ગોઝારો શનિવાર: મોરબી પાસે એમ્બ્યુલન્સ પલટી ખાતા એકજ પરિવારના 3 દીપ ઓલવાયા, 2ની હાલત ગંભીર
મોરબી પાસે એમ્બ્યુલન્સ પલટી ખાઈ જતાં ઘટ્યો ગોઝારો અકસ્માત
ગુજરાતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં વધારો થતો જઈ રહ્યો છે. રોજ કોઈને કોઈ નાના મોટા અકસ્માતના સમાચાર મળ્યા કરે છે. સૌથી વધારે અકસ્માતો રાજ્યના હાઇવેઝ પર વધારે જોવા મળે છે. આજના દિવસે જ એક ગમખ્વાર અકસ્માત ઘટી ગયો અને તેના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને બે લોકો ગંભીરરીતે ઇજા પામ્યા છે. આ અકસ્માત મોરબી ખાતે બન્યો છે. જેમાં એક એમ્બ્યુલન્સ અકસ્માતનો ભોગ બની છે.

ગુજરાતની સડકો પર અકસ્માતનો સિલસિલો ચાલુ જ છે. શનિવારે ફરી એકવાર એક ગોઝારો અકસ્માત બન્યો છે. આ અકસ્માત મોરબીમાં આવેલા હળવદના ધાળા ગામના પાટિયા પાસે ઘટ્યો છે. અહીં એક એમ્બ્યુલન્સ પલટી જતાં 3 જણના મૃત્યુ થયા છે અ 2 લોકો ગંભીર રીતે ઘવાયા છે. અને ઘવાયેલા લોકોને મોરબીની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
અકસ્માતનો ભોગ બનેલી એમ્બ્યુલન્સ અમદાવાદથી માંડવીના લાયજા જવા નીકળી હતી. પણ અચાનક ડ્રાઈરે સ્ટિયરિંગ વ્હિલ પરનો કાબુ ગુમાવ્યો હતો જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ તરત જ પોલીસને જાણ કરી હતી અને હાલ પોલીસે અકસ્માત અંગેની તપાસ હાથ ધરી છે.

એક જ કુટુંબના 3 લોકોના થયા મૃત્યુ
મોરબીમાં ઘટેલા આ અકસ્માતમાં ગઢવી કુટુંબના ત્રણ જીવ હોમાઈ ગયા હતા. જ્યારે ડ્રાઈવર તેમજ ગઢવી પરિવારના એક સભ્યને આ અકસ્માતના કારણે ગંભીર ઇજા થઈ છે જેમને મોરબીની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. સ્થાનિક લોકો દ્વારા પોલીસને આ ઘટનાની જાણ કરવામા આવી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ મૃતકોની ઓળખ માટેની તપાસ ચાલુ કરવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે. અને માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. જેને લઈને કેન્દ્ર દ્વારા ઘણા બધા કડક નિયમો પણ બનાવવામાં આવ્યા છે તેમ છતાં માર્ગ અકસ્માતમાં ઘટાડો જોવા નથી મળ્યો.

બીજી બાજુ દેશના ઘણા બધા વિસ્તારોમાં લોકોને રસ્તાઓ પ્રત્યે પણ ફરિયાદ રહેલી છે. જો કે વિવિધ રાજ્યોના રસ્તાઓમાં એકધારો સુધારો કરવામાં આવી રહ્યો છે પણ તેમ છતાં ઘણા બધા વિસ્તારોના રસ્તાઓની ખરાબ સ્થિતિની અવગણના કરવામાં આવે છે. જો કે અકસ્માતમાં ભૂલ માત્ર ખરાબ રસ્તાઓની જ નથી હોતી પણ વાહન ચાલકની પણ હોય છે. અને આ એક વાહન ચાલકની ભૂલના કારણે તેમાં સવાર લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે અને તેના કારણે તેમના કુટુબીજનોને અપાર દુઃખ સહન કરવું પડે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ગોઝારો શનિવાર: મોરબી પાસે એમ્બ્યુલન્સ પલટી ખાતા એકજ પરિવારના 3 દીપ ઓલવાયા, 2ની હાલત ગંભીર"
ટિપ્પણી પોસ્ટ કરો