શું તમે જાણો છો આ 5 વસ્તુને મિક્સ કરીને બનાવાય છે દૂધને વધારે પડતુ ઘાટું? આ રીતે ચેક કરો તમે પણ
મિત્રો, આપણા શાસ્ત્રોમા પણ દૂધને સંપૂર્ણ ભોજન તરીકે ઓળખાવવામા આવ્યો છે અને જો તમે આખા દિવસમા કોઈપણ ભોજન કરો નહિ અને ફક્ત દૂધનુ જ સેવન કરો તો તમને તમામ આવશ્યક પોષકતત્વો મળી રહે છે પરંતુ, હાલ પ્રવર્તમાન સમયમા જે રીતે દૂધમા ભેળશેળ કરવામા આવે છે તેથી, તેની શુદ્ધતા ઘટે છે અને તેના કારણે સમગ્ર દૂધ આપણા માટે જોખમી બની જાય છે અને તે આપણા શરીર માટે ખુબ જ હાનીકારક સાબિત થાય છે.

કેટલીકવાર એવુ બને છે કે, દૂધ એ ફક્ત પાણી સાથે જ મિક્સ થતુ નથી પરંતુ, તેમા તેનુ પ્રમાણ વધારવા માટે અનેકવિધ રસાયણોની પણ ભેળશેળ કરવામાં આવતી હોય છે. આ રસાયણો તમારા માટે ખુબ જ જીવલેણ સાબિત થઇ શકે છે અને તે તમને બીમાર પણ બનાવી શકે છે. ફક્ત એટલુ જ નહી પરંતુ, વિકસતા બાળકોના વિકાસમા તે તમારા માટે અવરોધરૂપ પણ સાબિત થઇ શકે છે. તો ચાલો આજે જાણીએ દૂધમા થયેલા ભેળશેળને આપણે કેવી રીતે ઓળખી શકીએ છીએ.
પાણી :

તમે જમીનની સપાટી પર એક દૂધનુ ટીપુ રેડો. જો દૂધ શુધ્ધતા ધરાવતું હશે તો તે ટીપુ ધીમે-ધીમે સફેદ રેખા છોડી દેશે, જ્યારે પાણીવાળા દૂધનુ ટીપું એ કોઈપણ પ્રકારના નિશાન વિના તુરંત ધોવાઈ જશે.
સ્ટાર્ચ :

લોડોઇન ના ટીનર અને લોડોઇનના સોલ્યુશનમા જો તમે થોડા દૂધના ટીપા ઉમેરો અને જો તે વાદળી થઈ જાય તો સમજી લો કે તેમા સ્ટાર્ચ છે.
યુરિયા :

જો તમે ટેસ્ટટ્યૂબમા એક ચમચી દૂધ ઉમેરો અને તેમા અડધી ચમચી સોયાબીન અથવા પાવડર ઉમેરો અને તેને બરાબર રીતે મિક્સ કરો અને ત્યારબાદ પાંચ મિનિટ પછી લાલ લિટમસ પેપર ઉમેરો અને અડધી મિનિટ પછી જો રંગ લાલથી વાદળી થઈ જાય તો દૂધમા યુરિયા હોય છે.
ડિટર્જન્ટ :
જો તમે ૫ થી ૧૦ મિલી દૂધને પાણીમા મિક્સ કરીને તેને હલાવો અને જો ફીણ બને તો તેમા ડિટર્જન્ટ સમાવિષ્ટ હોય છે.
કૃત્રિમ દૂધ :

કૃત્રિમ પદ્ધતિથી બનાવવામાં આવેલા દૂધનો સ્વાદ એકદમ કડવો હોય છે. જો તમે આ દૂધને આંગળીઓ વચ્ચે ઘસો તો તમને સાબુ જેવુ લાગે છે અને જ્યારે તમે તેને ગરમ કરો ત્યારે તે પીળાશ પકડી લે છે. આ દૂધમા પ્રોટીનનુ પ્રમાણ છે કે નથી તેની તપાસ ડ્રગસ્ટોરની યુરેરી સ્ટ્રીપમાંથી કરી શકાય છે. તેની સાથે મળેલા રંગોની યાદી દૂધમા યુરિયાનો જથ્થો સૂચવશે અને તમને આ પરથી ખ્યાલ આવી જશે કે, આ કૃત્રિમ પદ્ધતિથી બનાવેલુ દૂધ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "શું તમે જાણો છો આ 5 વસ્તુને મિક્સ કરીને બનાવાય છે દૂધને વધારે પડતુ ઘાટું? આ રીતે ચેક કરો તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો