2 વર્ષના છોકરાએ તેના માતા-પિતાની વર્ષોની મહેનત પર પાણી ફેરવી નાંખ્યું, કરી નાંખ્યો આટલો મોટો કાંડ
નાના બાળકો ક્યારેક એવા કાંડ કરી નાંખે કે માતા પિતાએ સપનામાં પણ વિચાર્યું ન હોય. ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં માતા પિતાએ માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો હતો. કારણ કે નુકસાની જ એટલી મોટી હતી. એક માસૂમ બાળકને તેના નાના પગથી હજુ ચાલવાનું અને મોથી બોલવાનું મમ્મી-પપ્પા પાસેથી શીખ્યું જ હતું, પરંતુ કોઈને શું ખબર હતી કે 2 વર્ષનો બાળક આટલું મોટું કામ કરી નાંખશે કે જેનાથી માતાપિતાની આંખોમાં આંસુ આવશે. હા, આજે અમે તમને એક 2 વર્ષના બાળક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે 1 મિનિટમાં તેના માતાપિતાની વર્ષોથી મહેનત વેરવિખેર કરી નાખી હતી. તો આવો જાણીએ આ બાળકના કાંડ વિશે…

તમારા ચહેરા પર થોડું હાસ્ય આવશે તે જાણ્યા પછી કે યુ.એસ. રાજ્યના ઉતાહમાં એક વિચિત્ર અને ગરીબ કેસ બન્યો છે, પરંતુ જો તમે ઉંડાણથી વિચારશો, તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને 24 કલાક તમારા ઘરના નાના બાળકોને જ જોયા કરશો. તો ચાલો તમને એક 2 વર્ષના બાળક દ્વારા કરાયેલ આઘાતજનક કૃત્ય વિશે જણાવીએ દઈએ. તમને જણાવી દઈએ કે અમેરિકામાં એક દંપતીને ફૂટબોલ મેચ જોવી હતી, પરંતુ મોંઘા ટિકિટોના કારણે તેઓ ઇચ્છે તો પણ મેચ જોઈ શકતા નહોતા. જેના કારણે તેણે એક પ્લાન બનાવ્યો હતો કે તે બચત કરીને તેની ટિકિટના પૈસા ઉમેરશે અને પછી તેની ઇચ્છા પૂરી કરશે.

દંપતીએ બનાવેલ આ પ્લાન લગભગ પૂર્ણ થઈ ગયો હતો. બંને પતિ-પત્નીએ એક સાથે એક વર્ષમાં 1060 ડો0લર (આશરે 78 હજાર રૂપિયા) એકત્રિત કર્યા, પરંતુ આ 2 વર્ષના બાળકએ આ વર્ષની સખત મહેનત અને મેચ જોવાનું સપનું ભંગ કરી નાંખ્યું. કારણ કે તેણે બધી નોટોને પેપર કટીંગ મશીનમાં નાંખી દીધી. જેના કારણે 1060 ડોલરના નાના નાના કટકા થઈ ગયા હતા.

તે જ સમયે બેન અને જેકી કહે છે કે તેમના 2 વર્ષના પુત્ર લીયોને પૈસાને કાગળ સમજી લીધા હતા. જેના કારણે તેણે પૈસા ભરેલા પરબીડિયાને શેડર એટલે કે કાગળ કટિંગ કરવાના મશીનમાં મૂકી દીધા હતા અને બધા જ પૈસાના કટકે કટકા થઈ ગયા હતા. હવે આ ઘટના ચારેકોર વાયરલ થઈ રહી છે અને લોકો આ દંપતી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. તો કોઈનું કહેવું છે કે માતા પિતાએ આવી વસ્તુ બાળકોથી દુર જ રાખવી જોઈએ.
0 Response to "2 વર્ષના છોકરાએ તેના માતા-પિતાની વર્ષોની મહેનત પર પાણી ફેરવી નાંખ્યું, કરી નાંખ્યો આટલો મોટો કાંડ"
ટિપ્પણી પોસ્ટ કરો