આ તારીખથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવાનો રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, જાણો તમામ માહિતી એક ક્લિકે
1લી ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 9 અને 11ની સ્કૂલો, ધોરણ 9થી 12ના જ ટ્યૂશન ક્લાસિસને મળી મંજૂરી.
કોરોનાની મહામારીને કારણે વર્ષ 2020માં લૉકડાઉન કરવામાં આવ્યું હતું, જેના કારણે શાળાઓ અને કોલેજો પણ ઠપ થઈ ગઈ હતી પણ, બાળકો અભ્યાસથી વંચિત ના રહી જાય એ માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. હવે નવા વર્ષમાં એટલે કે વર્ષ 2021માં ધોરણ 10 અને 12ની સ્કૂલો 11 જાન્યુઆરીના રોજ શરૂ કરવામાં આવી હતી. એ પછી આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક પૂરી થયા પછી ધોરણ 9થી 11ની સ્કૂલો પણ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેબિનેટની બેઠક મળી એ પછી જાહેરાત કરી કે રાજ્યમાં ધોરણ 9 અને 11ની સ્કૂલો 1લી ફેબ્રુઆરીથી શરૂ કરાશે. એટલું જ નહીં પણ કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે, ટ્યૂશન ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. ધોરણ 9થી 12ના જ ટ્યૂશન ક્લાસિસ માટેની જ મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા 8 જાન્યુઆરીના રોજ જે ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી હતી એનું પાલન કરવાનું રહેશે.
જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને મળેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને કોરોનાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં જે વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા હોય તેમને 31 જાન્યુઆરી સુધી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે.
કોવિડ-19ની પરિસ્થિતિને કારણે જે બાળકો શાળા પ્રવેશથી વંચિત રહી ગયેલા હોય તેમને પ્રવેશ આપવા અંગે ચાર વખત મુદત લંબાવવામાં આવી હતી. પણ હવે પ્રવેશની કામગીરી પણ સ્કૂલો તરફથી પુરી થઈ જ ગઈ હોવાથી એ માટેની તારીખ હવે પછી લંબાવવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવા માટેની આ છેલ્લી તક આપવામાં આવે છે.
Schools for classes 9 and 11 to start from February 1, following COVID19 guidelines: Gujarat Education Minister, Bhupendrasinh Chudasama pic.twitter.com/0A0XahVSEH
— ANI (@ANI) January 27, 2021
તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે માર્ચ મહિનામાં લોકડાઉન થયા બાદ હવે 9 મહિના બાદ 11 જાન્યુઆરીએ રાજ્યમાં ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓ આનંદ અને ઉત્સાહ સાથે સ્કૂલે આવ્યા હતા. વાલીઓ અને શિક્ષકોના ચહેરા પર સ્કૂલો શરૂ થયાનો આનંદ વર્તાઈ રહ્યો હતો. તમામ વિદ્યાર્થીઓએ સરકારની ગાઈડલાઇન્સનું પાલન કરી સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો.
ઓલ ગુજરાત વાલીમંડળ દ્વારા પણ સરકારની આ જાહેરાતને આવકારવામાં આવી છે. વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે સ્કૂલોએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામા આવેલી SOPનું ધ્યાન રાખવું પડશે. તે સિવાય ટ્યુશન ક્લાસિસ શરૂ કરવાની જે વાત છે એમાં કલાસ ખૂબ જ નાના હોય છે અને કોમર્શિયલ બિલ્ડિંગમાં હોય છે. ટ્યુશન ક્લાસિસમાં સખ્ત પણે SOP અને ફાયર સેફ્ટીનું ધ્યાન રાખવું પડશે.
આ સિવાય તેમને જણાવ્યું હતું કે જ્યારે કોઈપણ બાળક કોરોનાથી સંક્રમિત થશે તો તેની જવાબદારી જે તે ટ્યુશન ક્લાસીસની રહેશે. આ ક્લાસિસ જો પુરતી સાવચેતી નહિ રાખે તો તેની સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવા હું વાલી મંડળ તરફથી રાજ્ય સરકારને વિનંતી કરું છું.
સ્કૂલો અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે
સ્કૂલ-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા અને સફાઇની સગવડ કરવી પડશે. વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ. એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.
વિદ્યાર્થીઓનું થર્મલગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી. સ્કૂલે આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.
ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત્ રહેશે. સ્કૂલ-કોલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરાવવી પડશે
વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે. વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે એ જોવાનું પણ જણાવવામાં આવશે.
સામૂહિક પ્રાર્થના–મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે.
સ્કૂલ-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય એ માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે એવું આયોજન આચાર્ય-પ્રિન્સિપાલે ગોઠવવાનું રહેશે. વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ સ્કૂલમાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠા એસાઇન્મેન્ટ કરે એવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે.
જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ સ્કૂલ તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.
વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે, એ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ તારીખથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવાનો રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, જાણો તમામ માહિતી એક ક્લિકે"
ટિપ્પણી પોસ્ટ કરો