં મસાજ કરો. આ પછી ગરમ પાણીમાં રૂમાલ ડબોડીને તેનાથી 15 મિનિટ સુધી વાળને બાંધી રાખો. આ પછી શેમ્પૂથી વાળ ધૂઓ. તમારા કડક અને બેજાન વાળ સુંદર અને સિલ્કી બનશે.
ઘરના દરવાજા અવાજ કરી રહ્યા છે તો તેના જોઇન્ટ પર બેબી ઓઇલના ટીપાં નાંખો. અવાજ બંધ થઇ જશે.
વેક્સ કર્યા બાદ પણ હાથમાં વેક્સ ચોંટી જાય છે. તેને ક્લીન કરવા ટિશ્યૂ પેપરને બેબી ઓઇલમાં ડિપ કરીને વાઇપ કરો.

કમ્પ્યૂટર પર કલાકો કામ કરવાથી આંખોમાં સોજા આવે છે. રાતે સૂતાં પહેલાં આંખોની આસપાસ બેબી ઓઇલથી મસાજ કરો, ફાયદો થશે.
ફાટેલા હોઠથી છૂટકારો મેળવવા માટે પણ બેબી ઓઈલ મદદ કરે છે. તેમાં થોડી ખાંડ મિક્સ કરીને તેનાથી હોઠ પર માલિશ કરો. હોઠ સોફ્ટ અને ગુલાબી બનશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ભાગ્યે જ જાણતા હશો બાળકોની માલિશ સિવાય આ પણ છે બેબી ઓઇલના ખાસ ઉપયોગ, કરો ટ્રાય"
ટિપ્પણી પોસ્ટ કરો