મેનોપોઝ દરમિયાન ના લો કોઇ સ્ટ્રેસ, ખાઓ આ ફૂડ અને રહો હેલ્ધી, સાથે આ સમસ્યામાંથી મેળવો રાહત
મિત્રો, માસિક ધર્મ પછી સ્ત્રીઓમાં મેનોપોઝ એ સામાન્ય શારીરિક પ્રક્રિયા છે. આ સમય દરમિયાન સ્ત્રીઓએ અનેકવિધ પ્રકારના શારીરિક અને માનસિક ફેરફારોનો સામનો કરવો પડે છે. ઘણીવાર પીરિયડ્સ અનિયંત્રિત થઈ જાય છે, ઉદાહરણ તરીકે પીરિયડ્સ સંપૂર્ણપણે બંધ થાય તે પહેલાં થોડા મહિના અથવા એક વર્ષ પહેલા આવવા લાગે છે.

મેનોપોઝ એ સામાન્ય રીતે ૪૫-૫૫ વર્ષની વચ્ચે થાય છે પરંતુ, તે આ ઉંમર પહેલા અને પછી પણ થઈ શકે છે. આ સમય દરમિયાન પરસેવો, વધુ પડતી ગરમી, નબળી એકાગ્રતા, ચિંતા અને મૂડ સ્વિંગ્સ સામાન્ય છે પરંતુ, તંદુરસ્ત આહાર અને નિયમિત કસરત માત્ર સારું અનુભવવામાં જ મદદ કરતી નથી, લાંબા સમય સુધી તેના ફાયદા સ્વાસ્થ્ય પર રહે છે. આજે અમે તમને આવા જ ખોરાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થશે, ચાલો જાણીએ.
બેરી :

બ્લુબેરી, સ્ટ્રોબેરી અને રાસબેરી કુદરતી પોષક તત્વોના એન્ટિ-ઇન્ફ્લેમેટરી પાવરહાઉસ છે. તે મનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તથા બ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે. મેનોપોઝ દરમિયાન તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમા પુષ્કળ એન્ટીઓકિસડન્ટો હોય છે, જે તણાવનો સામનો કરવામાં મદદ કરે છે. મેનોપોઝ દરમિયાન ઊંઘમાં પણ રાહત આપે છે.
શાકભાજી અને પાંદડાવાળી લીલોતરી સબ્જી :

મેનોપોઝ દરમિયાન ફળો અને શાકભાજી ખાવાથી સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. ખાસ કરીને પાંદડાવાળા લીલા, કોબીજ, કેલ, બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ અને ફુલાવર જેવા શાકભાજીનું વધુ સેવન કરવું જોઈએ. આ લીલા શાકભાજી એસ્ટ્રોજનના સ્તરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, જે પોસ્ટમેનોપોઝલ મહિલાઓમાં સ્તન કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.
લેગીસ :

ફાયટોએસ્ટ્રોજન સોય જેવી શીંગોમાં જોવા મળે છે. જે શરીરમાં એસ્ટ્રોજન ને લઈ જનાર તૈશ્યની પેશિકાઓની પ્રતિક્રિયાને ઉત્તેજિત કરીને મેનોપોઝ માંથી પસાર થતી મહિલાઓમાં હોર્મોનની વધઘટને સુધારવામાં મદદ કરે છે. તે હાડકાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ ઉપરાંત તે કેલ્શિયમ અને વિટામિન-ડી પણ સારા સ્રોત છે.
આખા અનાજ :

મેનોપોઝની સ્ત્રીઓના આહારમા પણ આખા અનાજ હોવા જોઈએ. આખા અનાજમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન બી અને મેગ્નેશિયમ ધરાવતા કુટ્ટુ અને ક્વિંવા જેવા અનાજ હોય છે. આ અનાજ ગ્લુટેનમુક્ત પણ હોય છે, જેમાં મોટાભાગના પરંપરાગત અનાજ કરતા વધુ પોષકતત્વો હોય છે.
સાલ્મોન :
આ વસ્તુ પુષ્કળ માત્રામા ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ધરાવે છે. ઓમેગા-3 અને ફેટી એસિડ ટ્રાઇગ્લિસરાઇડને સુધારવામાં અને બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં અને મહિલાઓના હૃદયને સ્વસ્થ રાખવામા પણ તે ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે ઓમેગા-3 ફેટી એસિડ એ મહિલાઓના માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ થાય છે. શાકાહારી મહિલાઓ વિકલ્પ તરીકે ઓમેગા-૩ સપ્લિમેન્ટ્સ પસંદ કરી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "મેનોપોઝ દરમિયાન ના લો કોઇ સ્ટ્રેસ, ખાઓ આ ફૂડ અને રહો હેલ્ધી, સાથે આ સમસ્યામાંથી મેળવો રાહત"
ટિપ્પણી પોસ્ટ કરો