જીંદગીમાં ક્યારે પુરુષોએ ના કરવી જોઇએ આ 7 ભૂલો, નહિં તો બની જશો આ ગંભીર બીમારીઓનો ભોગ

લોકો ઘણીવાર કેટલીક ભૂલો કરે છે જેના કારણે તેમને આગળ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજની ભાગદોડમાં લોકો ન તો તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપે છે ન તેમના આહાર પર, જેના કારણે તેમને ઘણી વખત બીમાર રહેવું પડે છે. ખાસ કરીને પુરુષોને આ સમસ્યાનો વધુ સામનો કરવો પડે છે, કારણ કે પુરુષો સવારે ઉઠીને ટીસીન લઈને ઓફિસ પર જાય છે અને સાંજે આવીને થાકના કારણે ઊંઘી જાય છે. તમારી આ રીતની જીવનશૈલી હોવાના કારણે તમારે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પુરુષોના જીવનમાં ઘણી ખોટી આદતો પણ હોય છે, જે એમના માટે ગંભીર રોગનું કારણ બને છે. તેથી સ્વસ્થ જીવન જીવવા માટે અહીં જણાવેલી આદતો છોડો અને યોગ્ય આદતો અપનાવો. જેથી તમે સ્વસ્થ, નિરોગી અને વધુ જીવન મેળવી શકો.

રૂટિન ચેકઅપ

image soucre

ઘણા લોકો તેમની ભૂલને કારણે, પછીથી કોઈ રોગ અથવા કોઈ વાયરસનો શિકાર બને છે. જો લોકો બીમાર થયા પછી ડોક્ટર પાસે જાય છે, તો તે લોકો ઘણી બધી બાબતો ડોક્ટરથી છુપાવે છે. જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી જયારે તમે બીમાર થઈને ડોક્ટર પાસે જાવ છો ત્યારે કોઈપણ ગભરાહટ વગર તેમને સાચી હકીકત જણાવો. આ સિવાય રોગોથી બચવા અથવા સ્વસ્થ રહેવા માટે રૂટિન ચેકઅપ કરાવવું જોઈએ, તેથી તમારા શરીરમાં કોઈ સમસ્યા અથવા રોગ હોય તો તે જાણી શકાય.

સનસ્ક્રીમ

image soucre

ઉનાળાના દિવસો શરુ થયા ગયા છે. હવે લોકો તડકાથી બચવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે સનસ્ક્રીનથી અનેક પ્રકારના નુકસાન થાય છે અને તે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. સનસ્ક્રીનનો ઉપયોગ કરવાથી ત્વચાને પણ ઘણું નુકસાન થાય છે. દરેક લોકોની ત્વચા અલગ હોય છે, ઘણા લોકોની શુષ્ક તો ઘણા લોકોની ઓઈલી. તેથી કોઈપણ સનસ્ક્રીનનો ઉપયોગ કરતા પેહલા તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો અને એમની સૂચના અનુસાર ક્રીમનો ઉપયોગ કરો.

હૃદય તરફ ધ્યાન આપો

image source

લોકો હંમેશાં વિચારે છે કે તેમના માતાપિતા અથવા દાદા દાદીને કોઈ હૃદય રોગ ના થાય અથવા તેમને હાર્ટ એટેક ન આવે. પરંતુ તે જરૂરી નથી કે હૃદય રોગ અથવા હાર્ટ એટેક મોટી ઉંમરના લોકોને જ આવી શકે છે. આ સમસ્યા તમને પણ થઈ શકે છે, જો તમે એમના માટે આટલું વિચારો છો તો તમારા માટે પણ વિચારો. ઘણી વાર, જો કુટુંબના કોઈ સભ્યને હ્રદય રોગ હોય, તો તે તમને પણ થઈ શકે છે, આ માટે તમારે જાગૃત રેહવું જોઈએ અને હૃદયની તપાસ કરાવવી જોઈએ.

નસકોરાની આદત

image soucre

રાત્રે સૂઈ ગયા પછી, મોટાભાગના લોકોમાં નસકોરાની સમસ્યા જોવા મળે છે. પરંતુ તેનાથી બચવાને બદલે તેના પર ધ્યાન આપો. નસકોરાની સીધી અસર તમારા હૃદય પર પડે છે. નસકોરા લેતી વખતે થોડીવાર માટે તમારો શ્વાસ પણ બંધ થઈ શકે છે. જો તમને પણ તમારા સાથીદાર જણાવે છે કે તમને નસકોરાની આદત છે, તો આ વાત કોઈપણ શરમ વગર ડોક્ટરને કહો. આ સમસ્યા અવગણવાથી ઘણી સમસ્યાનું કારણ બની શકે છે. તેથી આ સમસ્યા દૂર કરવા માટે ડોક્ટરને મળો અને યોગા પણ કરો.

વારંવાર બાથરૂમ જવું

image soucre

દિવસ દરમિયાન તમે કેટલી વાર બાથરૂમમાં જાઓ છો ? જો તમે દિવસમાં 8 વખત અથવા રાત્રે લગભગ 2 વખત જાવ છો, તો તમારા શરીરમાં કોઈ પ્રકારની સમસ્યા આવી શકે છે. લોકો વારંવાર બાથરૂમ જવાથી કંટાળી જાય છે અને થોડા સમય પછી અવગણવાનો પ્રયાસ કરે છે પરંતુ તમારે આ માટે ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. જો તમે આ અવગણશો, તો તમે ઘણા રોગનો ભોગ બની શકો છો. આની અસર પેહલા તો તમારી કિડની પર પડશે અને એ પછી અન્ય રોગો થવાની સંભાવના પણ વધશે. તેથી આ મુદ્દા તરફ પેહલા ધ્યાન આપો અને સ્વસ્થ રહો.

લીલા ફળો અને શાકભાજીનો વપરાશ

image source

એવા ઓછા લોકો છે કે જેઓ ફળો અને લીલા શાકભાજીનું વધુ સેવન કરે છે. ડોકટરો એમ પણ કહે છે કે તમે ફળો અને લીલા શાકભાજીનું સેવન કરીને તમારા હૃદયને સ્વસ્થ રાખો છો. જો તમે ફળો અને શાકભાજી ખાતા નથી, તો તમે આજથી જ લીલા શાકભાજી અને ફળો ખાવાનું શરુ કરો જેથી તમારું હૃદય સ્વસ્થ રહે. આ સાથે, તમારું સુગર લેવલ પણ યોગ્ય રહે. જો તમે ફળો અને લીલા શાકભાજી ખાવાનું બિલકુલ પસંદ નથી કરતા, તો તમે કોઈ મોટી બીમારીનો ભોગ બની શકો છો.

આલ્કોહોલનું સેવન

image soucre

ઘણા લોકોને આલ્કોહોલ અને સિગારેટ પીવાના શોખીન હોય છે. પરંતુ તે તમારા માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે. સ્ત્રીઓ કરતાં ઘણીવાર પુરુષોને આ વાતનો વધુ શોખ હોય છે. પરંતુ તેઓને જાણ હોવી જોઈએ કે તેઓ આ વ્યસનથી જલ્દી જ અસ્વસ્થ થઈ શકે છે. વ્યસિન કેન્સર જેવા રોગનું કારણ છે. તમે તમાકુ અથવા સિગરેટ કોઈપણ પેકેટ ખરીદો છો તેમાં સાફ અક્ષરોમાં લખાયેલું હોય છે, છતાં તમે એ ખરીદો છો અને હાથે કરીને તમારો જીવ જોખમમાં મુકો છો. તેથી સ્વસ્થ રહેવા માટે આ ચીજોનું સેવન આજથી જ બંધ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "જીંદગીમાં ક્યારે પુરુષોએ ના કરવી જોઇએ આ 7 ભૂલો, નહિં તો બની જશો આ ગંભીર બીમારીઓનો ભોગ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel