હવે ATM કાર્ડ વગર પણ કાઢી શકશો પૈસા, આ બેન્કે કરી શરૂઆત, જાણો આ સુવિધા વિશે…
પહેલાના જમાનામાં ઓન બેંકો હતી અને આજના સમયમાં પણ બેંકો છે. પરંતુ એ સમયની બેંકોમાંથી પૈસા કાઢવા એટલે એટલી બધી પિંજણ વાળી પ્રોસેસ કરવી પડતી કે જો કોઈ આજની નવી પેઢી એ પ્રોસેસથી પૈસા લેવા જાય તો તેના માટે જાણે આભ લેવા જેવું કામ ગણાય.
આજકાલની આધુનિક બેંકોમાં ચપટી વગાડતા જ પૈસાની લેવડ દેવડના ઘણા ખરા કામો થઈ જાય છે. એટલું જ નહીં અમુક લેવડ દેવડ કરવામાં તો બેંકમાં ધક્કો ખાવો પણ જરૂરી નથી રહેતો.

ત્યારે હવે નજીકના ભવિષ્યમાં જ તમે તમારા ડેબિટ કાર્ડ વિના પણ એટીએમ (ATM) માંથી રોકડ નાણાં કાઢી શકશો. અસલમાં એટીએમ બનાવનારી કંપની એનસીઆર કોર્પોરેશનએ યુપીઆઈ પ્લેટફોર્મ પર આધારિત પ્રથમ ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોલ એટલે કે ICCW સોલ્યુશન લોન્ચ કર્યું છે. તેના દ્વારા યુપીઆઈ એપ થકી ક્યુઆર કોડ સ્કેન કરીને એટીએમ માંથી પૈસા કાઢી શકાશે.
સીટી યુનિયન બેંકે એનસીઆર કોર્પોરેશન સાથે હાથ મિલાવ્યા

આ ખાસ સુવિધા ધરાવતા એટીએમ ઇન્સ્ટોલ કરવા માટે સીટી યુનિયન બેંક અને એનસીઆર કોર્પોરેશનએ હાથ મિલાવ્યા છે. સીટી યુનિયન બેંકે અત્યાર સુધીમાં 1500 થી વધુ એટીએમને આ સુવિધા સાથે અપગ્રેડ કરી દીધા છે.
આ રીતે એટીએમ માંથી કાઢી શકાય છે પૈસા
- સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં કોઈ યુપીઆઈ એપ જેવી કે BHIM, Paytm, GPay, Phonepe, Amazon ને ડાઉનલોડ કરી ઓપન કરો.
- ત્યારબાદ એટીએમ સ્ક્રીન પર આપવામાં આવેલ ક્યુઆર કોડને સ્કેન કરો.
- હવે અમાઉન્ટ ફોન પર નાખો. (હાલ આ સુવિધાનો ઉપયોગ કરી ગ્રાહક એક વખતમાં વધુમાં વધુ 5000 રૂપિયા વિડ્રોલ કરી શકે છે)
- ત્યારબાદ Proceed ના બટન પર ક્લિક કરી કન્ફર્મ કરો.
- હવે તમારો 4 કે 6 અંકનો યુપીઆઈ ઓઈન નંબર એન્ટર કરો.
- આ રીતે તમને ATM માંથી ડેબિટ કાર્ડ વિના જ રોકડ રકમ મળી જશે.

યુપીઆઈ એટલે શું ?
જે લોકો યુપીઆઈ વિશે માહિતગાર છે અને તેનો ઉપયોગ કરે છે તેમના માટે ઉપરોક્ત વાત જણાવી તે સમજતા વાર નહિ લાગે પરંતુ જે લોકો હજુ સુધી યુપીઆઈથી અજાણ છે તેમના માટે જણાવી દઈએ કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ એક રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે જે મોબાઈલ એપ દ્વારા બેંક અકાઉન્ટમાં તરત પૈસા ટ્રાન્સફર કરી શકે છે.

યુપીઆઈના માધ્યમથી તમે એક બેંક અકાઉન્ટને અનેક યુપીઆઈ એપ સાથે લિંક એટલે કે કનેક્ટ કરી શકો છો. વળી, અનેક બેંક અકાઉન્ટને પણ એક યુપીઆઈ એપ સાથે લિંક કે કનેક્ટ કરી શકો છો. ભીમ, ગુગલ પે, અમેઝન પે, ફોન પે વગેરે યુપીઆઈ એપ જ છે જેમાં તમે તમારું બેંક અકાઉન્ટ લિંક કરી ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્સફર કરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "હવે ATM કાર્ડ વગર પણ કાઢી શકશો પૈસા, આ બેન્કે કરી શરૂઆત, જાણો આ સુવિધા વિશે…"
ટિપ્પણી પોસ્ટ કરો