આ શહેરમાં કોરોના અને બર્ડ ફ્લૂ બાદ જોવા મળ્યા આ નવા રોગના લક્ષણો, મચ્યો હાહાકાર
દેશમાં કોરોના વાયરસ અને બર્ડ ફ્લૂ પોતાનો હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે લોકો પરેશાન થયા છે. આ સાથે જ હવે એક નવા સમાચાર એ આવી રહ્યા છે કે હવે પર્વો વાયરસ નામની નવી બીમારી સામે આવી છે. બર્ડ ફ્લૂ બાદ હવે પર્વો વાયરસના કેસ મળતા કાનપુરમાં હાહાકાર મચ્યો છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં આ પર્વો વાયરસના કારણે 8 શ્વાનના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. 8 મૃત શ્વાનમાંથી 2નું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. આ સમયે જાણવા મળ્યું છે કે તેમના આંતરડા સડી ગયા હતા અને સાથે જ તેમના મૃત્યુ પહેલા તેમને લોહીની ઉલ્ટી પણ થઈ હતી.
પર્વો વાયરસ એક સંક્રાણક વાયરસ છે

આ વાયરસ ખાસ કરીને શ્વાન અને તેના બચ્ચા એટલે કે ગલૂડિયામાં જોવા મળી રહી છે. આ બંનેમમાંથી કોઈ એક સંક્રામક થાય તો જીઆઈ બીમારીનું કારણ બની શકે છે. જો તેનો યોગ્ય રીતે અને યોગ્ય સમયે ઉપચાર કે સારવાર નહીં કરાય તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ વાયરસને ખતરનાક એટલા માટે માનવામાં આવે છે કેમકે તે સરળતાથી શ્વાનમાં ફેલાઈ શકે છે. ઉત્તરપ્રદેશના કાનપુરના ભતરગામ બ્લોકના ક્યોંટારા ગામમાં આ વાયરસના સંક્રમણથી શ્વાનના મોતના કેસ સામે આવી રહ્યા છે. આ ગામમાં કેટલાક અઠવાડિયા પહેલાં મોટી સંખ્યામાં કાગડાના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે.
શું છે બચવાના ઉપાય

પશુ ચિકિત્સા વિશેષજ્ઞોની એક ટીમ સંક્રમિત કૂતરામાં વ્યવહાર પરિવર્તનના વિશે જાણવા માટે ગામની મુલાકાત લઈ રહી છે. તેમનું કહેવું છે કે વાયરસ મુખ્ય રીતે આંતરડાને પ્રભાવિત કરે છે. પશુ ચિકિત્સક સર્વેન્દ્ર સચાનનું કહેવું છે કે પર્વો વાયરસ મોટા જાનવરોને પ્રભાવિત કરતો નથી પણ ખાસ કરીને શ્વાનને માટે ઘાતક સાબિત થઈ શકે છે.

ટીમમાં એક અન્ય પશુ ચિકિત્સક ઓપી વર્માએ કહ્યું કે શ્વાનને વાયરસથી બચાવવા માટે જન્મના 3 મહિનામાં જ જરૂરી વેક્સીન આપવાની રહે છે. જો આમ કરવામાં આવશે તો આ નવા પર્વો વાયરસથી શ્વાનને બચાવી શકાશે.

જો તમે પણ ઘરમાં કોઈ પાલતુ જાનવર રાખ્યું છે તો તમારે પણ ચેતી જવાની જરૂર છે. જો તમે તેને આ વાયરસથી બચાવવા ઈચ્છો છો તો તમે તેને આજે જ પશુ ચિકિત્સક પાસે લઈ જઈને તેની કેર કરો તે જરૂરી છે. શ્વાનમાં જોવા મળતો પર્વો વાયરસ અને તેના સંક્રમણને લઈને થતા મોત એ ચિંતા જન્માવનારો વિષય છે. જો પહેલાથી સાવધાની રખાશે તો તેમને બચાવી શકાશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "આ શહેરમાં કોરોના અને બર્ડ ફ્લૂ બાદ જોવા મળ્યા આ નવા રોગના લક્ષણો, મચ્યો હાહાકાર"
ટિપ્પણી પોસ્ટ કરો