ગુજરાતના આ મોટા શહેરમાં કોરોનાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરતા લેવાયો આ મોટો નિર્ણય, જાણી લો જલદી નહિં તો…
ગુજરાત રાજ્યમાં (Gujarat Corona Cases) છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાયરસ સંક્રમણએ (Coronavirus) પોતાનું રૌદ્ર સ્વરૂપ પ્રગટ કરી રહ્યું છે. છેલ્લા ત્રણ- ચાર દિવસથી રોજના ૨૨૦૦ કરતા વધારે કેસ નોંધવામાં આવી રહ્યા છે. એમાં પણ ગુજરાત રાજ્યના બે મોટા શહેરોમાં અમદાવાદ (Ahmedabad) અને સુરત (surat) શહેરોની સ્થિતિ ફરીથી એકવાર ચિંતાજનક સ્તરે પહોચી ગઈ છે. ગુજરાત રાજ્યમાં આયોજિત થયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Municipal Elections 2021) અને નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં (Narendra Modi Stadium) આયોજિત થયેલ ક્રિકેટ મેચ પછી પણ કોરોના વાયરસ સંક્રમણનો ફેલાવો સતત વધતો જ જઈ રહ્યો છે.
૪ કરતા વધારે વ્યક્તિઓ એકઠા થઈ શકે નહી.

ડાયમંડ નગરી (Daimond City) સુરતમાં કોરોના વાયરસ સંક્રમણની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા શહેરમાં શાંતિ અને કાયદાની વ્યવસ્થા જાળવી રાખવા માટે અને કોરોના વાયરસનું સંક્રમણ વધારે વધે નહી એના માટે સુરત શહેરના પોલીસ કમિશનર (Surat Police Commissioner) દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાં જણાવવામાં આવ્યું છ કે, એકસાથે ૪ કરતા વધારે વ્યક્તિઓએ એકઠા થવું જોઈએ નહી, કોઈ જાહેર સભા ભરવી કે પછી સરઘસ કાઢવા દેવા પર તા. ૩૦ માર્ચ, ૨૦૨૧ થી તા. ૧૩ એપ્રિલ, ૨૦૨૧ સુધી પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે.
આ નિયમ કોને લાગુ પડશે નહી.

જાહેર કરવામાં આવેલ જાહેરનામાના નિયમોના અપવાદ તરીકે સરકારી અને અર્ધસરકારી ફરજ સાથે જોડાયેલ વ્યક્તિઓને, સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાનું આયોજન કરનાર વ્યક્તિઓને આ નિયમો લાગુ પડી શકશે નહી. પરંતુ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિને શિક્ષાને પાત્ર રહેશે.
સુરત શહેરમાં સતત ચોથા દિવસે પણ ૬૦૦ કરતા વધારે કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે.
- તા. ૨૦ માર્ચ, ૨૦૨૧ શનિવાર : ૩૮૧.
- તા. ૨૧ માર્ચ, ૨૦૨૧ રવિવાર: ૪૦૫
- તા. ૨૨ માર્ચ, ૨૦૨૧ સોમવાર: ૪૨૯
- તા. ૨૩ માર્ચ, ૨૦૨૧ મંગળવાર: ૪૭૬
- તા. ૨૪ માર્ચ, ૨૦૨૧ બુધવાર: ૪૮૦
- તા. ૨૫ માર્ચ, ૨૦૨૧ ગુરુવાર: ૫૦૧
- તા. ૨૬ માર્ચ, ૨૦૨૧ શુક્રવાર: ૬૦૯
- તા. ૨૭ માર્ચ, ૨૦૨૧: શનિવાર: ૬૦૭
- તા. ૨૮ માર્ચ, ૨૦૨૧ રવિવાર: ૬૦૧
- તા. ૨૯ માર્ચ, ૨૦૨૧ સોમવાર: ૬૦૩
સુરત શહેરમાં કોરોના વાયરસથી સંક્રમિત થઈ જવાના લીધે ૧ હજાર કરતા વધારે વ્યક્તિઓના મૃત્યુ.

સુરત શહેરમાં કોરોના વાયરસ સંક્રમિત થઈ જવાના કારણે મૃત્યુ થનાર વ્યક્તિઓનો મૃત્યુઆંક ૧ હજારનો આંકડો પાર કરી લીધો છે. અમદાવાદ શહેર પછી સુરત જીલ્લો એવો બીજો જીલ્લો બની ગયો છે જ્યાં ૧ હજાર કરતા વધારે વ્યક્તિઓના મૃત્યુ કોરોના વાયરસના કારણે થઈ ગયા છે. અહિયાં ઉલ્લેખનીય બાબત છે કે, કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો ૩ લાખને પાર કરી લીધો છે. ગુજરાત રાજ્ય દેશનું એવું ૧૨મુ રાજ્ય બની ગયું છે જ્યાં કોરોના વાયરસના ત્રણ લાખ કરતા વધારે કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ કોરોના વાયરસના રોજીંદા કેસમાં અને મૃત્યુઆંકમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ.

સોમવારના રોજ ગુજરાત રાજ્યમાં ૨૨૫૨ કોરોના વાયરસના કેસ નોંધવામાં આવ્યા હતા, ત્યાં જ ૮ વ્યક્તિઓના મૃત્યુ પણ કોરોના વાયરસના લીધે થઈ ગયા હતા. ગઈકાલના રોજ રાજ્યભરમાં ૧૭૩૧ દર્દીઓએ કોરોના વાયરસને હરાવીને સ્વસ્થ થઈ ગયા હતા. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં ૨,૮૬,૫૭૭ દર્દીઓએ કોરોના વાયરસને હરાવી દીધો છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે, ગુજરાત રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા ૧૨ હજારને પાર આંકડો પહોચી ગયો છે. ગુજરાત રાજ્યમાં સક્રિય કેસ ૧૨૦૪૧ કેસ છે જેમાંથી ૧૪૯ વ્યક્તિઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે જયારે ૧૧૮૯૨ વ્યક્તિઓ સ્ટેબલ છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસથી રીકવરી રેટ ૯૪.૫૪% જેટલો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : दैनिक भास्कर )
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ગુજરાતના આ મોટા શહેરમાં કોરોનાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરતા લેવાયો આ મોટો નિર્ણય, જાણી લો જલદી નહિં તો…"
ટિપ્પણી પોસ્ટ કરો