‘દાદા’ને 20 દિવસમાં ફરી છાતીમાં દુખાવો થતા કોલકત્તાની હોસ્પિટલમાં કરાયા દાખલ
બીસીસીઆઈ અધ્યક્ષ અને પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીની તબીયત ફરી એકવાર ખરાબ થઈ છે. તેમને કલકત્તાની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. અહીં તેમની સારવાર શરુ કરી દેવામાં આવી છે. થોડા દિવસો પહેલા જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જેને લઈ તેમની એંજિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને અગાઉ કલકત્તાની વુડલેંડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં જ તેમને એંજિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હવે જ્યારે ફરીથી તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ છે ત્યારે વુડલેંડસ હોસ્પિટલની ડોક્ટર રુપાલીએ કહ્યું હતું કે સૌરવ ગાંગુલીને ધમનીઓમાં અવરોધની તપાસ કરવા માટે ટેસ્ટ કરાવવા પડશે.
ઉલ્લેખનીય છે કે ગત 7 જાન્યુઆરીએ સૌરવ ગાંગુલીને વુડલેંડ્સ હોસ્પિટલમાંથી રજા મળી હતી. 2 જાન્યુઆરીએ સૌરવ ગાંગુલીની તબીયત લથડી હતી જ્યાર બાદ તેને કલકત્તાની વુડલેંડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 2 જાન્યુઆરીએ સૌરવ ગાંગુલી ઘરના જિમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા તે સમયે છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. ત્યારબાદ તેના પરીજનોએ તેમને વુડલેંડ્સ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
48 વર્ષીય સૌરવ ગાંગુલીની અહીં એંજિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તેમની હૃદયની નસોમાં સ્ટેંટ મુકવામાં આવ્યો હતો. સૌરવ ગાંગુલીની એક ધમનીની એંજિયોપ્લાસ્ટી થઈ હતી. પરંતુ તે સિવાય તેમના હૃદયની અન્ય નસોમાં પણ બ્લોકેજ છે. ડોક્ટરોએ તેમને ત્યારે પણ નિયમિત રીતે ચેકઅપ કરાવવાની સલાહ આપી હતી. જો કે તે સમયે તેમનું સ્વાસ્થ્ય સુધારા પણ જણાતા બાકીની નસોના બ્લોકેજ અંગે પાછળથી નિર્ણય લેવાનું નક્કી કર્યું હતું.
BCCI Chief Sourav Ganguly being taken to Apollo Hospital in Kolkata after he complained of chest pain. More details awaited.
(File photo) pic.twitter.com/e72Iai7eVz
— ANI (@ANI) January 27, 2021
પહેલી સર્જરી વખતે ડોક્ટરોએ જણાવ્યું હતું કે સૌરવ ગાંગુલીના હૃદયમાં બે બ્લોકેજ હતા જે ક્રિટીકલ હતા. તેમાંથી એકની સારવાર થઈ ગઈ હતી.
મહત્વપૂર્ણ છે કે સૌરવ ગાંગુલી ભારતના સૌથી સફળ સાબિત થયેલા કેપ્ટનમાંથી એક છે. ગાંગુલીએ ભારત માટે 113 ટેસ્ટ અને 311 વનડે રમ્યા છે. તેણે 1996માં ઈંગ્લેડ વિરુદ્ધ પહેલા જ ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી અને પોતાની કારર્કિદીની દમદાર શરુઆત કરી હતી. ગાંગુલીની કેપ્ટનસાં ટીમ ઈંડિયા 1983 અને 2003માં વર્લ્ડ કપ ફાઈનલ સુધી પહોંચી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "‘દાદા’ને 20 દિવસમાં ફરી છાતીમાં દુખાવો થતા કોલકત્તાની હોસ્પિટલમાં કરાયા દાખલ"
ટિપ્પણી પોસ્ટ કરો