જો તમને પણ શનિવારના દિવસે દેખાય આ ૩ વસ્તુ, તો સમજો તમારું ભાગ્ય ચમકી ગયુ
દરેક વાર કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે જ્યારે શનિવાર બજરંગ બલીની સાથે શનિદેવને સમર્પિત છે. શનીદેવને ન્યાયના દેવતા કહેવામા આવે છે. તેથી આ દિવસે જો તમે શનિદેવની પુજા કરશો તો તમને તેમના આશીર્વાદ મળશે. ઘણા લોકો એવો પ્રયત્ન કરે છે કે આ દિવસે તમારાથી કોઈ ભૂલ ન થાય અને તમારા પર શનિદેવની કૃપા હમેશા બની રહે તે મારે તે તે ઘણા પ્રયાસ કરતાં હોય છે. શનિ અને શનિવાર ને લઈને ઘણા લોકોના મનમાં ઘણી શંકા રહેલ હોય છે.

ઘણા લોકો તો આ દિવસને શુભ માનતા નથી. પરંતુ શનિદેવ આપણે કરેલા પાપની સજા જ આપણને આપે છે. તમે જો સારા કર્મો કરશો તો તે તમારાથી ખુશ થશે. તમે ગરીબો અને વૃદ્ધોની મદદ કરશો તો તમને તે સારું પરિણામ આપશે. આની સાથે આ દિવસે જે બજરંગ બલીના ભક્ત છે અને તેની પુજા કરે છે તેમના પર પણ શનિદેવા ક્યારેય ક્રોધિત થતાં નથી. તેથી આ દિવસે તમારે બજરંગ બલીની અને શનિદેવની પુજા કરવી જોઈએ. આની સાથે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.
આ દિવસે આ ૩ વસ્તુ જોવી ખૂબ શુભ માનવામાં આવે છે :

ધાર્મિક માન્યતા પ્રમાણે આપણે આ દિવસે સવારમાં તમને આ ત્રણ વસ્તુ દેખાય તો તેનાથી તમારો આખો દિવસ સારો રહેશે. તેમણે આ દિવસે ઘણા લાભ થઈ શકે છે તેનાથી તમારા બધા કામ સરળ થશે અને સફળતા પણ મળશે. આ દિવસે તમને જો આ ત્રણ વસ્તુ દેખાય તો તમારા પર શનિદેવની કૃપા છે.
ગરીબ વ્યક્તિ :

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ દિવસે સવારમાં તમને કોઈ ગરીબ વ્યક્તિ દેખાય અથવા તે તમારા ઘરના દરવાજે આવે તો અથવા તમે જતાં હોવ અને તમને રસ્તામાં કોઈ ભિખારી દેખાય તો તેને ખૂબ શુભ માનવમાં આવે છે. તેથી આ દિવસે તમારે તે ગરીબ વ્યક્તિને દાન આપવું જોઈએ. તેનાથી તમને ઘણી મદદ મળી શકે છે. આ દિવસે તમારે કોઈનો નિરાદર ન કરવો જોઈએ. તેનાથી શનીદેવ તમારાથી નારાજ થઈ શકે છે.
સફાઈ કર્મી :

આ દિવસે તમને રસ્તામાં કોઈ સફાઈ કર્મચારી ઝાડુ લઈને મળે તો તે પણ ખૂબ શુભ માનવમાં આવે છે. ત્યારે તમારે તેમણે તોડ પૈસા આપવા જોઈએ અને તેમને કાળા કલરના કપડાં દાનમાં આપવા જોઈએ. આનાથે શનિદેવ તમારાથી ખુશ થશે અને તમને તેમના આશીર્વાદ આપશે. આનાથી તમને તમારા કામમાં ઘણી સફળતા મળી શકે છે. આનાથી તમારું બધી કામ કોઈ અવરોધ વગર પૂરું થશે.
કાળો કૂતરો :

તમને આ દિવસે જો કાળું કૂતરું દેખાય તો તમારે ખુશ થવું જોઈએ. આનાથી તમારા જીવનમાં રહેલી બધી સમસ્યા હવે દૂર થશે અને આને ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે. કાળું કૂતરું તેમનું વાહન છે. આ દિવસે તમારે તેને તેલ કે ઘી વાળી રોટલી અથવા બિસ્કિટ ખવડાવવું જોઈએ તેનાથી શનીદેવ ખૂબ ખુશ થશે અને તેમના આશીર્વાદ તમને મળશે.
0 Response to "જો તમને પણ શનિવારના દિવસે દેખાય આ ૩ વસ્તુ, તો સમજો તમારું ભાગ્ય ચમકી ગયુ"
ટિપ્પણી પોસ્ટ કરો