હવે આ 4 સરકારી બેંકોનું ટૂંક સમયમાં જ થઇ જશે… જાણી લો જલદી શું છે સરકારની આ નવી યોજના
કેન્દ્ર સરકાર (Modi Government) દ્વારા થોડાક સમયમાં હજી વધારે ચાર બેંકોનું ખાનગીકરણ (Bank Privatisation)કરવામાં
આવી શકે છે. એક સમાચાર પત્રમાં જણાવ્યા મુજબ, સરકારના ખાનગીકરણના આવનાર ચરણમાં ૪ મધ્યમ કદની રાજ્યો દ્વારા સંચાલિત
બેંકો પર પોતાની પસંદગી ઉતારવામાં આવી છે. જેનું જલ્દી જ ખાનગીકરણ થઈ શકે છે. સુત્રો દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી મુજબ કેન્દ્ર
સરકારની ખાનગીકરણની લિસ્ટમાં બેંક ઓફ મહારાષ્ટ્ર (Bank Of Maharashtra), બેંક ઓફ ઈન્ડિયા (BOI), ઈન્ડીયન ઓવરસીઝ બેંક
(Indian Overseas Bank) અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (Central Bank Of India)ના નામ સામેલ કરવામાં આવ્યા છે. સુત્રોનું
વધારે જણાવવું છે કે, વધુમાં વધુ ૬ મહિનામાં આ બધી જ ચાર બેન્કોનું ખાનગીકરણ કરી દેવામાં આવશે.
જાણીશું શું છે સરકારનો આવનાર સમયનો નવો પ્લાન?

સરકારી બેંકોને વેચી દઈને સરકાર મહેસુલ વસુલ કરીને કમાણી કરવા ઈચ્છે છે જેથી કરીને તે નાણાનો ઉપયોગ સરકારી યોજનાઓમાં કરી
શકાય. હવે સરકાર મોટાપાયે પ્રાઈવેટાઈઝેશન (ખાનગીકરણ) કરવાની યોજના બનાવી રહી છે. વર્તમાન સમયમાં બેન્કિંગ ક્ષેત્રમાં સરકાર
મોટી ભાગીદારી ધરાવે છે, જેમાં હજારો કમચારીઓ નોકરી કરે છે. જો કે, બેંકોનું ખાનગીકરણ કરવું એ ઘણું જોખમ ભરેલ પગલું છે બેંકોનું
ખાનગીકરણ કરવાથી બેન્કોમાં કામ કરતા કર્મચારીઓ પર તેની અસર જોવા મળી શકે છે.
બજેટમાં નાણા મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

આપને જણાવી દીએકે, નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ વખતે પોતાના કેન્દ્રીય બજેટ ૨૦૨૧ના પોતાના ભાષણમાં પણ એવી
જાહેરાત કરી દીધી હતી કે, સાર્વજનિક ક્ષેત્રની બે બેંક અને એક સાધારણ વીમા કંપનીનું પ્રાઈવેટાઈઝેશન કરી દેવામાં આવશે કેમ કે, અત્યારના સમયમાં કેન્દ્ર સરકાર વિનિવેશ કરવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એટલું જ નહી, કેન્દ્ર સરકાર ભારત પેટ્રોલીયમમાં પણ વિનિવેશ (Disinvestment) કરવાની યોજના બનાવવામાં આવી છે.
રહેશે ફક્ત ૫ જ સરકારી બેંક.

આપને જણાવીએ કે, હાલના સમયમાં કેન્દ્ર સરકાર દેશની સરકારી બેંકો (PSU Banks) માંથી અડધા કરતા વધારે બેંકનું ખાનગીકરણ (Privatization) કરવાનું આયોજન કરી રહી છે. જો તમામ આયોજન તેની યોજના મુજ્ન થશે તો નજીકના સમયમાં દેશમાં ફક્ત ૫ જ સરકારી બેંકોનું અસ્તિત્વ રહી જશે. બેંકિંગ ક્ષેત્રમાં છેલ્લા ત્રણ વર્ષમાં વિલય અને ખાનગીકરણની પ્રક્રિયાને ધ્યાનમાં રાખતા સરકારી બેંકોની સંખ્યા પહેલા ૨૭ હતી જે હવે ૧૨ જેટલી જ રહી ગઈ છે, તેને પણ કેન્દ્ર સરકાર હવે ૫ સુધી જ મર્યાદિત કરવાની યોજના બનાવી રહી છે. એના માટે નીતિ આયોગ દ્વારા બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરી લેવામાં આવી છે.
વર્તમાન સમયમાં સરકારી બેંકો

ભારતીય સ્ટેટ બેંક (SBI)
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (CBI)
બેંક ઓફ ઈન્ડિયા (BOI)
બેંક ઓફ મહારાષ્ટ્ર (BOM)
યુકો બેંક
પંજાબ અને સિંધ બેંક

ઇન્ડીયન ઓવરસીઝ બેંક
બેંક ઓફ બરોડા+ દેના બેંક+ વિજયા બેંક
પંજાબ નેશનલ બેંક+ ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ+ યુનાઈટેડ બેંક
કેનરા બેંક+ સીન્ડીકેટ બેંક
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા+ આંધ્ર બેંક+ કોર્પોરેશન બેંક
અલ્હાબાદ બેંક+
ભારતીય બેંક.
0 Response to "હવે આ 4 સરકારી બેંકોનું ટૂંક સમયમાં જ થઇ જશે… જાણી લો જલદી શું છે સરકારની આ નવી યોજના"
ટિપ્પણી પોસ્ટ કરો