કોરોનાના વધતાં જતાં કેસની વચ્ચે અમદાવાદમાં લોકડાઉનની આ વાતને લઇને AMCએ આપ્યું મોટું નિવેદન, દોડાદોડી કર્યા વગર જાણી લો જલદી
એકવખત ફરીથી કોરાનાના કેસમાં વધારો નોંધાય રહ્યો છે. આ સમયે લોકોમાં ફરી લોકડાઉન થશે કે શું? તેવી ચર્ચાઓ થઈ રહી છે. રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈને ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માહિતી આપતાં આગળની સ્થિતી વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, રાજ્યમાં લોકડાઉનની અત્યારે કોઈ વિચારણા નથી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસ વધી રહ્યાં છે. આ પરિસ્થિતિને જોતાં રાજયભરમાં વેક્સિનેશન પણ ડબલ કરવામાં આવ્યું છે.

હાલમાં કોરોનાને ફેલાતા વિસ્તાર સુધી પહોંચવા ટેસ્ટિંગમાં પણ વધારો કરાયો છે. દરરોજ 60 હજાર ટેસ્ટ કરવામાં આવશે. તો આ સાથે ટ્રેસિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ શહેર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 108 થઇ ગઈ છે. અમદાવાદમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરના પશ્વિમ વિસ્તારોમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે. સૌથી વધારે કેસ સામે આવનાર વિસ્તારની વાત કરીએ તો અહીં બોડકદેવમાં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. અહીંની પ્રયાગ રેસિડેન્સીમાં 200 લોકોને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મૂકવામાં આવ્યા છે.

આ વધારે કેસો ધરાવતા વિસ્તારમાં સામેલ પ્રયાગ રેસિડેન્સી સતત 7 દિવસથી માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં છે તેને લઈને તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે રાજયના બીજા મોટા શહેરોની સ્થિતી વિશે વાત કરીએ તો સુરત અને અમદાવાદમાં આજથી રાત્રે 9થી સવારના 6 સુધી રાત્રી કર્ફ્યુ કરવામાં આવ્યું છે. ગુજરાતના મહાનગરોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેથી આવા પગલાં લેવાય રહ્યાં છે.

કોરોનાનું સંક્રમણ વધતાં ગઇકાલે અમદાવાદ અને સુરત શહેરમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે આ વાતથી લોકોમાં પણ ફરી લોકડાઉનનો ભય દેખાય રહ્યો છે. આ બન્ને શહેરોમાં તમામ મોલ અને સિનેમાગૃહો દર શનિ-રવિવારે સંપૂર્ણ બંધ રહેશે. અન્ય દિવસોમાં કોવિડ પ્રોટોકોલનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે. આ નિર્ણય સુરત મનપા અને અમદાવાદ મનપા દ્વારા લેવામાં આવ્યો છે.
આ સાથે જાણવા મળી રહ્યું છે કે સુરત અને અમદાવાદમાં સિટી બસ સેવા બંધ રાખવામાં આવશે. આ અંગે સુરત શહેરના મેયર હેમાલી બોધાવાલાએ માહિતી આપતાં કહ્યું હતું કે, કોરોના સંક્રમણને અંકુશમાં લેવા માટે તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં સુરતમાં ગાર્ડન, જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા છે. સીટી બસ અને BRTSને પણ બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત વેક્સિનેશનની કામગીરી પણ ઝડપથી કરવામાં આવી રહી છે.

આ પગલાંઓની વચ્ચે બીજી તરફ વિપક્ષે સત્તા પક્ષ પર ફક્તને ફક્ત તાયફા કરવાનો આક્ષેપ કર્યો હતો. હાલમાં લાગુ થયેલાં નિયમો મુજબ અમદાવાદ શહેરમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા AMTS અને BRTS બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ રીતે AMTS અને BRTS બંધ થતા મુસાફરો ઘણાં હેરાન પણ થઈ રહ્યાં છે.
AMCના આ રીતે અચાનક લેવાયેલા નિર્ણય સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રીક્ષાચાલકો બમણું ભાડુ વસૂલી રહ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આજની પરિસ્થિતી વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. રાજ્યમાં કોરોના સંકટ વધુ ઘેરાઇ રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે.
Dear citizens, do not fall prey to hoax news. There is no lockdown that is planned, only malls and theaters would remain closed on weekends & night curfew shall remain from 9PM to 6AM from today#StaySafe @CMOGuj @KiritParmar_ @HiteshBarotBJP @drrajivguptaias @Mukeshias pic.twitter.com/xyhYkTaT9y
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) March 19, 2021
ગઇકાલે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1276 નવા દર્દી નોંધાય છે. આ સાથે 899 દર્દીઓ સાજા થયાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને 3 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. વાત કરીએ જો સુરત શહેર વિશે તો સુરત શહેરમાં 324 કેસ અને ગ્રામ્યમાં 71 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 298 નવા કેસ અને અમદાવાદના ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં પણ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના આંકડા પર નજર કરીએ તો અહીં શહેરી વિસ્તારમાં 111 કેસ, જ્યારે ગ્રામ્યમાં 18 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 98 કેસ અને ગ્રામ્યમાં 15 કેસ નોંધાયા છે. સતત કોરોનાના કેસોમાં થઈ રહેલાં વધારાને કારણે ફરી એકવાર આખું તંત્ર દોડતું થયું છે.
0 Response to "કોરોનાના વધતાં જતાં કેસની વચ્ચે અમદાવાદમાં લોકડાઉનની આ વાતને લઇને AMCએ આપ્યું મોટું નિવેદન, દોડાદોડી કર્યા વગર જાણી લો જલદી"
ટિપ્પણી પોસ્ટ કરો