બદલાતી સીઝનમાં વધે છે વાયરલ ઈન્ફેક્શન, આ લક્ષણો દેખાય તો થઈ જાઓ સતર્ક અને અપનાવો ખાસ ટિપ્સ
સીઝન બદલાઈ રહી છે અને તેની અસર આપણા સ્વાસ્થ્ય પર પણ થઈ રહી છે. આજકાલ શરદી- ખાંસી, તાવ, શરીર દુઃખવું અને ખાંસીની સાથે ગળામાં દર્દ જેવી સમસ્યાઓ રહે છે. જો આ લક્ષણો જોવા મળે તો તમારે પણ સતર્ક થઈ જવાની જરૂર છે. આ વાયરલ ઈન્ફેક્શનના લક્ષણ છે. વાયરલ ઈન્ફેક્શનથી બચવા માટે ઈમ્યુનિટીનું મજબૂત હોવું જરૂરી છે. ખાસ કરીને એવું જોવા મળ્યું છે કે મજબૂત ઈમ્યનિટી વાળા લોકો પર બદલાતી સીઝનની અસર થતી નથી અને તેઓ પણ વાયરલ ઈન્ફેક્શનથી બચી શકે છે. આજે અમે આપને 5 એવી ટિપ્સ વિશે જણાવીશું કે જેની મદદથી તમે પોતાની જાતને બદલાતી સીઝનમાં વાયરલ ઈન્ફેક્શનથી બચાવી શકો છો.

જો તમને નાક બંધ રહેતું હોય, શરીર દુખતું હોય કે સામાન્ય તાવ જેવી ફરિયાદ રહેતી હોય તો રાતે સૂતા પહેલાં એક ગ્લાસ દૂઘમાં થોડું દૂધ લો અને તેમાં હળદર મિક્સ કરીને તેને પી લો. તમને જલ્દી જ આ તમામ સમસ્યામાંથી રાહત મળશે અને સાથે ઊંઘ પણ સારી આવશે.

તમે હળદર અને મધની પેસ્ટ બનાવીને તેનું સેવન કરી શકો છો. હળદરમાં એન્ટી વાયરલ અને એન્ટી ઓક્સીડન્ટસના તત્વ હોય છે. જે ઈમ્યુનિટીને મજબૂત કરે છે અને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે.

આ સિવાય તમને ખાંસી અને શરદીની સીથે ગળામાં દર્દ છે તો આદુના રસનું સેવન લાભદાયી રહે છે. તેને માટે તમે એક કપ પાણીમાં તેને ઉકાળો અને સાથે તેની ચા પણ બનાવી શકો છો. આ પાણી કે ચા તમને ફાયદો કરી શકે છે. આદુના એન્ટી વાયરલ ગુણ ઇન્ફેક્શનથી બચવામાં મદદ કરે છે.

ખાંસી અને બંઘ નાક માટે તેનું સેવન ફાયદો કરે છે. આ માટે આદુને એક કપ પાણીમાં ઉકાળીને તેનું પાણી પી લો અને સાથે વાયરલ ઇન્ફેક્શનથી ઝડપથી રાહત મળશે. જૂના સમયમાં દાદી કે નાની આ જ નુસખા વાપરતા હતા.તે આજે પણ કારગર છે.
આ સિવાય તમે એક નાના વાસણમાં 4 ચમચી ઘી લો અને તેમાં 10 કાળા મરી અને મિસરી કૂટીને નાંખો. પછી આ મિશ્રણને ધીમા ગેસ પર ગરમ કરો. જ્યારે તે નવાશિયું ગરમ થાય ત્યારે એક ચમચી પી લો. તેને દિવસમાં 2 વાર ઉપયોગમાં લો. તમને રાહત મળશે.

જો તમે વાયરલ ઈન્ફેક્શન સામે લડી રહ્યા છો તો તમે રોજ એક કપ તુલસીનો ઉકાળો પીઓ. તેના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણથી તમને બદલાતી સીઝન સામે રક્ષણ મળે છે. તેને દિવસમાં એક વાર લેશો તો પણ ફાયદો થશે.
કોઈ પણ બદલાતી સીઝનમાં આ ઉપાયો કારગર નીવડે છે અને સાથે જ થોડી કસરત કરવાથી ઈમ્યુનિટી મજબૂત બને છે. વારે ઘડી બીમાર થવાનો ભય રહેતો નથી. તો તમે પણ આ બદલાતી સીઝનમાં આજથી આમાંથી કોઈ પણ ઉપાય ટ્રાય કરી શકો ચો. આ સિવાય તમે દરેક ઉપાયો અલગ અલગ પણ ટ્રાય કરી શકો છો. દરેક ઉપાય અસરકારક છે પણ તમને ચેન્જ પણ મળી રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "બદલાતી સીઝનમાં વધે છે વાયરલ ઈન્ફેક્શન, આ લક્ષણો દેખાય તો થઈ જાઓ સતર્ક અને અપનાવો ખાસ ટિપ્સ"
ટિપ્પણી પોસ્ટ કરો