કોરોના કાળમાં કાશ્મીર ના જવાય તો અચુક લેજો ગુજરાતના આ મીની કાશ્મીરની મુલાકાત, થઇ જશો એકદમ રિલેક્સ
વરસાદી વાતાવરણમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે સાબરકાંઠા જીલ્લાનાં વિજયનગર તાલુકામાં આવેલા પોળો ફોરેસ્ટે જાણે નવવધુનાં શણગાર સજ્યા છે અને હાલ તેના આ શણગાર માણવા ગુજરાત સહિત રાજસ્થાનમાંથી હજારો પર્યટકો ઉમટી પડે છે.

સાબરકાંઠા જીલ્લાનાં મીની કાશ્મીર એવાં વિજયનગરનાં પોળો ફોરેસ્ટમાં લીલાછમ વૃક્ષો, વહેતાં ઝરણા અને
અને એમાંય કુદરતી સૌંદર્યમાં ફોટોગ્રાફી ગમતી હોય તો ઉપડી જાઓ પોળો.

પોલો સિટી હર્ણાવ નદી બાજુમાં પથરાયેલું છે, એક પૌરાણિક પાણીનું માળખુ જેની પુરાણોમાં પણ નોંધ લેવામાં આવી છે. 10મી સદીમાં ઈડરના પરિહર રાજા દ્વારા નિર્માણ પામેલું અને તેને મારવાડના રાઠોડ રાજપૂતે જીત્યું હતું. પોળના નામ પરથી આ નામ પાડવામાં આવ્યું છે. મારવાડીની ભાષામાં તેને ‘ગેઈટ’ તરીકે ઓળખવામાં આવે છે જે લોકો રાજસ્થાન અને ગુજરાતની વચ્ચે રહે છે.ડેમ ખરેખર હર્ણાવ નદીની બાજુમાં નિર્માણ પામ્યો છે, આ ડેમ એન નાનો ચેક ડેમ છે. બારેમાસ વહેતું નાનું ઝરણું. ત્યાં એક નાનો બ્રિજ છે જેને કોસ કરતા જ તમને સુંદર જંગલ તરફ લઈ જશે. આ બ્રિજ બાળકો માટે એક સારી અને નાની ટ્રીપ જેવું લાગે. ત્યાંથી પસાર થવાની મજાં આવી કેમ ક્યાં ત્યાં પાણીનો વહેતો ધોધ છે. ત્યાંથી માત્ર સો મીટર દૂરથી જ તમને પૌરાણિક મંદિરોનો નજારો દેખાઈ આવે.

મીની કાશ્મીર ગણાતા પોળો ફોરેસ્ટમાં કુદરતી નજારો
ધુમ્મસ ભર્યા વાતાવરણથી પોળો ફોરેસ્ટમાં અદ્વભુત નજારો
પોળો ફોરેસ્ટની ગીરી કંદરાઓના શિખર ઠંકાયા
અરવલ્લીની ગીરીકંદરાઓમાં અને ઝરણાઓ મનમોહક વાતાવરણ

ખળ ખળ ઝરણા વચ્ચે કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો
કયા સમયે અહીં જવું જોઈએ : નવેમ્બરથી જાન્યુઆરી
એક વાત યાદ રાખવી કે અહીં જાવ ત્યારે પીવા માટેનું પુરતું પાણી અને જમવાનું સાથે રાખવું. કારણ કે ઈડર બાદ વિજયનગર રોડ પર એકપણ હોટલની સુવિધા નથી જેનાથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.
પોલો ફોરેસ્ટ નથી જોયું, તો કશું નથી જોયું…

એક રાત તો વિતાવો પોલો ફોરેસ્ટ માં…
પ્રકૃતિ ના ખોળે કુદરતના સાનિધ્યમાં…
અદ્દભુત નજારો જોવા એકવાર તો અવશ્ય પધારો…
અહીં પહાડોની ગિરિમાળાઓ વચ્ચે પથરાયેલા છે
પવિત્ર ગુજરાતી સાહિત્યના વારસા સમાન

વર્ષોથી અખંડ ઊભા રહેલા જુનવાણી અને મનમોહક મંદિરો
જે આપણી નજરોને આક્રષિત કરશે…
એકવાર જોવા જરૂર પધારો…
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કોરોના કાળમાં કાશ્મીર ના જવાય તો અચુક લેજો ગુજરાતના આ મીની કાશ્મીરની મુલાકાત, થઇ જશો એકદમ રિલેક્સ"
ટિપ્પણી પોસ્ટ કરો