હોળીમાં બાળકોનું આ રીતે રાખો ધ્યાન, 10 ટિપ્સથી મુશ્કેલીઓ રહેશે દૂર
હોળીના તહેવારમાં જો કોઈ સઔથી વધારે ઉત્સાહિત હોય તો તે ઘરના નાના બાળકો હોય છે. તેમના મસ્તીખોર સ્વભાવના કારણે આપણે વધારે એલર્ટ રહેવાની જરૂર છે. હોળીની મોજ મસ્તીમાં બાળકોના કારણે મુશ્કેલી ન આવે તે માટે તમારે કેટલીક ખાસ વાતનું ધ્યાન રાખવાનું જરૂરી છે. કેમકે રંગોની સાથે બાળકો સુરક્ષિત રહે છે કે નહીં કે દુર્ઘટનાનો શિકાર ન બને તે માટે કેટલીક નાની વાતોનું ધ્યાન રાખો.
ઓર્ગેનિક કલર્સનો કરો ઉપયોગ

કેમિકલ વાળા રંગની તુલનામાં ઓર્ગેનિક કલર થોડા ફીકા જરૂર દેખાય છે પણ આ બાળકોની નાજુક સ્કીનને નુકસાન કરતા નથી, આ રંગ બાળકોના આંખ કે મોઢામાં જાય છે તો તે કેમિકલ વાળા રંગની તુલનામાં ઓછું નુકસાન કરે છે. એવામાં નેચરલ કલરનો ઉપયોગ કરો.
લોશન કે તેલ લગાવીને બાળકને બહાર મોકલો
તેલ કે ક્રીમ લગાવીને બાળકનો હોળી રમાડો. કંઈ ન હોય તો નારિયેળ કે સરસિયાનું તેલ લગાવો. ખાસ કરીને એક્સપોસ્ડ વિસ્તારમાં તમે જરૂર તેલ, ક્રીમ, કે પેટ્રોલિયમ જેલી લગાવીને તેમને બહાર મોકલો. આમ કરવાથી કેમિકલ વાળો કલર તેમની સ્કીન પર વધારે નુકસાન કરશે નહીં અને રંગને હટાવવાનું પણ સરળ રહે છે.

બાળકને ફૂલ સ્લીવના કપડા પહેરાવો
હોળીને માટે તમે બાળકને બહાર મોકલો છો તો ધ્યાન રાખો કે તેણે ફૂલ સ્લીવના કપડા પહેર્યા હોય. તેમના હાથ અને પગ ઢંકાયેલા હોય તો કેમિકલ યુક્ત રંગથી તેમનો બચાવ થઈ શકશે.
વાળનું રાખો ઘ્યાન
બહાર જતા પહેલા બાળકોના વાળમાં સારી રીતે તેલ લગાવી લો અને વાળને ઉપર બાંધી લો. તેમના વાળ પર રંગનો પ્રભાવ ઓછો થશે. કોશિશ કરો કે કેમના વાળ હોળી રમતા સમયે આંખમાં ન આવે.

નખ કાપી લો
હોળી રમતા પહેલા બાળકના નખ અચૂક કાપો. નખ લાંબા નહીં હોય તો અન્યને પણ વાગશે નહીં અને ગંદા પણ થશે નહીં.
ફર્સ્ટ એડ બોક્સ રાખો તૈયાર
સાવધાનીને જોતાં ફર્સ્ટ એડ બોક્સ પહેલેથી જ તૈયાર રાખો તે જરૂરી છે. અનેક વાર હોળી રમતી સમયે ભાગદોડમાં બાળકોને નુકસાન થાય છે.
પીક અવરમાં મોકલવાનું ટાળો
કોશિશ કરો કે હોળીના પીક અવરમાં બાળકોને ઘરે જ રાખો. આમ કરવાથી બાળકો મુશ્કેલીથી દૂર રહેશે.

ઉપાય કરો
બાળકોને રમતા પહેલા જણાવો કે કઈ ચીજોથી બાળકોને દૂર રાખવા. જેમકે ભીની ફર્શ, ઉપદ્રવીઓથી દૂર રહો અને સાથે કોઈને જબરદસ્તી કલર લગાવવાની કોશિશ ન કરો. આ સાથે બાળકો કોઈ પણ પ્રકારના નુકસાથી બચી રહેશો.
બાળકોને પેટ ભરીને ખવડાવીને મોકલો
હોળી રમતી સમયે બાળકો ખાવા પીવાનું ભૂલી જાય છે. અને ડિહાઈડ્રેટ થઈ જાય છે. એવામાં તેમને ઘરથી નીકળતા પહેલાં પેટ ભરીને ખવડાવીને મોકલો અને સાથે થોડી વારે પાણી પીવડાવતા રહો.

બાળકો ભીના હોય તો કપડા બદલો
વધારે સમય સુધી ભીના કપડામાં બાળકો રહેશે તો તેઓ બીમાર થઈ શકે છે. આ માટે એકસ્ટ્રા કપડા સાથે રાખો અને તેમને બદલાવી દો. આમ કરવાથી તેઓ બીમાર થશે નહીં.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "હોળીમાં બાળકોનું આ રીતે રાખો ધ્યાન, 10 ટિપ્સથી મુશ્કેલીઓ રહેશે દૂર"
ટિપ્પણી પોસ્ટ કરો