શું તમે જાણો છો વરિયાળીના ફાયદા વિશે, પુરુષોએ તો જરૂરથી કરવું જોઈએ સેવન
વરીયાળી આપણા સ્વાથ્ય માટે ખુબ ફાયદાકારક છે. વરીયાળીનું સેવન કરવાથી ગમે તેવી મોટામાં મોટી બીમારીઓને દુર કરવામાં ફાયદાકારક છે.વરીયાળીને દૂધ સાથે ભેળવીને પીવાથી તે પુરષો માટે ખુબ ફાયદાકારક છે. સંસોધન મુજબ એવું જાણવા મળ્યું છે કે વરીયાળી ખાવાથી પુરુષની જાતીય શક્તિ બે ગણી થાય છે.વરિયાળીમાં ઝીંક અને ફાયબરનું પ્રમાણ વધુ હોવાથી તે શીધ્ર પતનને દુર કરવામાં મદદ કરે છે.વરીયાળી ઘણા બધા રોગોને દુર કરવા માટેનું એક ઔષધીય ઉપચાર છે.

વરિયાળીમાં વિટામીન સી રહેલું છે અને તેમાં કેલ્શિયમ, સોડિયમ, ફોસ્ફરસ, આયર્ન અને પોટેશિયમ જેવા આવશ્યક ખનિજો તત્વો પણ રહેલા છે.તેથી વરીયાળીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને મજબુત બનાવે છે અને દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન્સ, નિયાસિન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વો રહેલા છે. આ બધા મળીને આપણા શરીરના હાડકાને મજબુત બનાવે અને ગંભીર રોગોમાં મુક્ત કરે છે.વરીયાળી અને દૂધનું રાતે સુતા પહેલા સેવન કરવું જોઈએ જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે.
દૂધ સાથે વરિયાળી પીવાથી થતા ફાયદા
વજન ઘટાડવામાં મદદરૂપ

વરિયાળીમાં ફાયબર ભરપુર પ્રમાણમાં હોવાથી તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લગતી. વરીયાળીનું સેવન કરવાથી તે પેટમાં થતા અપચામાં મદદરૂપ થાય છે. જો તમારે વજન ઘટાડવું હોય ત્યારે વરીયાળીનું સેવન કરવાથી વજન ઓછું થાય છે.
પેટના રોગોમાં રાહત

વરિયાળીમાં રહેલું તેલ પેટમાં થતા અપચો ,સોજો અને કબજિયાતની સમસ્યાને દુર કરે છે. તેથી વરીયાળીનું દૂધ પીવાથી પેટને લગતી બધી સમસ્યાને મટાડવા માટે તે ખુબ ફાયદાકારક છે. વરીયાળીનું સેવન કરવાથી પેટમાં થતો ગેસ અને એસિડીટીમાં પણ ફાયદો થાય છે.
એસિડિટીથી રાહત

વરીયાળીનું દૂધ પીવાથી એસિડિટી અને મસાલાવાળા ખોરાકથી થતી એસિડિટી અને સોજો ઓછો કરવામાં મદદરૂપ થાય છે.
હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ
વરિયાળીનું દૂધ પીવાથી હિમોગ્લોબિનમાં વધારો થાય છે. તેમાં રહેલા આયર્ન, પોટેશિયમ હોય છે, જે તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ બરાબર રાખે છે. આની સાથે, એનિમિયા જેવી સમસ્યાથી પણ રાહત મળે છે.
આંખો માટે ઉપયોગી

વરિયાળીનું સેવન આંખો માટે તેને ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમાં વિટામિન એ હોય છે. તેના નિયમિત સેવન કરવાથી આંખોની રોશનીમાં સુધારો થવાની સંભાવના વધી જાય છે. અને તે આંખના નંબરને પણ ઓછા કરે છે.
ખીલ મટાડવામાં ઉપયોગી

સંશોધન અનુસાર એવું જાણવા મળ્યું છે કે વરિયાળીના એન્ટીબેક્ટેરિયલ ગુણ ચહેરાના ખીલને મટાડવામાં મદદ કરે છે. તે તમારી ત્વચાને નિખારે છે અને લોહીને શુદ્ધ પણ કરે છે. તે ચહેરાને મુલાયમ રાખે છે.
વરિયાળીનું દૂધ બનાવવાની રીત

એક ગ્લાસ દુધમાં અડધી ચમચી વરીયાળી નાખવી. ત્યારબાદ તેને એકદમ ઉકાળવું, પછી તેને ગરણી વડે ગાળી લો. જો તમને ઈચ્છા હોય તો તેમાં મીઠાસ માટે મધ પણ ઉમેરી શકાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શું તમે જાણો છો વરિયાળીના ફાયદા વિશે, પુરુષોએ તો જરૂરથી કરવું જોઈએ સેવન"
ટિપ્પણી પોસ્ટ કરો