અરેરે..! આટલી ઉતાવળ…અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન વિમાનમાં ચઢતા ત્રણ વાર ધડામ દઇને પડ્યા, PM મોદીનો પગ પણ આ જગ્યાએ લપસી પડ્યો હતો, જોઇ લો VIDEO
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન વિમાનમાં ચઢતી વખતે ત્રણ વખત પડી ગયા હતા. જો કે, નશીબ જોગે તેમને કોઈ પણ પ્રકારની ઇજા પહોંચી નથી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં અબાર્ડ એરફોર્સ વનમાં ચઢતી વખતે સીડી પર બિડેનનો પગ લપસી ગયો હતો. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે પ્રમુખ 100 ટકા ઠીક છે.

સીડી પરથી લપસતા બાઈડનનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિમાનમાં ચઢતી વખતે, બાઈડેન સીડી પર તેમનો પગ લપસી ગયો હતો. જ્યારે તે બીજીવાર ચાલવા લાગ્યા ત્યારે તે ફરીથી તે ઘૂંટણ સમા પડ્યા હતા. જો કે તેમણે પોતાવી જાતને સંભાળી લીધી હતી અને આગળ વધ્યા હતા. વીડિયો ફૂટેજમાં રાષ્ટ્રપતિ બિડેન ઉભા થયા બાદ પોતાના ઘૂંટણનેસાફ કરતા પણ જોવા મળ્યા હતા. આ પછી, તેમણે ધીમે ધીમે આખી સીડી ચઢી અને પાછા ફરીને લોકોને સેલ્યૂટ કરી હતી.
સંપૂર્ણ સ્વસ્થ છે બાઈડન

હકીકતમાં બાઈડેન એટલાન્ટાની મુલાકાત પર જઈ રહ્યા હતા જ્યાં તેઓ એશિયન-અમેરિકન સમુદાયના નેતાઓને મળવાના હતા. વ્હાઇટ હાઉસની પ્રવક્તા કેરીન જીને અકસ્માત પાછળનું કારણ વોશિંગ્ટન નજીક જોઇન્ટ બેઝ એન્ડ્રુ પર જોરદાર પવનનો હવાલો આપ્યો હતો.

કેરીને કહ્યું કે બહાર ખૂબ જ ઝડપી પવન ફુકાઈ રહ્યો હતો, કદાચ આ કારણે પગ લપસી ગયો હશે. તેમણે કહ્યું કે હાલમાં બાઈડેન સંપૂર્ણ સ્વસ્થ છે.
અમેરિકાના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ

જોકે, વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ, એ સ્પષ્ટ કર્યું નથી કે ટ્રેવલિંગ ફિઝિશિયને આ ઘટના બાદ બાઈડેનની તપાસ કરી હતી કે નહીં. આ પહેલા ગયા વર્ષે નવેમ્બરમાં બાઈડેન જ્યારે તેના કૂતરા સાથે રમી રહ્યા હતા ત્યારે તેના જમણા પગમાં હેરલાઇન ફ્રેક્ચર થયું હતું. 78 વર્ષના બાઈડને 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. યુ.એસ. માં રાષ્ટ્રપતિ પદ સંભાળનારા તેઓ સૌથી વૃદ્ધ નેતા છે. તેમણે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને અમેરિકાની સત્તા જીતી લીધી હતી.
President Joe Biden twice lost his footing while climbing up the steps to Air Force One https://t.co/8zaZ7etqxr pic.twitter.com/N5K5J0OdLK
— Reuters (@Reuters) March 19, 2021
મહત્વનું છે કે, 2019માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગંગા બેરેજના પગથિયા ચઢતા હતા તે સમયે લપસી પડ્યા હતા. આ ઘટનામાં મોદીને કોઈ ઈજા પહોંચી ન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ નરેન્દ્ર મોદી ગંગા નદી બેરેજના પગથિયા ચઢતા સમયે તમનો પગ લપસી ગયો હતો. આ પછી એસપીજી જવાનોએ તેમને ઉભા કર્યા હતા. આ દરમિયાન સ્થળ પર અફરા તફરી મચી ગઈ હતી. આવી જ ઘટના દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે બની ચુકી છે. સંસદમાં પ્રવેશ દરમિયાન તેમની સાથે લપસી પડવાની ઘટના બની હતી. જોકે, તેને પણ ગંભીર ઈજાઓ થઈ ન હતી.
0 Response to "અરેરે..! આટલી ઉતાવળ…અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન વિમાનમાં ચઢતા ત્રણ વાર ધડામ દઇને પડ્યા, PM મોદીનો પગ પણ આ જગ્યાએ લપસી પડ્યો હતો, જોઇ લો VIDEO"
ટિપ્પણી પોસ્ટ કરો