જો તમે પણ આ ઉનાળામાં મનાલીમાં ફરવા જવાનો પ્લાન કરતા હોવ તો ખાસ વાંચી લેજો આ આર્ટિકલ, કારણકે…

હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને સાથે સાથે હરવા ફરવાના શોખીન લોકોના ફરવા જવાના પ્લાનિંગ પણ શરૂ થઈ ગયા છે. ગરમીના દિવસોમાં મોટાભાગે લોકો ઠંડા પ્રદેશો તરફ ફરવા જવાનું પસંદ કરતાં હોય છે અને એવું જ એક સ્થાન છે મનાલી. હિમાચલના પહાડી વિસ્તારોમાં આવેલું આ એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. અહીં આવીને તમે સ્કીઇંગ, હાઈકિંગ (લાંબી પગપાળા યાત્રા), પર્વતારોહણ, પેરગલાઈડિંગ, રાફટિંગ, ટ્રેકિંગ, કાયાકિંગ અને માઉન્ટન બાઇકિંગનો આનંદ માણી શકો છો. અહીં સોલંગ વેલી, રોહતાંગ દર્રા, ભૃગુ લેક જેવા જોવાલાયક સ્થાનો પણ છે. જો તમે પહેલાથી જ મનાલી જવાનું મન બનાવી લીધું હોય કે પ્લાન બનાવી લીધો હોય તો અમારો આ આર્ટિકલ તમારા માટે ખાસ ઉપયોગી થાય તેવો છે. કારણ કે અહીં અમે તમને મનાલી ફરવા જવા માટે ઉપયોગી થાય તેવી માહિતી પીરસવા જઈ રહ્યા છીએ.

image source

જે લોકોને નૈસર્ગિક વાતાવરણ અને કુદરતી સૌંદર્ય વચ્ચે રજાઓ માણવાનો શોખ હોય તેમના માટે મનાલી જવું એટલે જોયેલા સપનાને સાચું થવા બરાબર છે. પરંતુ મનાલી ગયા પહેલા અમુક બાબતો જાણી લેવી પણ જરૂરી છે.

આ રીતે પહોંચો મનાલી

image source

આમ તો ભુંટર એરપોર્ટ મનાલી પહોંચવા માટે બેસ્ટ વિકલ્પ છે. પણ ઘણા લોકો.બસ દ્વારા પણ મનાલી આવે છે. બસ દ્વારા મનાલી આવવાથી તમને થાક તો લાગશે પણ રસ્તામાં જોવા મળતા સુંદર અને રમણીય દ્રશ્યો તમને થાક ઉતારવામાં સહાયક લાગશે. દિલ્હીથી મનાલી બસ યાત્રા લગભગ 14 કલાકની હોય છે. જો તમે.ધર્મશાળા રોકાઈને પછી મનાલી આવો તો આ અંતર 9 કલાકનું જ રહી જાય છે.

મનાલી શહેર અને ત્યાની ખાણી – પીણી

image source

સેન્ટ્રલ મનાલી ઓલ્ડ મનાલીથી વધુ ભીડ વાળું અને ગીચ શહેર લાગે છે. મનાલીમાં સસ્તા, મધ્યમ અને મોંઘા એમ બધા પ્રકારના બજેટમાં હોટલ મળી રહે છે. મનાલીમાં જમવાની વાત કરીએ તો અહીંની હોટલોમાં મોટેભાગે ઇન્ડિયન, તિબ્બતી અને મેક્સિકન ક્યુઝીન પીરસવામાં આવે છે.

image source

અમુક જગ્યાએ સુશી પણ મળે છે. તમારા બજેટ મુજબ તમે મનાલીના નાનકડા એવા ગામ વશિષ્ટમાં પણ જઈ શકો છો. વશિષ્ટ ગામ બ્યાસ નદીની પેલે પાર અને જૂના મનાલીની બાજુના રાજમાર્ગ પર આવેલું છે.

image source

જુના મનાલીમાં ઈન્ટરનેટ સુવિધા સારી મળે છે. અહીં એવા કેટલાક કાફે પણ છે જે ફ્રી વાઈફાઈની સુવિધા આપે છે. સેન્ટ્રલ મનાલીમાં આવેલા મોલ રોડ પર અનેક એટીએમ પણ આવેલા છે અને આ વિસ્તાર ખરીદી માટેનું હબ પણ ગણાય છે.

એડવેન્ચર અને સ્પોર્ટ્સ

મનાલી એડવેન્ચરસ સ્પોર્ટ્સ માટે એક આદર્શ જગ્યા છે. અહીં તમે રોક કલાઈમબિંગ, ટ્રેકસ, પેરાગલાઈડિંગ અને જોરબિંગનો આનંદ ઉઠાવી શકો છો. જો કે આ બધા લાભ લેવા માટે તમારે ઓલ્ડ મનાલીમાં એજન્સીઓનો સંપર્ક કરવાનો રહે છે. વ્હાઇટ બોટર રાફટિંગ તમે સૂકા વાતાવરણમાં કરી શકો છો. વળી, ચોમાસાના દિવસોમાં અહીંની નદીમાં વહેણની ગતિ પણ વધી જાય છે. પર્યટકો મનાલી પાસેની સોલાનફ ઘાટીમાં શિયાળાના દિવસોમાં સ્કીઇંગની મજા પણ માણતા હોય છે.

image source

જો તમે મનાલીથી પણ આગળ ફરવા જવા માંગતા હોય તો તમારે કુલ્લુ જરૂર જવું જોઈએ. કુલ્લુ મનાલીથી ફક્ત 3 કલાકની યાત્રા જેટલું જ દૂર છે. અને તે પ્રાચીન સ્થાનો, દેવદાર અને પાઈનના વૃક્ષોથી ભરપુર વાદીઓને કારણે પર્યટકોમાં પ્રસિદ્ધ છે. જો તમારી પાસે વધુ બજેટ અને સમય હોય તો ત્યાંથી આગળ કસોલ લન ફરવા જઈ શકો છો.

0 Response to "જો તમે પણ આ ઉનાળામાં મનાલીમાં ફરવા જવાનો પ્લાન કરતા હોવ તો ખાસ વાંચી લેજો આ આર્ટિકલ, કારણકે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel