તારક મહેતા..માં ફરી જોવા મળશે દયા? જેઠાલાલ-દયાની આ તસવીર હાલમાં થઇ રહી છે ધડાધડ વાયરલ, શું તમે જોઇ?
ટીવીના પોપ્યુલર કોમોડિ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મમાં દિશા વાકાણી એટલે કે દયાબેનની વાપસીની વાતો થઈ રહી છે. દયાબેન અને જેઠાલલા ની ઉફ્રે દિશા વાકાણી અને દિલિપ જોશીની શો પ્રોડ્યુસર અસિત મોદી સાથેની સેલ્ફી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. અને એટલે જ લોકો ક્યાસ કાઢી રહ્યા છે કે, દિશા વાકાણી શોમાં પરત ફરશે.

Tarak Mehta Ka Ooltah chashma ટીવીના સૌથી પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ તાજેતરમાંજ 3000 એપિસોડ પૂરા કર્યા છે. અને છેલ્લા 12 વર્ષથી અવિરત લોકોને હસાવતો આ શો મનોરંજનના ઈતિહાસમાં એક સુર્વણ પાના સમાન છે. દર્શકોના દિલો પર રાજ કરના આ શોમાં દયાબેનને તમામ ઓડન્સ મિસ કરે છે.

આ પ્રસંગે અભિનેતા દિલિપ જોશી એટલે કે જેઠાલાલ ગડાની એક સેલ્ફી હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તે એકદમ જ વાયરલ બની છે. આ વાયરલ ફોટાની સાથે જ એ ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે, દયા બેન ઉર્ફે દિશા વાકાણી શોમાં પરત ફરી શકે છે. દિશા વાકાણીએ ત્રણ વર્ષ પહેલા આ શો છોડી દીધો હતો એ વખતે તે પ્રેગન્ટ હતી અને મેટરનીટી બ્રેક લીધો હતો. એ પછી ઘણીવાર દયાબેન પરત ફરશે તેવી જાહેરાત બાદ પણ દિશા વાકાણી શો પર પરત ફરી ન હતી.
મેકર્સે કર્યો વારંવાર દિશા વાકાણીનો સંર્પક

આ શોમાં વારંવાર દિશા વાકાણીને પરત આવવા માટે મેકર્સ દ્વારા પણ સંર્પક કરવામાં આવતા હતા. ગયા વર્ષે લોકડાઉન ખુલ્યા બાદ ફરીથી દિશા વાકણીને શોમાં પરત ફરવા માટે મનાવવામાં સંપર્ક સાધવામાં આવ્યો હતો. ત્યારે એવી અટકળો અને સંભાવનાઓ હતી કે દિશા વાકાણી નવરાત્રીથી શોમાં સામેલ થશે પરંતુ એ ખબર પણ અટકળ બનીને જ રહી ગઈ. પછી કોરોના વેક્સિન બાદ તે શોને ફરી જોઈન કરશે તેવી વાત પણ વહેતી થઈ પણ એમાં પણ દર્શકોએ નિરાશ થવું પડ્યુ. ત્યારે આ તસવીરે દર્શકોમાં આશા જગાવી છે.
જૂની તસવીર થઈ રહી છે વાયરલ

સોશિયલ મીડિયામાં દિલિપ જોશી અને દિશા વાકાણીની વાયરલ થઈ રહેલી તસવીર ખુબ જુની છે. અને કોઈ અડવીતરા દર્શકે તેને વાયરલ કરી છે. આ ફોટામાં શોના પ્રોડ્યુસર અસિત મોદી અને બબીતા પણ જોવા મળી રહ્યા છે.
શું ઈચ્છે છે દર્શકો?

દર્શકો ઈચ્છી રહ્યા છે કે, દયા બેન આ વખતે શોમાં પરત ફરે. વારંવાર એવી આશા જાગે છે કે, દયાબેન એટલે કે દિશા વાકાણી શોમાં પરત આવશે પણ દર્શકોને હંમેશા નીરાશા જ સાંપડી રહી છે ત્યારે આ શો છોડે દિશા વાકાણીને 3 વર્ષ થયા તેમ છતાં દર્શકો તેમની રાહ જુએ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "તારક મહેતા..માં ફરી જોવા મળશે દયા? જેઠાલાલ-દયાની આ તસવીર હાલમાં થઇ રહી છે ધડાધડ વાયરલ, શું તમે જોઇ?"
ટિપ્પણી પોસ્ટ કરો