જાણો આ મંદિર વિશે, જ્યાં છુપાયો છે કુબેરનો ખજાનો, આ ખાસ દિવસે ભક્તોને પ્રસાદમાં મીઠાઈ નહીં પરંતુ અપાય છે સોના ચાંદીના સિક્કા

ભારત દેશમાં એવા ઘણા બધા મંદિરો છે જે પોતાનામાં અનોખા અને ઘણા રહસ્યોને જાળવી રહ્યું છે. આવું જ એક મંદિર ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના રતલામ જીલ્લાના માણકા વિસ્તારમાં આવેલ છે. આપ કોઇપણ મંદિરમાં જશો તો આપને મંદિર તરફથી ભગવાનનો પ્રસાદ આપવામાં આવે છે જેમાં મીઠાઈ, ફળ કે પછી કોઈ અન્ય વસ્તુઓ શ્રદ્ધાળુઓને આપવામાં આવે છે. જયારે મધ્ય પ્રદેશમાં આવેલ માતા લક્ષ્મીના આ મંદિરમાં શ્રદ્ધાળુઓને માતાના પ્રસાદ તરીકે સોના- ચાંદીના સિક્કા આપવામાં આવે છે. જી.. હા આ જાણીને આપની આંખો નવાઈથી પહોળી થઈ ગઈને.. પણ આ વર્ષે દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી ચાલી રહી હોવાના લીધે માતા લક્ષ્મીના મંદિર તરફથી ધનકુબેર પોટલી ભક્તોને આપવામાં આવી નથી જેના કારણે શ્રદ્ધાળુઓમાં નિરાશાના ભાવ જોવા મળ્યા છે. માતા લક્ષ્મીના આ મંદિર તરફથી આપવામાં આવતી ધનકુબેર પોટલીને ઘરમાં રાખવાથી શ્રદ્ધાળુઓ સમૃદ્ધ થઈ જાય છે.

મહાલક્ષ્મી મંદિરના દ્વાર ધનતેરસના તહેવાર નિમિત્તે ખોલવામાં આવ્યા.

image source

સમગ્ર દેશમાં પ્રસિદ્ધ રતલામ જીલ્લાના માણકામાં આવેલ આ મહાલક્ષ્મી મંદિરના દ્વાર ધનતેરસના તહેવાર નિમિત્તે
શ્રદ્ધાળુઓને દર્શન કરવા માટે ખોલી દેવામાં આવ્યા છે. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ શ્રદ્ધાળુઓ ‘જય મા લક્ષ્મી’નો
જયકારાની સાથે મંદિરમાં માતા લક્ષ્મીના દર્શન કરવા માટે પહોચી જાય છે. મંદિરના દ્વાર ખુલી જવાની સાથે જ શ્રદ્ધાળુઓ સુખ અને સમૃદ્ધિની આશા કરતા માતા લક્ષ્મીના વૈભવને નિહારવા માટે શ્રદ્ધાળુઓ લાઈનમાં ઉભા થઈ ગયા હતા. મંદિરને નોટોના હારોથી સુશોભિત કરવામાં આવ્યું.

image source

સમગ્ર દિવસ દરમિયાન મંદિરમાં દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓની લાઈન શરુ રહી. ધનતેરસનો તહેવાર હોવાથી માતા લક્ષ્મીના મંદિરને નોટોના હારથી સુશોભિત કરવામાં આવ્યું. આ સાથે જ મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખતા મંદિરમાં સીસીટીવી કેમેરા સહિત પોલીસ જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા. જેથી તેઓ મંદિરમાં થઈ રહેલ તમામ ગતિવિધિઓ પર નજર રાખી શકે.

ધનતેરસના તેહવાર પર કુબેર પોટલીનું વિતરણ કરવામાં આવશે નહી.

image source

જો કે, દર વર્ષે ધનતેરસ નિમિત્તે ભક્તોમાં કુબેર પોટલીનું વિતરણ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી ચાલી રહી હોવાના લીધે કુબેર પોટલીનું વિતરણ કરવામાં આવ્યું નથી. તેમજ મંદિરમાં ભક્તો દ્વારા મંદિરને સજાવવા માટે આપવામાં આવતી રોકડ રકમ અને દાગીનાની એન્ટ્રી કરાવવા માટે ટોકન આપવામાં આવી રહ્યા છે. આ ટોકન પર શ્રદ્ધાળુનું નામ અને તેમના તરફથી આપવામાં આવેલ વસ્તુઓની તમામ માહિતીને રજીસ્ટર્ડ કરવામાં આવી રહી છે. આ સાથે જ આ ટોકનના આધારે જ શ્રધ્ધાળુઓને સામગ્રી પાછી આપવામાં આવે છે. જેને પ્રસાદ તરીકે શ્રદ્ધાળુ પોતાના ઘરમાં રાખે છે અને હંમેશા બરકત જળવાયેલ રહે છે. આ સાથે જ સુખ અને સમૃદ્ધિમાં પણ વધારો થાય છે.

કુબેર પોટલીનું વિતરણ નહી થવાના લીધે શ્રદ્ધાળુઓ નિરાશ થયા.

image source

સામાન્ય રીતે દર વર્ષે ધનતેરસના તહેવાર નિમિત્તે માતા લક્ષ્મીના મંદિર તરફથી કુબેર પોટલીનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી ચાલી રહી હોવાના લીધે ઘણા ઓછા શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા જણાવવામાં આવી છે. આ વર્ષે કોરોના વાયરસ સંક્રમણના કારણે વિશેષ સાવધાની રાખવામાં આવી રહી છે. કોરોના વાયરસની મહામારીના કારણે મંદિર તરફથી કુબેર પોટલીનું વિતરણ નહી કરવામાં આવતા ભક્તોમાં નિરાશા જોવા મળી છે.

ધનતેરસના દિવસથી પાંચ દિવસ સુધી દીપોત્સવ પર્વની શરુઆત થઈ જાય છે.

image source

મહાલક્ષ્મી મંદિરમાં ધનતેરસના તહેવારથી લઈને આવનાર પાંચ દિવસો સુધી દીપોત્સવ પર્વની શરુઆત થઈ જાય છે. માણેક ચોકમાં આવેલ મહાલક્ષ્મી મંદિરને નોટો અને આભૂષણોથી સુશોભિત કરવામાં આવે છે.

image source

આ સજાવટને ભાઈબીજના દિવસ સુધી રાખવામાં આવે છે. સુરક્ષાના ઉદ્દેશથી મંદિરની ચારે તરફ સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. સીસીટીવીની મદદથી ખાસ શ્રદ્ધાળુઓ પણ નજર રાખવામાં આવે છે. આ સાથે જ મંદિરની ચારે બાજુ બેરીકેટસ પણ લગાવી દેવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ લાઈનમાં ઉભા રહીને બહારથી દર્શન કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "જાણો આ મંદિર વિશે, જ્યાં છુપાયો છે કુબેરનો ખજાનો, આ ખાસ દિવસે ભક્તોને પ્રસાદમાં મીઠાઈ નહીં પરંતુ અપાય છે સોના ચાંદીના સિક્કા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel