આ નિર્દોષ નાનું બાળક આજે છે બોલિવૂડનો સુપર સ્ટાર, નામ જાણીને તમે પણ ચોંકી ઉઠશો, જોઇ લો તસવીરોમાં
કદાચ તમને કહીએ કે તમે બૉલીવુડ અભિનેતા ઓમકાર કપૂરને ઓળખો છો તો કદાચ બની શકે કે તમે ના પણ કહો. પરંતુ જો તમે જૂની પેઢીના એક નિયમિત બૉલીવુડ દર્શક છો તો તમને 90 ના દશકમાં રજૂ થયેલી ફિલ્મ ” માસુમ ” યાદ હશે. એ ફિલ્મમાં કિશનના પાત્રને પણ તમે ઓળખતા હશો તે સમયે માસુમ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કરી ચૂકેલા બાળકનું નામ અસલમાં ઓમકાર કપૂર છે અને હવે તે બાળ કલાકાર નથી પણ એથી પણ આગળ વધી ગયો છે. ત્યારે ચાલો આજના આ આર્ટિકલમાં આપણે ઓમકાર કપૂર વિષે થોડું ઝરમર જાણીએ.

જેમ આપણે ઉપર વાત કરી તેમાં ઓમકાર કપૂરની બૉલીવુડ કારકિર્દી બાળ કલાકાર તરીકે ફિલ્મ ” માસુમ ” થી શરુ થઇ હતી અને તે સમયે તેને આ ફિલ્મે ઘણી પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા અપાવી હતી. ત્યારબાદ ધીમે ધીમે ઓમકાર કપૂરનો ડંકો બોલીવુડમાં વાગવા લાગ્યો અને તેણે બોલીવુડના અનેક મોટા ગજાના અભિનેતાઓ સાથે કામ કર્યું. આ ખ્યાતનામ અભિનેતાઓમાં ગોવિંદા, અનિલ કપૂર, સલમાન ખાન અને શ્રીદેવી વગેરેનો સમાવેશ થાય છે.

એટલું જ નહિ તેણે જાણીતા ફિલ્મ ડાયરેક્ટરો સંજય લીલા ભણસાલી, ફરાહ ખાન અને અહેમદ ખાન સાથે પણ કામ કર્યું. થોડા સમય અગાઉ વર્ષ 2015 માં આવેલી ફિલ્મ ” પ્યાર કે પંચનામા 2 ” બાદ તેની લોકપ્રિયતા વધી.

એ ઉપરાંત ઓમકાર કપૂરે નિમ્નલિખિત વર્ષે આવેલી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય પાથર્યો હતો.
- 1996 – ” માસુમ “
- 1996 – ” એક લડકી પ્યારી પ્યારી “
- 1996 – ” ચાહત “
- 1997 – ” હીરો નંબર – 1 “
1997 – ” જુડવા ”
- 1997 – ” જુદાઈ “
- 1997 – ” ઘૂંઘટ “
- 1998 – ” શ્યામ ઘનશ્યામ “
- 1999 – ” ઇન્ટરનેશનલ ખિલાડી “

- 2000 – ” મેલા “
- 2000 – ” આજ કે નન્હા ફરિશ્તા “
2000 – ” એક અજુબા ”
- 2002 – ” દિલ ચુરાયા આપને “
- 2015 – ” પ્યાર કા પંચનામા “
- 2017 – ” યુ મી ઓર ઘર “
- 2019 – ” જુઠા કહીં કા “

એ સિવાય ઓમકાર કપૂરે નાના પરદે એટલે કે ટેલિવિઝન ક્ષેત્રે પણ પોતાના અભિનયનો પરિચય કરાવ્યો અને નિમ્નલિખિત ધારાવાહિકોમાં કામ કર્યું હતું.

2014 માં આવેલા ” સિયાસત ” માં મહાબત ખાનના પાત્ર તરીકે, 2018 માં આવેલા ” કૌશિકી ” ધારાવાહિકમાં અંકુશ પટેલ ઉર્ફે મેગ્ગીના પાત્ર તરીકે, 2019 માં આવેલા ” ભૂતપૂર્વ ” ધારાવાહિકમાં પૂર્વાના પાત્ર તરીકે, 2019 માં આવેલા ” ભ્રમ ” ધારાવાહિકમાં આરવ ખન્નાના પાત્ર તરીકે, 2020 માં આવેલા ” ફોરબિટન લવ : અરેન્જ્ડ મેરેજ ” ધારાવાહિકમાં નીલના પાત્ર તરીકે ભૂમિકા ભજવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "આ નિર્દોષ નાનું બાળક આજે છે બોલિવૂડનો સુપર સ્ટાર, નામ જાણીને તમે પણ ચોંકી ઉઠશો, જોઇ લો તસવીરોમાં"
ટિપ્પણી પોસ્ટ કરો