ભયાનક અકસ્માતે પતિ-પત્ની બન્નેનો ભોગ લીધો, પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું, આખું ગામ હિબકે ચડ્યું
દિવસે અને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ટ્રાફિક નિયમો, રસ્તાઓની સંખ્યામાં વધારો જેવા પગલાં લીધા પછી પણ અકસ્માતોનો આંકડો વધી રહ્યો છે. તાજેતરમાં મધ્યપ્રદેશનો ભયાનક સીધી માર્ગ અકસ્માત કોઈ ભૂલી શકે તેમ નથી. અત્યાર સુધીમાં 51 લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્મતમાં મૃત્યુ પામેલા લોકોની યાદીમાં એક પતિ-પત્નીનું નામ શામેલ હતાં જેની અહી વાત થઈ રહી છે. જ્યારે આ અકસ્માતમાં પતિ અને પત્નીના મૃત્યુના સમાચાર જાણવા મળ્યાં ત્યારે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ દંપતી વિશે મળતી માહિતી મુજબ 8 જૂન 2020માં જ બન્ને લગ્નગ્રંથીથી જોડાયા હતાં અને બંનેએ એકબીજાને સાથે જીવવા-મરવાનું વચન આપ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે જાણે તેમનું આ વચન હકીકત બન્યું હોય તેમ લાગી રહ્યું છે. તેમનાં પરિવારજનોનું કહેવું છે કે, દુઃખની એ છે કે તેમનું વચન તો પૂરું થયું પણ વચને બધાની આંખો ભીની કરી દીધી છે. બંને આ અનહોનીમાં કાળનો ભોગ બન્યા હતા. આ બન્ને પતિ પત્ની વિશે વાત કરીએ તો સીધી જિલ્લાના શમી તાલુકાનાં ગૈવાટ પંચાયતમાં દેવરીમાં રહેતા હતાં. 25 વર્ષીય અજય પનિકા સીધીમાં એક રૂમમાં રહેતા હતા અને પોતાની 23 વર્ષીય પત્ની તપસ્યાને એએનએમ પેપર લેવા સીધીથી સતના જઇ રહ્યા હતા.

આ દરમિયાન માર્ગ અકસ્માતમાં બંને પતિ-પત્નીએ જીવ ગુમાવ્યો હતો. ઘટનાની જાણકારી પરિવારજનોને મળતાં તેઓ રડતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બન્નેના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. પરિવારે જણાવ્યું હતું કે તેમને તપસ્યાનો મૃતદેહ બપોરે 3 વાગ્યે મળી ગયો હતો. આ બાદમા અજયનો મૃતદેહ શોધવામાં આવ્યો જે સાંજે 5 વાગ્યે મળી આવ્યો હતો. આ બાદ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ બંનેના મૃતદેહને રાત્રે 10 વાગ્યે એમ્બ્યુલન્સથી દેવરી લઈ જવામાં આવ્યા હતા.
જાણવા મળી રહ્યુ છે કે બંનેના 8 મહિના પહેલા લગ્ન થયાં હતાં. અજય તેની પત્ની તપસ્યાને ભણાવીને કંઈક બનાવવા માંગતો હતો અને તેની પરીક્ષા અપાવવા માટે સતના લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન જે બન્યુ તે કોઇએ સપને પણ વિચાર્યુ ન હતુ. આ અનહોનીથી આખું ગામ ગમગીન થઈ ગયું, દરેકની આંખમાં આંસુ હતા, પરંતુ મજબૂરી જુઓ કે અજયના પિતા તેમના પુત્ર-પુત્રવધૂના અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શક્યા ન હતા.

અજયના પપ્પા વિશે જાણવા મળ્યું હતુ કે આ ઘટના બની ત્યારે અજયના પિતા ગુજરાતમાં હતા, તેમને ત્યાંથી પહોચતા 3 દિવસનો સમય લાગી જાય તેમ હતો અને પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહને આટલા લાંબા સમય સુધી ન રાખી શકાય. જેથી પિતા વગર જ અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. બુધવારે અજય અને તપસ્યા બંનેના અંતિમ સંસ્કાર એક સાથે કરવામાં આવ્યા હતા અને રિવાજ મુજબ, મુખાગ્નિ આપવામાં આવી હતી. બંનેને એક જ ચિતા પર દુનિયામાંથી વિદાય આપી હતી. આ રીતે બન્નેએ જાણે સાચે જ વચન પૂરૂ કર્યુ હોય તેમ લાગી રહ્યુ છે પરંતુ આ રીતે પુત્ર અને પુત્રવધૂ બન્નેના એકસાથે મોતના સમાચારથી પરિવારમા શોકનુ વાતાવરણ છવાઇ ગયુ છે.
0 Response to "ભયાનક અકસ્માતે પતિ-પત્ની બન્નેનો ભોગ લીધો, પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું, આખું ગામ હિબકે ચડ્યું"
ટિપ્પણી પોસ્ટ કરો