હિના બાદ શ્વેતાનું પ્રેમ પ્રકરણ ઘરે-ઘરે પહોંચી ગયું, ઝૂમ મીટિંગમાં માઈક શરૂ હતું અને ન બોલવાનું બોલી ગઈ
ઈન્ટરનેટની આ દુનિયામાં ક્યારે શું થાય એ વિશે કંઈ જ કહી શકાય નહીં. કારણ કે વાયરલ થતાં માત્ર 5 સેકન્ડ જ લાગે છે. હજુ હિના જનતાને ભૂલાઈ નથીય જે તે સમયે હિના અને એમઆઇનો ફોન ટ્રેંડ કરી રહ્યાં હતો. જેને લઇને ઘણા મીમ અને જોક્સ સામે આવ્યા હતા. ત્યારે કંઈક એવું જ વાયરલ થઈ રહ્યું છે. અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ટ્વિટરના ટ્રેંડમાં શ્વેતા નામની યુવતી જોવા મળી રહી છે. એટલુ જ નહીં શ્વેતાના ટ્રેંડમાં આવવાનું કારણ પણ એટલું જ ખતરનાક છે.

જો આ કેસ વિશે વિગતે વાત કરીએ તો શ્વેતા એક ઝૂમ મીટિંગમાં 111 લોકોની સાથે જોડાઈ હતી અને આ દરમિયાન અચાનક શું થયું કે તરત તે કોઈ અફેયર વિશે પોતાના મિત્ર સાથે વાત કરવા લાગી હતી. એક બાજૂ તે અફેયર વિશે તમામ પ્રકારની વાતો કરી રહી હતી. પણ ત્યારે શ્વેતાને એ વાતનું ધ્યાન ન રહ્યું કે આ વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર હવે ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના જબરદસ્ત મિમ્સ બનાવી રહ્યા છે. મીટિંગ દરમિયાન શ્વેતા પોતાની એક ફ્રેન્ડ સાથે અન્ય કોઈ રિલેશનશિપ વિશે વાત કરી રહી હતી. એટલુ જ નહીં શ્વેતાએ જણાવ્યુ હતું કે, કેવી રીતે તે યુવક બીજી યુવતી સાથે નજીક આવી રહ્યો હતો.

આલ વાતો ચાલતી હતી કે જે એકદમ પર્સનલ હતી. આ દરમિયાન શ્વેતા શું શું વાત કરે છે એ પણ તેમાં સાંભળી શકાય છે. તે વાત કરે છે કે, તે છોકરો જાણતો હતો કે, કેવી રીતે મારો ઉપયોગ કરી રહ્યો છે. તેમ છતાં પણ તે ખૂબ જ આકર્ષક લાગતો હતો. શ્વેતાની આ સિક્રેટ વાતો મીટિંગમાં હાજર રહેલા 111 લોકો સુધી પહોંચી ગઈ હતી. અને હવે તો ઈન્ટરનેટ પર આ ઓડિયો વીડિયો વાયરલ થઈ ગયો. બદા લોકોને આ શ્વેતાની વાતોમાં એવો રસ પડ્યો કે શ્વેતા ટ્રેન્ડ થવા લાગી અને આખા દુનિયામાં લોકો તેને સાંભળી રહ્યા છે.
Legend says Shweta’s mic is still ON.. pic.twitter.com/71ZwbV4RYY
— Cabinet Minister, Ministry of Memes, India (@memenist_) February 18, 2021
ઈન્ટરનેટનો ઉપયોગ સારો પણ છે અને ખરાબ પણ છે એ વાત આ કેસ પરથી સાબિત થાય છે. હાલમાં ઈન્ટરનેટના કારણે જ આ વીડિયો અને ઓડિયો વાયરલ થયા છે. જો વાયરલ થઈ રહેલા ઓડિયોમાં સાંભળીએ તો ઝૂમ મીટિંગના ઑડિયોમાં લોકો કહેતા જોવા મળે છે કે શ્વેતા તારું માઇક ઑન છે અથવા તમે તારું માઇક બંધ કર. પરંતુ આ બધી બાબતોથી અજાણ શ્વેતા પોતાના એક્સ બોયફ્રેન્ડના સિક્રેટ બબડતી રહી. ત્યારે મીટિંગમાં એક વ્યક્તિ કહે છે, શ્વેતા આ કહાની હવે 111 લોકો સુધી પહોંચી ગઈ છે. પણ તેમ છતાં તે બધું શરૂ રાખે છે. તો હવે આ ઘટના ચારેકોર વાયરલ થઈ રહી છે અને લોકો શેર કરી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "હિના બાદ શ્વેતાનું પ્રેમ પ્રકરણ ઘરે-ઘરે પહોંચી ગયું, ઝૂમ મીટિંગમાં માઈક શરૂ હતું અને ન બોલવાનું બોલી ગઈ"
ટિપ્પણી પોસ્ટ કરો