જયા બચ્ચનથી ડર્યા વગર આમને ડેટ પર લઈ જવા માંગે છે અમિતાભ બચ્ચન, કહી મનની વાત

અમિતાભ બચ્ચન ઘણા વર્ષોથી કોન બનેગા કરોડપતિને હોસ્ટ કરી રહ્યા છે. એ દરમિયાન એ કન્ટેસ્ટન્ટ સાથે ખુલીને વાત કરે છે. કોઈ એમને એમની વાતોથી હસાવે છે તો કોઈ એમની આંખોમાં આંસુ લઈ આવે છે. ઘણીવાર અમિતાભને જોઈને મહિલાઓ એમનું દિલ આપી બેસે છે. પણ કોન બનેગા કરોડપતિના ઇતિહાસમાં પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે જ્યારે અમિતાભ બચ્ચને કેમેરાની સામે કોઈની ડેટ પર જવાનું કહ્યું છે.

image soucre

આ સાંભળ્યા પછી ન ફક્ત ઓડિયન્સ પણ ખુદ કન્ટેસ્ટન્ટ પણ એમના કાન પર વિશ્વાસ નહોતા કરી શક્યા. ચારેબાજુ ફક્ત તાળીઓનો અવાજ આવી રહ્યો હતો. મહિલા કન્ટેસ્ટન્ટ સાથે સાથે અમિતાભ બચ્ચન પણ શરમાતા દેખાયા હતા. તો ચાલો જાણી લઈએ અમિતાભ બચ્ચને જયા બચ્ચનથી ડર્યા વિના કોને અને કેમ ડેટ પર લઈ જવાની વાત કહી.

image soucre

અમિતાભ બચ્ચનની સામે નૈનિતાલની ટીચર શક્તિપ્રભા હોટ સીટ પર આવવાની છે. શોમાં એમની માતાએ અમિતાભ બચ્ચનને એમની દીકરીની ફરિયાદ કરી કે શક્તિપ્રભાને લગ્ન માટે કોઈ છોકરો ગમતો નથી. એના પર અમિતાભ બચ્ચને એમને કારણ પૂછ્યું તો શક્તિપ્રભાએ જણાવ્યું કે એમને અરેન્જ મેરેજનું સેટઅપ અજીબ લાગે છે કારણ કે જ્યારે પણ એ કોઈ છોકરા સાથે વાત કરવાની કોશિશ કરે છે તો એમના સવાલ સાંભળીને એમને એવું લાગે છે જાણે એ લગ્ન માટે નહિ પણ જોબ ઇન્ટરવ્યૂ માટે જવાબ આપી રહી છે.

image soucre

શક્તિપ્રભાએ અમિતાભને જણાવ્યું કે એ ક્યારેય કોઈની સાથે ડેટ પર નથી ગઈ. એ વાત સાંભળીને અમિતાભ બચ્ચને એમને પૂછ્યું કે જો હું તમને ડેટ પર લઈ જાઉં તો કેવું લાગશે એટલું જ નહીં અમિતાભ બચ્ચને એમને કહ્યું કે એ ખૂબ જ સુંદર લાગી રહી છે.

image soucre

બિગ બીના મોઢે પોતાના માટે વખાણ સાંભળીને શકિતપ્રભાની ખુશીનો કોઈ ઠેકાણું ન રહ્યું. એ શોમાં જ શરમાતી દેખાઈ. એમને અમિતાભ બચ્ચનને કહ્યું કે એમની જિંદગીમાં એનાથી વધુ સુંદર ડેટ અન્ય કોઈ હોઈ જ ન શકે.

image soucre

શક્તિપ્રભાને ઇન્ટરોડક્શન આપતા અમિતાભે કહ્યું કે મારું નામ અમિતાભ બચ્ચન છે અને હું સોની ટીવી પર એક નાનો અમથો કવિઝ શો કોન બનેગા કરોડપતિ હોસ્ટ કરું છું. જો તમને આ શો પસંદ નથી તો હું એને છોડી દઈશ. અમિતાભ આજે આખા શો દરમિયાન મજાક મસ્તી કરતા દેખાશે.

Related Posts

0 Response to "જયા બચ્ચનથી ડર્યા વગર આમને ડેટ પર લઈ જવા માંગે છે અમિતાભ બચ્ચન, કહી મનની વાત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel