જો તમારે કોરોનાથી મોતનું જોખમ ઓછુ કરવુ હોય તો આજથી જ વધારવા લાગો આની માત્રા
દુનિયાભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 30 કરોડને પાર પહોંચી છે. વાઈરસના નવા સ્ટ્રેન અને સીમિત વેક્સિન વચ્ચે સંક્રમણ સામેની લડત ચાલું છે. તેવામાં WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ નવી એડવાઈઝરી જાહેર કરી છે.
WHOના પ્રવક્તા માગ્રેટના જણાવ્યા પ્રમાણે, રિકવરી પછી પણ દર્દીઓમાં લક્ષણો જોવા મળી રહ્યા છે. જો તમે શરીરમાં લોહીની ગાંઠો રોકવાની દવાઓ લઈ રહ્યા છો તો તેના ડોઝ ઘટાવી દો. જાણો WHOએ અન્ય શું સલાહ આપી…

ઓક્સીજન લેવલ ચેક કરતાં રહો
WHOનું કહેવું છે કે, કોરોનાના દર્દીઓએ પલ્સ ઓક્સીમેટ્રીનો ઉપયોગ કરવો જોઈએ. તેની મદદથી ઘરે જ ઓક્સીજન લેવલ ચેક કરી શકો છો.
ઓક્સીજન લેવલ ઘટે તો તરત ડૉક્ટરનો સંપર્ક કરો.
અલગથી ઓક્સીજન લો તો પેટના બળે સૂઈ જાઓ

દર્દી જો હોસ્પિટલમાં દાખલ છે અને અલગથી તેને ઓક્સીજન આપવામાં આવી રહ્યું છે તો તેને પેટના બળે સૂવાડો. તેનાથી શરીરમાં ઓક્સીજનનો ફ્લો સારો રહે છે.
દવાઓનો ડોઝ ઓછો કરો
WHO પ્રમાણે, લોહીમાં ગાંઠો રોકવાની દવાઓ લેતા હો તો તેના ડોઝ ઓછા કરો. હાઈ ડોઝ વધારે તકલીફ આપી શકે છે.

2022 સુધી વેક્સિનેશન ચાલશે
WHOના જણાવ્યા પ્રમાણે, ચીન અને ભારતની જનસંખ્યાને જોતાં એક વાત સ્પષ્ટ છે કે અહીં કોરોના વેક્સિનેશનનો પ્રોગ્રામ 2022 સુધી ચાલશે. દુનિયાના 85 ગરીબ દેશોમાં 2023 પહેલાં તો વેક્સિન પણ ઉપલબ્ધ નહિ થાય.
ઓમેગા-3 કોવિડથી મોતના જોખમને ઓછુ કરે છે

એક નવા અભ્યાસ અનુસાર જે લોકોના લોહીમાં ઓમેગા-3નું ઉંચુ પ્રમાણ હોય છે તે લોકોમાં કોવિડ-19 ઇંફેક્શનના કારણે મરવાનું જોખમ ઓછુ થઇ જાય છે. અમેરિકાના લૉસ એંજેલેસ સ્થિત ફેટી એસિડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ અને સેડાન-સિનાઇ મેડિકલ સેંટરના રિસર્ચર્સે એક અભ્યાસ કર્યો જેમાં પહેલીવાર તે પુરાવા સામે આવ્યા છે કે લોહીમાં ઓમેગા-3નું ઉંચુ પ્રમાણ હોય તો કોવિડ-19 ઇંફેક્શનના કારણે થતા મૃત્યુનું જોખમ ઓછુ થઇ જાય છે. આ રિપોર્ટને પ્રોસ્ટાગ્લેન્ડિસ, લ્યૂકોટ્રાઇન્સ એન્ડ ઇંસેંશિયલ ફેટી એસિડ નામના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.
કોવિડ-19 અને ઓમેગા-3 વચ્ચે શું છે લિંક

આ સ્ટડીમાં કોવિડ-19ના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા 100 દર્દીઓને સામેલ કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન તેના હોલીના સેંપલ પણ લેવામાં આવ્યા. ઓમેગા-3 ઇંડેક્સ માટે પણ લોહીની તપાસ કરવામાં આવી. EPA અને DHA જેવા ઓમેગા-3ની એંટી-ઇન્ફ્લેમેટરી અસર કોવિડ-19ના દર્દીઓમાં મૃત્યુનું જોખમ ઘટાડી શકે છે. જો કે આ એક નાના સ્તરે કરવામાં આવેલો અભ્યાસ છે તેથી આ વાતને સંપૂર્ણ રીતે સાબિત કરવા માટે હજુ મોટા પાયે અભ્યાસની જરૂર છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "જો તમારે કોરોનાથી મોતનું જોખમ ઓછુ કરવુ હોય તો આજથી જ વધારવા લાગો આની માત્રા"
ટિપ્પણી પોસ્ટ કરો