જાણો આ જીવ વિશે જેનું ક્યારે નથી થતું મૃત્યુ, રહે છે અમર, શું તમે જાણો છો આ જીવ વિશે?
દુનિયામાં અનેક ચીજો હોય છે જે અજાયબીના રૂપમાં જાણીતી બની જાય છે. તમે આજ સુધી જેલી ફિશ તો અનેક પ્રકારની જોઈ હશે પણ શું તમે બાળકના રૂપમાં રહેનારી જેલી ફિશ વિશે જાણો છો… નહીં ને. તો આજે અમે તમને જણાવીશું દુનિયાની એકમાત્ર અમરજીવી જેલિ ફિશ વિશે વિગતે.. આ જેલી ફિશનું વૈજ્ઞાનિક નામ છે Turritopsis Dohrnii. આ જેલી ફિશની ખાસિયત છે કે તે પોતાને વયસ્કથી બાળકના સ્ટેજમાં લાવવા માટે તેના કોઈ અંગનું ક્યારેય પણ વિભાજન કરતી નથી.

સેક્સ્યુઅલી મેચ્યોર થતાં જ ફરીથી બાળકના રૂપમાં આવી જાય છે
કદાચ જેલી ફિશ માટેની આ વાતો જાણીને તમને નવાઈ લાગશે પણ આ તમામ વાતો સાચી છે. દુનિયાની આ એકમાત્ર જેલી ફિશ છે જે અમરજીવી છે. તેને અમર રહેવાનું વરદાન પ્રાપ્ત છે. તેની ઉંમરની તમે ક્યારેય કલ્પના પણ કરી શકતા નથી. આ જેલી ફિશની ખાસિયત છે કે તે સેક્સ્યુઅલી મેચ્યોર થતાં જ ફરીથી બાળકના રૂપમાં આવી જાય છે. ફરી તે વયસ્ક બને છે અને ફરીથી બાળકના રૂપમાં આવે છે. આ પ્રોસેસ સતત ચાલતી જ રહે છે. તે ક્યારેય મૃત્યુ પામતી નથી.
ક્યાં થયો હતો આ અમરજીવી જેલી ફિશનો જન્મ

માનવામાં આવે છે તે પ્રમાણે આ જેલી ફિશનું વૈજ્ઞાનિક નામ Turritopsis Dohrnii છે અને તે શરીરમાં ઘણી નાની જોવા મળે છે. તેનો આકાર 4.5 એમએમ વ્યાસનો છે. તેના 8 ટેન્ટિકલ્સ એટલે કે પગ હોય છે. જ્યારે જેલી ફિશ તેના મેચ્યોર લેવલમાં પહોંચે છ ત્યાર ત 80-90 પગ ધરાવ છે. મળતી માહિતિ અનુસાર આ ફિશનો જન્મ પ્રશાંત મહાસાગરમાં થયો હોવાનું માનવામાં આવે છે. જો કે એ વાત અલગ છે કે તે હવે અનેક મહાસાગરોમાં સરળતાથી જોવા મળે છે.
તાપમાન સાથે બદલે છે રૂપ

જેલી ફિશની લાઈફ ખૂબ નાની હોય છે. તે અમર હોવાથી મૃત્યુ પામતી નથી. આ જેલી ફિશનું જીવન તાપમાનના આધારે નક્કી થાય છે. જો સાગરના પાણીનું તાપમાન 20-22 ડિગ્રી હોય તો આ જેલી ફિશ 25-30 દિવસમાં મેચ્યોરથી બાળકના રૂપમાં આકાર પામે છે. સમુદ્રનું તાપમાન 14-25 ડિગ્રી હોય તો તે 18-22 દિવસમાં જ સેક્સ્યુઅલી મેચ્યોર થાય છે અને બાળકના રૂપમાં આવી જાય છે. જ્યારે જેલી ફિશ પુખ્ત થવાના સ્ટેજમાં હોય છે ત્યારેતેના 12 ટેન્ટિકલ્સ જોવા મળે છે. અહીં થી તે પોલીપ બને છે. આ માટે તેને 2 દિવસનો સમય લાગે છે.
આ છે અમરજીવ જેલી ફિશની ખાસિયત

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જેલી ફિશના કોઈ અંગનું વિભાજન થતું નથી. આ ફિશ નોન વેજિટેરિયન છે અને તે માછલીના ઈંડા ખાવાનું પસંદ કરે છે. તેને અન્ય જીવથી ડર લાગે છે. અમરજીવી જેલી ફિશના શરીરમાં 5 ટકા ભાગ શરીર છે અને સાથે જ 95 ટકા ભાગ પાણી છે. આ ફિશ પાણીમાં જ જીવિત રહે છે.
0 Response to "જાણો આ જીવ વિશે જેનું ક્યારે નથી થતું મૃત્યુ, રહે છે અમર, શું તમે જાણો છો આ જીવ વિશે?"
ટિપ્પણી પોસ્ટ કરો