શું તમે જાણો છો કે હોળી બાદ ધૂળેટીનો તહેવાર શા માટે મનાવવામાં આવે છે
આપણે ત્યાં તહેવારો મનાવવાની પરંપરા છે અને સાથે જ દરેક તહેવારનું મહત્વ પણ ખાસ હોય છે. તહેવારો પણ ખાસ સીઝનમાં અને ખાસ મહત્વ સાથે આવે છે. દર વર્ષે પહેલા હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે અને તેના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉવાય છે. હોળીના પછી જ આ ધૂળેટીનો ઉત્સવ ઉજવાય છે. ધૂળેટીને અનેક નામોથી અલગ અલગ જગ્યાઓએ ઓળખવામાં આવે છે અને દેશભરમાં તેને ધામ ધૂમથી ઉજવવામાં આવે છે. તેને અનેક જગ્યાઓએ ધુરડ્ડી, ધુરખેલ, ધૂલિવંદન અને ચૈત બદીના નામે ઓળખનામાં આવે છે. આ દિવસે રંગ પંચમીના જેવો ઉત્સવ હોય છે. આ વર્ષે આ તહેવાર 29 માર્ચના રોજ ઉજવવામાં આવશે.

દરેક તહેવારની સાથે તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ જોડાયેલા રહે છે. આજે આપણે જાણીએ ધૂળેટીના તહેવારનું શું મહત્વ છે તે વિશે.
કહેવાય છે કે ત્રેતાયુગની શરૂઆતમાં જ વિષ્ણુએ ધૂલિ વંદન કર્યું હતું. તેની યાદમાં ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. ધૂલિવંદન એટલે કે લોકો એક મેકની પર ધૂળ લગાવે છે.
હોળીના અન્ય દિવસે ઘૂળેટીના દિવસે સવારના સમયે લોકો એક મેક પર કીચડ અને ધૂળ લગાવે છે. પહેલાના સમયમાં એવું થતું અને તેને ધૂળ સ્નાન કહેવાતું. આ સમયે ચીકણી માટી, ગારો કે મુલ્તાની માટીને શરીર પર લગાવવામાં આવતી હતી.
આ સિવાય પહેલાના સમયમા ધૂળેટીના દિવસે ટેસૂા ફૂલનો રંગ અને રંગ પંચમીએ ગુલાલની મદદ લેવાતી. ઘૂળેટી પર સૂકા રંગથી ઘરના લોકોને રંગવામાં આવતા. આવું ત્યાં થતું જ્યાં કોઈનું મોત થયું હોય. થોડા રાજ્યોમાં તો આ દિવસે એ લોકોના ઘરે જવાતું જ્યાં ગરમી વધી ગઈ હોય. તે સભ્યો પર હોળીના રંગના પ્રતીક રૂપે લગાવાતો અને પછી બધા ત્યાં બેસતા. કહેવાય છેકે કોઈના મોત બાદ કોઈ પહેલો તહેવાર મનાવતું નહીં.
પહેલાના સમયમાં હોળિકા દહન બાદ ધૂળેટીના દિવસે લોકો એક મેકની સાથે પ્રહલાદના બચી જવાની ખુશીમાં ગળે મળતા અને સાથે જ મીઠાઈઓ વહેંચીને આનંદ માણતા હતા. આ પરંપરા આજે પણ ચાલે છે પણ હવે ભક્ત પ્રહલાદને ઓછું યાદ કરવામાં આવે છે. આજકાલ લોકો અનેક વિવિધ પ્રકારના રંગથી ધૂળેટી રમે છે, બહાર જમવા જાય છે અને ભાંગની મજા માણે છે. તહેવારનું ધાર્મિક મહત્વ રહ્યું નથી.

આજકાલ હોળના બીજા દિવસે એટલે કે ધૂળેટીએ પાણીમાં રંગ મિક્સ કરીને પણ હોળી રમાય છે. તો રંગ પંચમીએ સૂકા રંગ એક મેક પર નાંખવાની પરંપરા છે. અનેક જગ્યાઓએ આનાથી વિપરિત સ્થિતિ પણ જોવા મળે છે. ક્યાંક તો હોળિકા દહનથી લઈને રંગ પંચમી સુધી ભાંગ અને ઠંડાઈ પીવાનું ચલણ પણ જોવા મળે છે.
0 Response to "શું તમે જાણો છો કે હોળી બાદ ધૂળેટીનો તહેવાર શા માટે મનાવવામાં આવે છે"
ટિપ્પણી પોસ્ટ કરો