કરુણ મોત: ગર્ભવતી મહિલાને સારવાર ન મળતા મહિલા અને નવજાત બાળકનું થયું મોત, ઘટના વાંચીને આંખમાં આવી જશે આસું
આમ તો આપણા દેશમાં આરોગ્ય સેવાઓ દેશના દરેક નાગરિકને મળી રહે એવી વ્યવસ્થાઓ કરવા આવી રહી છે પણ બધે જ બધુ સમુ સુતરું પાર પડતું નથી. આવી જ એક ઘટના બની છે ઝારખંડમાં. ઝારખંડના ગિરીડીહ જિલ્લામાં આરોગ્ય સેવાઓની પોલ ખુલી છે.
ઝારખંડમાં આરોગ્ય સિસ્ટમની બેદરકારીનો ખુલાસો કરતી એક ઘટના સામે આવી છે, જ્યાં યોગ્ય સારવાર ન મળતા એક ગર્ભવતી આદિવાસી મહિલા અને તેના નવજાત બાળકનું મોત થયું હતું.
વાત જાણે એમ હતી કે સુનિલ મરંડી નામના વ્યક્તિ ઝારખંડના ગિરિડીહ જિલ્લાના રહેવાસી છે અને એમની પત્ની સુરજી મરંડી ગર્ભવતી હતી. સુરજીને જ્યારે પ્રસૂતિની પીડા ઉપડી ત્યારે તિસરી ગામમાં આરોગ્ય વ્યવસ્થાના અભાવે સુરજીના પરિવાર્ના સભ્યો તેને ખાટલામાં સૂવડાવીને ચાલતા ચાલતા જ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર લઈ ગયા હતા.

તમને જણાવી દઈએ કે જ્યાં આરોગ્ય સેવામાં જ કઈ ભલીવાર ન હોય ત્યાં હોસ્પિટલ પહોચી શકાય એવું કોઈ સાધન મળી રહે એની તો વળી અપેક્ષા જ ક્યાં રાખવા જેવી હોય.
જ્યારે ગર્ભવતી મહિલાને એના પરિવાર જનો ખાટલામાં સુવડાવી અહીં સુધી લાવ્યા તો અહીં તો આરોગ્ય સેવાઓના ધજાગરા જ ઉડેલા જોવા મળ્યા હતા.
જ્યારે સુરજીને એના પરિવાર જનોએ હોસ્પિટલ સુધી પહોંચાડી ત્યારે ત્યાં ફરજ પર એક પણ ડોક્ટર હાજર નહોતા. જેને પરિણામે સુરજીને સમયસર સારવાર ન મળી શકી. અને સારવારના અભાવે હોસ્પિટલના ગેટ પાસે જ આ મહિલા અને તેના નવજાત બાળકનું મોત થયું.

તમને જણાવી દઈએ કે સુરજી જે ગામમાં રહે છે ત્યાં અવરજવર માટેનું કોઈ સાધન ન મળતું હોવાથી તેના પરિવારના સભ્યો એને ખાટલામાં જ હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાં એને રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો હતો.
હવે વાત કરીએ હોસ્પિટલની તો , હોસ્પિટલના ડોક્ટરો આ ગંભીર અને શરમજનક બનાવ બન્યા બાદ પોતાની બેદરકારી છુપાવવા માટે બહાના કરતા દેખાયા હતા.

હોસ્પિટલના ડોક્ટર અરવિંદ કુમારે કહ્યું હતું કે તેઓ ગિરિડીહ સદર હોસ્પિટલે ગયા હતા અને બીજા એક ડોક્ટર કમનસીબે એ સમયે ત્યાં હાજર નહોતા. જ્યારે તેઓ હોસ્પિટલ પહોચ્યા ત્યાં સુધી તો મહિલાનું મોત થઈ ગયું હતું.
તેમણે આગળ કહ્યું હતું કે મહિલાને સારવાર મળી રહે એ માટે સંબંધિત ડોક્ટરને ફોન કરવામાં આવ્યો હતો પણ તેમણે ફોન રિસીવ કર્યો નહોતો. એ પછી ડોકટરને વ્હોટ્સ એપ ગ્રૂપ પર આ સમગ્ર ઘટના અંગેની જાણ કરાઈ હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "કરુણ મોત: ગર્ભવતી મહિલાને સારવાર ન મળતા મહિલા અને નવજાત બાળકનું થયું મોત, ઘટના વાંચીને આંખમાં આવી જશે આસું"
ટિપ્પણી પોસ્ટ કરો