આ યોગ કરવાથી એક જ સેકન્ડમાં આવી જાય છે ઊંઘ, જાણો અને તમે પણ ઘરે કરો આ રીતે
મિત્રો, પ્રવર્તમાન સમયમા કામકાજની વ્યસ્તતાના કારણે ઈન્સોમ્નિયા નામના રોગથી પીડાતા લોકોની સંખ્યામા ખુબ જ વૃદ્ધિ જોવા મળી રહી છે. વાસ્તવમા સારી ઊંઘ ના આવવી જ એ આ બીમારી થવા પાછળનુ મુખ્ય કારણ છે. જો યોગ્ય ઊંઘ પૂર્ણ ના થાય તો આપણો સ્વભાવ એકદમ ચીડિયો બની જાય છે અને નાની-નાની વાતમા પણ આપણને ગુસ્સો આવવા લાગે છે.

ભલે આ સમસ્યાને ટાળવા માટે આપણે ઊંઘની ગોળીઓ લઇ લેતા હોઈએ છીએ પરંતુ, આ દવાઓની આડઅસર પણ અનેકવિધ પ્રકારની હોય છે. આ બીમારીમા દવાઓ કરતા પણ વધુ અસરકારક યોગાસન છે. તો ચાલો આજે આ લેખમા આપણે અમુક એવા યોગાસનો વિશે માહિતી મેળવીએ, જે આપણા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.
ચંદ્રભોજન પ્રાણાયામ :

જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આપણા નાકનો ડાબી તરફનો ભાગ એ શરીરની કૂલિંગ એનર્જી સાથે સંકળાયેલ હોય છે એટલે કે તે ચંદ્ર સાથે જોડાયેલ હોય છે. આ યોગ એ આપણા શરીરને મહદ અંશે શાંત કરે છે. આ યોગ મુદ્રામા જવા માટે સૌથી પહેલા તો સ્વસ્તિક બનાવી અને પદ્માસન મુદ્રામા બેસો.

ત્યારબાદ તમારી હથેળી તરફ મધ્યમા અને તર્જની આંગળીને વાળો. હવે તમારા જમણા અંગૂઠાને નાકના જમણા ભાગની તરફ લઈ જાઓ. હવે ધીમે-ધીમે ઊંડા શ્વાસ લો કે જ્યા સુધી તમારા ફેફસા સંપૂર્ણપણે ભરાઈ ના જાય. ત્યારબાદ થોડા સમય માટે તમારા શ્વાસને ક્ષમતા મુજબ રોકી રાખવાનો પ્રયાસ કરો. આ ક્રિયા દસ વખત કરો, તે તમારા માટેલાભદાયી સાબિત થઇ શકે છે.
વિપરીત કરની આસન :

આ આસનની મદદથી તમારા મગજની નસો એકદમ યોગ્ય રીતે કામ કરે છે અને તમારી હાર્ટબીટ પણ એકદમ નિયંત્રણમા રહે છે. આ આસનને તમે સૂતા પહેલા અથવા તો સાંજના સમયે પણ કરી શકો છો. આ આસન કરવા માટે સૌથી પહેલા દીવાલથી અંદાજીત ૬ ઈંચના અંતરે ચટાઈ પાથરો.ત્યારબાદ પોતાના પગને દીવાલની તરફ ફેલાવીને સૂઈ જાઓ.

હવે શરીરના ઉપરની તરફના ભાગને પાછળની તરફ નમાવો અને ધાબળા પર સૂઈ જાઓ. આ યોગમુદ્રા દરમિયાન તમારા બંને પગ દીવાલથી ઉપરની તરફ હોવા જોઈએ.તમારી બાજુઓને શરીરથી થોડાક અંતરે જમીન પર મૂકીને રાખો. આ અવસ્થામાં હથેળીઓ ઉપરની તરફ હોવી જોઈએ. ત્યારબાદ શ્વાસ છોડો અને માથુ, ગરદન તથા કમરને જમીનથી અડકાડો. આ મુદ્રામાં ૫થી ૧૫ મિનિટ સુધી રહો.
સેતુબંધ આસન :

આ આસન ભરપૂર પ્રમાણમા ઉર્જાથી ભરેલુ હોય છે. સૌથી પહેલા તો તમે પીઠના બળ પર સીધા સૂઈ જાઓ. ત્યારબાદ તમારા બંને હાથ તમારા શરીરની બાજુમાં સીધા મૂકો. ત્યારબાદ તમારી બંને હથેળીઓને જમીન પર લગાવીને રાખો. હવે આ બંને ઘૂંટણને વાળી લો કે, જેથી ફક્ત તમારા તળિયા જ જમીનને સ્પર્શે.

ત્યારબાદ શ્વાસ લેતા સમયે તમારી કમરને ઉપરની તરફ ઉઠાવવાનો પ્રયાસ કરો. હમેંશા પ્રયાસ એવો રાખવો કે, તમારી છાતી એ તમારી દાઢીને સ્પર્શે. આ સમય દરમિયાન તમારી બાજુઓને કોણીના ભાગથી વાળી લો અને ત્યારબાદ તમારી હથેળીઓને કમરની તરફ નીચે મૂકી આધાર આપો. થોડા સમય પછી તમારી કમર નીચે લાવો અને પીઠના બળ પર સીધા સૂઈ જાઓ.

જો તમે પણ ઊંઘ ના આવવાની સમસ્યાથી પીડાતા હોવ તો તમે પણ એકવાર ઉપરોક્ત જણાવેલા આસનમાંથી કોઈપણ એક આસનનો ઉપયોગ કરીને આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો અને તમારા સ્વાસ્થ્યને એકદમ નીરોગી અને તંદુરસ્ત બનાવી શકો છો તો એકવાર તમે પણ અજમાવો અને જુઓ ફરક.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "આ યોગ કરવાથી એક જ સેકન્ડમાં આવી જાય છે ઊંઘ, જાણો અને તમે પણ ઘરે કરો આ રીતે"
ટિપ્પણી પોસ્ટ કરો