પીળી હળદર કરતા કાળી હળદર અનેક ઘણી છે ફાયદાકારક…

Spread the love

આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે હળદર આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. અત્યાર સુધી તમને પીળી હળદર વિશે જ ખબર હશે પરંતુ શું તમે જાણો છો કે કાળી હળદર પણ હોય છે. કાળી હળદર પણ અનેક ઘણી ફાયદાકારક હોય છે. જાણો, કાળી હળદર શા માટે ઉપયોગી છે..?

કાળી હળદરમાં એન્ટી-ઑક્સીડેન્ટના ગુણ મળી આવે છે. તેનો ઉપયોગ કેન્સરની સારવારમાં પણ થાય છે. કાળી હળદરના છોડને Curcuma Caesia ના નામથી ઓળખવામાં આવે છે. આ માત્ર રાંધવામાં જ નહીં પરંતુ દવાઓ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે..

તેમાં એન્ટી-બાયોટિકનો ગુણ પણ ઘણો વધારે હોય છે. તેની સાથે જ આ હળદર તમને સ્કિન સાથે સંકળાયેલી બીમારીઓ જેવી કે ખંજવાળ, મોચ અને ઈજાને ઠીક કરવા માટે પણ કરવામાં આવે છે. તેને તમે દૂધમાં મિક્સ કરીને પણ લગાવી શકો છો.

લિવર

આ તમારા લિવરને ડિટૉક્સ કરવાનું કામ કરે છે. આ સાથે જ તમારા લિવર સંબંધિત કેટલીય બીમારીઓથી પણ બચાવે છે. તેના સેવનથી અલ્સરની સમસ્યા પણ દૂર થાય છે.

સોજો

શરીરનો સોજો ઓછો કરવા માટે પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તેમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે, જે માલક્યૂલને બ્લોક કરીને સોજોને ઘટાડે છે.

પીરિયડ્સ

જો તમને અનિયમિત પીરિયડ્સની પરેશાની છે તો તેના માટે તમારે કાળી હળદરને થોડાક દિવસ સુધી દૂધમાં મિક્સ કરીને પીઓ. તેનાથી તમારી આ પરેશાની ખત્મ થઇ જશે.

કેન્સર

ચાઇનીઝ દવામાં કાળી હળદરનો ઉપયોગ કેન્સરની સારવાર માટે કરવામાં આવે છે. શોધકર્તા અનુસાર, નિયમિત તેનું સેવન કરવાથી કોલન કેન્સરનું જોખમ પણ ઘણું ઓછુ રહે છે.

ઑસ્ટિયોઆર્થરાઇટિસ

જે સાંધાનાં દુખાવા અને શરીરના અંગો જકડાઇ જવાની સમસ્યા ઊભી કરનાર બીમારી છે, જે તમારા હાડકાંના આર્ટિકુલર કાર્ટિલેજને નુકશાન પહોંચાડે છે. ત્યારે હળદરમાં ઈબુપ્રોફેન હોય છે, જે તેનાથી બચાવવામાં અસરકારક છે.

Related Posts

0 Response to "પીળી હળદર કરતા કાળી હળદર અનેક ઘણી છે ફાયદાકારક…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel