આ છે ભગવાન વિષ્ણુ નું સૌથી ધનિક મંદિર, તેના ભોંયરામાં છે અતુલ્ય ખજાનો, સાપ રક્ષા કરે
હાલમાં ફરી એક વાર ચર્ચા માં આવ્યું છે વિશ્વના સૌથી ધનિક પદ્મનાભ સ્વામી મંદિર. હાલમાં એક સુપ્રીમ કોર્ટે નો ચુકાદો આવ્યો છે કે ત્રાવણકોર રોયલ પરિવાર મંદિરના સંચાલન અને જાળવણીની સંપૂર્ણ કાળજી લેશે.
મળતી માહિતી મુજબ, ત્રાવણકોર પરિવારએ આ મંદિર નું નિર્માણ કર્યું છે. આ ઉપરાંત, મંદિરની જાળવણીની જવાબદારી રાજ્ય સરકારને સોંપવામાં આવી છે.
આ મંદિર વિશ્વનું સૌથી ધનિક મંદિર પણ કહેવાય છે. મળતી માહિતી મુજબ, ફોર્બ્સના અંદાજ પ્રમાણે મંદિરમાં 75 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ હાલમાં છે. તમને જણાવી દઈએ કે તે પાકિસ્તાનના બજેટ કરતા 24 ગણા વધારે છે.
તમને જણાવી દઈએ કે આ મંદિર કેરળના તિરુવનંતપુરમમાં આવેલું છે. આ મંદિર માં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. આ મંદિર વૈષ્ણવ મંદિરોમાંનું એક મુખ્ય મંદિર છે.
હાલમાં કોર્ટે નિર્દેશ મુજબ, આ મંદિરના વહીવટની દેખરેખ માટે એક સમિતિની રચના કરવાની જોગવાઈ કરવા આવી છે. તેના પ્રમુખ જિલ્લા ન્યાયાધીશ રહેશે અને સમિતિના બધા સભ્યો હિન્દુ ધર્મ ના હશે.
આ મંદિર છઠ્ઠી સદીનું હોવાનું માનવામાં આવે છે. જોકે, આ મંદિર ક્યારે બન્યું તે અંગે કોઈ પણ સચોટ માહિતી કોઈ ની પાસે નથી. આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આ મંદિર લગભગ 5000 વર્ષ જૂનું છે. વિદ્વાનો જણાવ્યા અનુસાર આ મંદિર કળિયુગની શરૂઆતમાં બન્યું હતું.
આ મંદિર ની રચના 16 મી સદીની હોવાનું માનવામાં આવે છે. ત્રાવણકોરના રાજાઓએ આ મંદિર બનાવ્યું હતું. 1750 માં મહારાજ માર્ટંડ વર્માએ પદ્મનાભ મંદિરનો પોતાને દાસ જાહેર કર્યો હતો. ત્યારથી આ શાહી પરિવાર આ મંદિરની સેવા કરી રહ્યું છે.
આ સાથે આ રાજવી પરિવારે તેમની બધી સંપત્તિ આ મંદિરમાં દાન કરી દીધી હતી. તમને જણાવી દઈએ કે આ પરિવાર મંદિરની મિલકત અને દૈનિક આવકમાંથી એક પણ પૈસા લેતા નથી.
આ પરિવાર જ્યારે પણ આ મંદિરથી ઘરે જાય છે. ત્યારે પગમાં રેતી પણ સાફ કરે છે. એટલે કે, રેતીનો એક કણો પણ પોતાની સાથે લઈ જતા નથી.
મળતી માહિતી મુજબ, આ મંદિરમાં 7 ભોંયરા છે. સુપ્રીમ કોર્ટના આદેશથી સભ્યોની એક ટીમે લગભગ 9 વર્ષ પહેલા ફક્ત 5 દરવાજા ખોલ્યા હતા. આ મંદિરના દરવાજા કુલ સંપત્તિ વિશે જાણવા માટે ખોલવામાં આવ્યા હતા.
આની અંદર આશરે 2 લાખ કરોડની કિંમતના ડાયમંડ જ્વેલરી જોવા મળી હતી. આ ઉપરાંત સોનાના હાથી, આધારસ્તંભ, શિલ્પ અને 18 ફૂટ લાંબી હીરાની હાર જોવા મળ્યા હતા.
આ મંદિરમાં 7 મું ભોંયરું હજી બંધ છે. આ દરવાજા વિશે કહેવામાં આવે છે કે આ દરવાજાને કોઈ તાળું છે. આ ખજાનોનું રક્ષણ બે સાપ છે. જેનો આકાર દરવાજા પર બાંધવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે તેમની રજા વગર આ દરવાજો ખોલી શકાતો નથી.
ત્રાવણકોર પરિવારના જણવ્યા અનુસાર 1931 માં દરવાજો ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે હજારો સર્પોએ ભોંયરું ઘેરી લીધું હતું. તેના લીધે લોકોએ પોતાનો જીવ બચાવી ત્યાંથી ભગવા લાગ્યા હતા. આવો જ એક પ્રયાસ 1908 માં પણ કરવામાં આવ્યો હતો.
તેણ કારણે આ દરવાજો હજી પણ રહસ્ય છે. આ બધી માન્યતાઓની કારણે સુપ્રિમ કોર્ટે 7 મો દરવાજો ખોલવા પર પ્રતિબંધ મૂક્યો.
0 Response to "આ છે ભગવાન વિષ્ણુ નું સૌથી ધનિક મંદિર, તેના ભોંયરામાં છે અતુલ્ય ખજાનો, સાપ રક્ષા કરે"
ટિપ્પણી પોસ્ટ કરો