ઉંઘની ગોળીએ લઈને થાક્યા હોય તો અપનાવો આ દેશી નુસખા, અનિંદ્રાની સમસ્યા થશે દૂર
આજના સમયમાં આટલી હરીફાઈ છે કે લોકો કામ અને કારકીર્દિના ચક્કરમાં પોતાનું ધ્યાન નથી રાખી શકતા. તેમના જીવનમાં એટલું દબાણ હોય છે કે તેઓ યોગ્ય રીતે સૂઈ પણ શકતા નથી, તેમની પાછળ એક ડર રહેલો હોઈ છે કે કોઈ તેમની આગળ ન નિકળી જાય. પછી જ્યારે તેઓ થાકી જાય છે અને સુવાની કોશીશમાં આખી રાત જતી રહે છે.

પરંતુ ઉંઘ તેમની આસપાસ પણ નથી ફરકતી. પછી મજબૂરીમાં તે લોકો ઉંઘની ગોળીઓ ખાય છે. ઘણા લોકોને તો એક ગોળીએ ઉંઘ નથી આવતી. પરંતુ આ ઉંઘની ગોળીઓ વધુ ખાવાથી શરીરમાં ઘણાં પ્રકારની સાઈડ ઈફેક્ટ થાય છે. એટલા માટે આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જેની આગળ ઉંઘની ગોળીઓ પણ ફેલ થઈ જાય છે.
અનિદ્રા એ એક બિમારી બની ગઈ છે

આજના સમયમાં અનિદ્રા એ એક બિમારી બની ગઈ છે, જેનાથી વિશ્વના ઘણા લોકો પીડિત છે, કારણ કે આ વ્યસ્ત દૈનિક જીવનમાં, કોઈને સૂવાનો સમય નથી. જેના કારણે લોકોની અંદર તાણ, ચીડિયાપણું, થાક અને અસ્વસ્થતા જોવા મળે છે. આવી સ્થિતિમાં, કેટલીક વસ્તુઓ એવી છે કે જે ખાવાથી તમને સારી ઉંઘ પણ આવ છે અને તમારે નિંદ્રાની ગોળીઓ લેવાની જરૂર પણ નહી પડે. તો ચાલો જોઈએ અસરકારક દેશી નુસખા.

1. જો તમે અનિદ્રાથી પીડાતા હોવ તો દરરોજ રાત્રે અનિદ્રાને દૂર કરવા માટે, 2 ચમચી વરિયાળીને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો. ત્યારબાદ જ્યારે વરિયાળી પાણીમાં સારી રીતે ભળી જાય, ત્યારે વરિયાળીના પાણીને નવશેકા દૂધમાં નાખીને સૂવાના સમય પહેલાં પી લો.

2. સારી ઉંઘ માટે ત્રિફલા એક સારો રસ્તો છે. ઉંઘ ન આવે તેની તકલીફ દૂર કરવા માટે, ત્રિફળા પાવડર 1 ચમચી અડધો ગ્લાસ ગરમ પાણી સાથે નિયમિત પીવો. તેનાથી તમને સારી ઉંઘ આવશે.
3. તો બીજી તરફ ભેંસનું દુધ અને અશ્વગંધા પણ ઉંઘની સમસ્યા માટે સારો ઓપ્શન છે. એક કપ ભેંસના દૂધમાં એક કપ પાણી ઉમેરી તેમાં પાંચ થી ૧૦ ગ્રામ અશ્વગંધા ચૂર્ણ અને જરૂરી સાકર કે ખાંડ નાખી ધીમા તાપે ઉકાળો. પાણી બળી જાય એટલે ઉતારીને નવશેકું હોય ત્યારે રોજ રાત્રે સૂતા પહેલા એક કલાક પહેલા પી લો. તમને જણાવી દઈએ કે હાઇ બીપી ન રહેતી હોય તેવા લોકો અશ્વગંધા સાથે પીપરીમૂળ પણ ઉમેરી શકે છે.

4. આ ઉપરાંત રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર તેલથી માલિશ કરવાથી સારી ઉંઘ આવે છે.
5. ગળ્યા પદાર્થો ઉંઘ લાવવામાં સહાયક હોય છે. રોજ રાત્રે સૂતા પહેલા પચાસ ગ્રામ ગોળ કે કોઈ મીઠી વસ્તુ ખાવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થઈ જાય છે. પણ ડાયાબિટીસના દર્દીઓએ આ પ્રયોગ ન કરવો જોઈએ.

6. આ ઉપરાંત જટામાસી, બ્રાહ્મી, મુલેઠી, શંખપુષ્પી, શતાવરી,આમળા,અશ્વગંધા, ખુરાસાની, અજમો આ બધાને 50 50 ગ્રામ લઈને ઝીણું ચૂર્ણ બનાવી લો. રાત્રે સૂતા પહેલા 5 ગ્રામ ચૂરણ દૂધ સાથે લો. થોડા દિવસ માં જ તમને ફરક જોવા મળશે અને ઉંઘની સમસ્યાથી રાહત મળશે.

7. આ ઉપરાંત ઘણી એવી આદતો હોય છે તેને અનુસરવાથી પણ ઉંઘની સમસ્યા દૂર થાય છે. સૂવાના બે કલાક પહેલા રાત્રે જમી લેવુ જોઈએ. જમીને તરત સૂવું ન જોઈએ અને રાત્રે ખોરાક હળવો હોવો લેવો જોઈએ. આ ઉપરાંત રાત્રે સુવાના એક કલાક પહેલા મોબાઈલ અને કમ્પ્યુટરનો ઉપયોગ કરવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ઉંઘની ગોળીએ લઈને થાક્યા હોય તો અપનાવો આ દેશી નુસખા, અનિંદ્રાની સમસ્યા થશે દૂર"
ટિપ્પણી પોસ્ટ કરો