સાંજના સમયે તુલસી પાસે દીવો કરો છો તો જાણી લો પહેલાંથી આ વાત નહીં તો પસ્તાશો
દરેક હિંદુના ઘરમાં અનેક નાના ફૂલ છોડની સાથે તુલસીજીનો છોડ ખાસ લગવાવવામાં આવે છે. તુલસીને કોઈ છોડ નહીં પણ ઔષધિ પણ માનવામાં આવે છે. કહેવાય છે તે તુલસીના છોડમાં ધનની દેવી લક્ષ્મી નિવાસ કરે છે. હિંદુના ઘરમાં રોજ સાંજે તુલસીના છોડની નીચે દીવો કરવાની પ્રથા જોવા મળે છે. તેને દેવી માનીને તેની પૂજા પણ કરાય છે.

તુલસીજીના છોડની પાસે દીવો કરવાનું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ગરીબી દૂર થાય છે અને સાથે જ માણસના તમામ કષ્ટ પણ દૂર થાય છે. તુલસીના છોડને ઘરમાં રાખો છો તો આ વાતોનું ધ્યાન રાખો નહીં તો તમારી નાની ભૂલ પણ તમને ગરીબીની દિશામાં ધકેલી દેશે.
જો મતે સાંજના સમયે તુલસીજીની નીચે દીવો કરો છો તો તે યોગ્ય છે. આ સિવાય કોઈ પણ સમયે દીપક કરવો નહીં.

જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે તુલસીની પીસે દીવો કરતા પહેલાં અક્ષત એટલે કે ચોખાનું આસન કરવું અને તેની પર શ્રધ્ધા અનુસાર તેલ કે ધીનો દીવો કરવો. આમ કરવાથી જીવનમાં કષ્ટનું આગમન થતું નથી અને જીવન ભર ખુશીઓ ઘરમાં કાયમ રહે છે. જો મતે માતા તુલસીને આસન આપતા નથી તો તે તમારા ઘરમાં લક્ષ્મીજીનો નિવાસ કરતી નથી. ચોખાને લક્ષ્મીજીનું પ્રિય ધાન્ય માનવામાં આવે છે અને આ કારણે જ તુલસી પાસે દીવો કરતા પહેલાં ચોખા રાખવાનું મહત્વ છે.

ધ્યાન રાખો કે જ્યારે પણ તુલસીજી પાસે દીવો કરો છો ત્યારે અહીં પહેલાં ચોખા રાખીને પછી તેની પર દીવો કરો.

મહિલાઓએ તુલસીનીજીની પૂજા કરતી સમયે વાળ ખુલ્લા ન રાખવા.
આ સિવાય તમે જ્યારે પણ તુલસીજી પાસે દીવો કરો છો ત્યારે ધ્યાન રાખો કે તે બુઝાઈ જાય તો તેને ત્યાંથી હટાવી લો તે જરૂરી છે.

આ સિવાય પણ કેટલાક નિયમો અને માન્યતાઓ તુલસીના છોડ સાથે જોડાયેલી છે
પુરાણોમાં કહેવાયું છે કે કારણ વિના તુલસીના પાન ન તોડવા. ખરેલા પાનનો ઉપયોગ તમે દવા માટે કરી શકો છો. જો પાન તોડવા જ હોય તો પહેલાં તુલસીજીની આજ્ઞા લો અને માફી માંગીને પછી જ તુલસીના પાન તોડવા. આ સિવાય ધ્યાન રાખો કે ખાસ કરીને અમાસ, ચૌદશ, સાતમ કે રવિવાર અને શુક્રવારે તુલસીના પાન તોડવા નહીં.

તુલસીની માળથી લક્ષ્મી મંત્રનો જાપ કરશો તો તમારી ધન સંબંધી તકલીફો પણ ઝડપથી દૂર થાય છે.
0 Response to "સાંજના સમયે તુલસી પાસે દીવો કરો છો તો જાણી લો પહેલાંથી આ વાત નહીં તો પસ્તાશો"
ટિપ્પણી પોસ્ટ કરો