કાયમ માટે કબજિયાતથી રાહત મેળવવી છે તો કરી લો આ ખાસ ઉપાયો આજથી જ
કબજિયાત શબ્દ તો નાનો લાગે છે પણ તે સમસ્યા મોટી અને મુશ્કેલ લાગે છે. જે લોકોને કબજિયાતની સમસ્યા રહે છે તેઓ સારી રીતે તેને સમજી શકે છે. પેટ સાફ ન થવાથી શારિરીક મુશ્કેલીઓની સાથે અનેક સ્કીન સંબંધી તકલીફો પણ આવે છે. એવામાં તમારે કેટલીક આદતોને જલ્દી જ સુધારી લેવી જોઈએ. જેથી તમે ઝડપથી રાહત મેળવી શકો.

કબજિયાતની વાત કરીએ તો સામાન્ કબજિયાતથી લઈને ગંભીર પરેશાની આવી શકે છે. તેનાથી તમે ક્યારેક ક્રોનિક કોન્સ્ટિપેશન અને યાત્રા સમયે ઉંમરથી સંબંધિત કબજિયાતનો પણ શિકાર બની શકો છો. કબજિયાત તમારા આંતરડામાંથી મળ છોડી શકતી નથી અને તમને સમસ્યા રહે છે.
લીંબુ પાણી

લીંબુ પાણી શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. જો ક્યારેક કબજિયાત રહેતી હોય તો એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરો અને પીઓ. તેનાથી રાહત મળી શકે છે.
દૂધ અને દહીં
કબજિયાતની સમસ્યા માટે પેટમાં સારા બેક્ટેરિયાનું હોવું જરૂરી છે. સાદું દહીં તમને પ્રોબાયોટિક મળી રહે છે. તેને તમે તમારા ડાયટમાં 2 વાર સામેલ કરો. આ સિવાય જો તકલીફ રહે તો એક ગ્લાસ દૂધમાં 1થી 2 ચમચી ઘી મિક્સ કરીને રાતે સૂતા સમયે પીવાથી પણ લાભ મળે છે.
આયુર્વેદિક દવા

સૂતા પહેલાં 2થી 3 ત્રિફળા ટેબ્લેટને ગરમ પાણીની સાથે લો. ત્રિફળા હરડે, બહેડા અને આમળાથી બને છે. આ ત્રણેય પેટને માટે લાભદાયી રહે છે. રાતને સમયે ત્રિફળા લેવાથી તે કામ શરૂ કરે છે અને સવારે પેટ સાફ આવે છે.
ફાઈબરનું પ્રમાણ વધારો

એક દિવસમાં એક મહિલાએ 25 ગ્રામ ફાઈબર લેવું. પુરુષે 30-35 ગ્રમ ફાઈબર લેવું જરૂરી હોય છે. તેનાથી પાચનતંત્રને ફરીથી ટ્રેક પર લાવી શકાય છે અને કબજિયાતથી રાહત મેળવી શકાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "કાયમ માટે કબજિયાતથી રાહત મેળવવી છે તો કરી લો આ ખાસ ઉપાયો આજથી જ"
ટિપ્પણી પોસ્ટ કરો