વાહન ચાલકો માટે સૌથી સારા સમાચાર: ટ્રાફિક નિયમો તોડ્યા બાદ પણ હવે તમારું લાયસન્સ પોલીસ જપ્ત નહીં કરે શકે
માર્ગ પરિવહન મંત્રાલય ટ્રાફિક નિયમોમાં સુધારો કરવા જઇ રહ્યું છે. આ નવા નિયમો મુજબ ડ્રાઇવરને ફક્ત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ કરવામાં આવશે પણ તેમનું લાઇસન્સ રદ કરવામાં આવશે નહીં. હાલમાં જ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય ટ્રાફિક નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ બદલાવથી વાહન ચાલકોને રાહત મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ નવા થયેલાં સુધારા વિશે વાત કરીએ તો જો ટ્રાફિકના નિયમો ભંગ કરવામાં આવે તો ડ્રાઇવરોનું લાઇસન્સ રદ થશે નહીં પરંતુ તેનો મતલબ હવે ટ્રાફિક પોલીસ ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત કરી શકશે નહીં.

આ સુધારા મુજબ નિયમોને તોડવા પર માત્ર દંડ ફટકારવામાં આવશે. ત્યારે અહીં આ નિયમો વિશે પહેલા જાણી લઈએ. હમણાં સુધારેલા મોટર વાહન અધિનિયમ અમલમાં આવ્યા પછી ટ્રાફિકના કેટલાક નિયમો તોડવા બદલ દંડ ઉપરાંત ત્રણ મહિના માટે ડ્રાઇવિંગ લાઇસન્સને ઇનબાઉન્ડ કરવાનો નિયમ છે. આનો સીધો અર્થ એ કહી શકાય કે જો તમે ટ્રાફિકના નિયમોને તોડ્યા છે તો ટ્રાફિક પોલીસ તમારું લાઇસન્સ જપ્ત કરીને સંબંધિત ટ્રાફિક ઓફિસમાં સબમિટ કરશે.

મળતી માહિતી મુજબ જો આ રીતે તમારું લાઇસન્સ જપ્ત કરવામાં આવે છે તો ત્રણ મહિના પછી તમને તમારું લાઇસન્સ પાછું આપવામાં આવે તેવો નિયમ છે. આ કારણે વાહન ચાલકોને સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડતો હતો. ત્રણ મહિનાથી લાઇસન્સ કબજે કરવાને કારણે સૌથી વધુ મુશ્કેલી તેવા ડ્રાઇવરોને પડી હતી કે જેઓ બીજા રાજ્યમાં જવા માટે ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે.

આ કિસ્સામાં પોલીસ તે જ રાજ્ય અથવા તે જ શહેરમાં ફાઇન સાથે ડ્રાઇવરનું લાઇસન્સ એકત્રિત કરે છે. જે બાદ ડ્રાઇવરને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વળી, ત્રણ મહિના પછી એજ શહેરમાં લાઇસન્સ મેળવવા માટે કોઈને આવવું પડતું હતું. આવી સ્થિતિમાં આ ડ્રાઇવરોને ચોક્કસ રાહત મળશે તેવું લાગી રહ્યું છે. આ નવા નિયમોથી વાહન ચાલકોને રાહત તો મળશે પરતું આ સાથે સાથે માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા વાહન ચાલકોને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેમણે ટ્રાફિકનાં બીજા બધાં નિયમોનું જવાબદારીથી પાલન કરવું ફરજીયાત છે.
આ સાથે કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ સહિત કેટલાય વ્હીકલ ડૉક્યૂમેન્ટ્સની વેલિડિટી 30 જૂન સુધી લંબાવી દીધી છે. જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ, કારનું ફિટનેસ સર્ટિફિકેટ, ગાડીની આરસી બુક કે પછી પરમિટ એક્સપાયર થઇ રહ્યાં છે તો તમારે પરેશાન થવાની જરૂર નથી. આ તમામ ડૉક્યૂમેન્ટ્સ 30 જૂન 2021 સુધી વેલિડ રહેશે. માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી આને લઇને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. આ માટે માર્ગ અને પરિવહન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ આદેશનુ પાલન કરવા માટે કહેવામાં આવ્યુ છે. સરકારનુ કહેવુ છે કે આ દસ્તાવેજોને 30 જૂન સુધી વેલિડ માનવામાં આવે, જેનાથી વાહન ચાલકો, ટ્રાન્સપોર્ટર્સને કોઈ સમસ્યાઓનો સામનો ન કરવો પડે.
0 Response to "વાહન ચાલકો માટે સૌથી સારા સમાચાર: ટ્રાફિક નિયમો તોડ્યા બાદ પણ હવે તમારું લાયસન્સ પોલીસ જપ્ત નહીં કરે શકે"
ટિપ્પણી પોસ્ટ કરો