Surat: હજીરાથી દીવ વચ્ચે શરૂ થશે ક્રૂઝ સર્વિસ, અંદરની આ સુવિધાઓ જાણીને તમે પણ બોલી ઉઠશો WOW!
કેન્દ્રમાં રહેલ મોદી સરકાર (Modi Government) દ્વારા ગુજરાત રાજ્ય (Gujarat State) ને વધારે એક ભેટ આપવા જઈ રહી છે. આવનાર સમયમાં સુરત શહેરમાં આવેલ હજીરા વિસ્તારથી લઈને દીવ વચ્ચે ક્રુઝ સેવાની (Hajira Diu Cruise Service)ની શરુઆત કરવામાં આવશે. આ ક્રુઝ શિપમાં એકસાથે ૩૦૦ પ્રવાસીઓની કેપેસીટી ધરાવતા ક્રૂઝમાં અંદાજીત ૧૬ જેટલા કેબિનની વ્યવસ્થા કરવામાં આવી હશે. આ ક્રુઝ અઠવાડિયાના દર સોમવાર અને દર બુધવારના રોજ સાંજના સમયે સુરત શહેરમાં આવેલ હજીરા વિસ્તારથી મુસાફરી કરવાનું શરુ કરશે અને આ ક્રુઝ બીજા દિવસે સવારના સમયે દીવ પહોચી જશે. સુરતના હજીરા વિસ્તારથી દીવ સુધીની એક તરફી મુસાફરી કરવા માટે અંદાજીત ૧૩ થી ૧૪ કલાક જેટલો સમય લાગી શકે છે.

સુરતમાં આવેલ હજીરા પોર્ટથી દીવ વચ્ચે ક્રુઝ સર્વિસની શરુઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે તા. ૩૧ માર્ચ, ૨૦૨૧ બુધવારના રોજ સાંજના સમયે ૪:૩૦ વાગે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે.
કેટલો સમય લાગી શકે છે અને ક્રૂઝમાં કેવી સુવિધા આપવામાં આવશે?

આ ક્રુઝ દર સોમવારના દિવસે અને દર બુધવારના દિવસે હજીરા પોર્ટ પરથી સાંજના સમયે ઉપડશે અને બીજા દિવસે સવારના સમયે દીવ પહોચી જશે અને દીવથી બીજા દિવસની સાંજના સમયે નીકળીને બીજા દિવસે સવારના સમયે સુરતના હજીરા પોર્ટ પર પાછી ફરશે.

ક્રુઝની આ એક તરફી મુસાફરી કરવા માટે અંદાજીત ૧૩ થી ૧૪ કલાક જેટલો સમય લાગી શકે છે. આ ક્રુઝ ૩૦૦ પેસેન્જર્સની કેપેસીટી ધરાવવાની સાથે આ ક્રૂઝમાં ૧૬ જેટલા કેબિનની સુવિધા આપવામાં આવી છે. આ સાથે જ ક્રુઝ એક અઠવાડિયા દરમિયાન બે રાઉન્ડ ટ્રીપ દીવ સુધી કરી શકે છે. આ ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ, વી.આઈ.પી લાઉન્જ, એન્ટરટેઈનમેંટ ઓન ડેક જેવી મનોરંજનની આધુનિક સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવ્યું છે.
હજીરા- ધોધા રો- પેક્સને મળ્યો છે ભવ્ય પ્રતિસાદ.

અંદાજીત ચાર મહિના પહેલા જ પ્રધાનમંત્રીના હસ્તે ‘હજીરા- ધોધા’ રો- પેક્સ સર્વિસની શરુઆત ભારત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. ફક્ત ૪ મહિનાના સમયગાળામાં જ ૧ લાખ કરતા વધારે પેસેન્જર્સ અને હજારોની સંખ્યામાં આવતા વાહનો દ્વારા ‘હજીરા- ધોધા’ રો- પેક્સ સેવાનો લાભ લેવામાં આવ્યો છે. ‘હજીરા- ધોધા’ રો- પેક્સ સર્વિસની ભવ્ય સફળતા પછી હવે સુરત શહેરના હજીરા પોર્ટથી દીવની વચ્ચે ક્રુઝ સર્વિસની શરુઆત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે તા. ૩૧ માર્ચ, ૨૦૨૧ બુધવાર આવતીકાલના રોજ વર્ચ્યુઅલી કરવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : दैनिक भास्कर )
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "Surat: હજીરાથી દીવ વચ્ચે શરૂ થશે ક્રૂઝ સર્વિસ, અંદરની આ સુવિધાઓ જાણીને તમે પણ બોલી ઉઠશો WOW!"
ટિપ્પણી પોસ્ટ કરો