આ શખ્સ અડધો માણસ અને અડધો રોબર્ટ છે, પોતાનાં બીમાર શરીરને બદલીને બની ગયો વિશ્વનો પ્રથમ રોબોર્ટમેન

આજે વિશ્વ ટેક્નોલનોજીની બાબતમાં ઘણું આગળ વધી ગયું છે. અવનવી શોધ કરી માનવી પોતાની સુવિધાઓમાં વધારો કરી રહ્યો છે. ઘણી બધા પ્રયત્નો પછી પણ આજ સુધીમાં વૈજ્ઞાનિકો ટેક્નોલોજીની મદદથી માણસ બનાવી શકવામાં સફળ થયાં નથી. તકનીકની મદદથી સંપૂર્ણ રીતે માનવ બનાવવાનો તો શક્ય નથી પરંતુ અડધો માણસ અને અડધો રોબોટ બનાવી શકે છે અને આવું વૈજ્ઞાનિકોએ સાબિત કરી બતાવ્યું છે.

image source

જાણવા મળી રહ્યું છે કે બ્રિટિનનાં એક વૈજ્ઞાનિકે ખુદને ‘રોબોટ’માં પરિવર્તિત કર્યાં છે અને તેને વિશ્વનો પહેલો રોબોમેન કહેવામાં આવી રહ્યો છે. આ વૈજ્ઞાનિકની ઓળખ ડોક્ટર પીટર સ્કોટ મોર્ગન તરીકે થઈ રહી છે. તે 62 વર્ષનો છે. પોતાને જીવંત રાખવા માટે તેણે આવું કરીને વિશ્વની સામે એક અનોખો દાખલો આપ્યો છે. આ વૈજ્ઞાનિક વિશે મળતી માહિતી મુજબ પીટર સ્કોટ મોર્ગનને મોટર ન્યુરોન નામનો જીવલેણ રોગથી પીડાઈ રહ્યો હતો. આ બીમારીનાં કારણે તેનાં સ્નાયુઓનો નાશ થઈ રહ્યો હતો. આ સાથે તેના શરીરના ઘણા ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ તેણે વિજ્ઞાનનો સહારો લીધો અને રોબોટિક્સનો ઉપયોગ કરીને તેના જીવનને નવું સ્વરૂપ આપ્યું છે.

image source

જાણવા મળી રહ્યું છે કે હવે ડો.પીટર મશીનોની મદદથી બધા કાર્યો સરળતાથી કરે શકે છે અને તે હવે સંપૂર્ણ સ્વસ્થ છે. એક રિપોર્ટ અનુસાર ડો.મોર્ગનને વર્ષ 2017માં આ ભયાનક બીમારી થઈ કે જેમાં સ્નાયુઓ નાશ પામતાં જાય છે તે જાણવા મળ્યું. આ રોગનું નામ ‘મોટર ન્યુરોન’ જાણવા મળી રહ્યું છે. આ પછી તેમણે આ માટે નિદાન પણ કરાવ્યું હતું. 2019માં તેણે પોતાને અર્ધ માનવ અને અર્ધ રોબોટમાં પરિવર્તિત કરવાનું શરૂ કર્યું. આવું કર્યાં પછી આજે તે માત્ર જીવંત છે એટલું જ નહીં પરંતુ વિશ્વ માટે એક ઉદાહરણ સાબિત થયા છે.

image source

તેમનાં સાથે થયેલી વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે “હું હંમેશાં માનું છું કે જીવનમાં માહિતીઓ અને તકનીકીની મદદથી ઘણી બધી ખરાબ વસ્તુઓને બદલી શકાય છે.” અડધા માનવ અને અડધા રોબોટ બનેલા ડો.મોર્ગને ઘણી વસ્તુઓની શોધ કરી છે જે અવિશ્વસનીય છે. તેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બોડી લેંગ્વેજને વાતચીત કરવા માટે ટેક્નોલોજી વિકસાવી છે. તેઓએ આઇ-ટ્રેકિંગ તકનીક પણ શોધી કાઢી છે જેની મદદથી ઘણાં કમ્પ્યુટર્સને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.

image source

મળતી માહિતી મુજબ હાલમાં મોર્ગન વેન્ટિલેટર દ્વારા શ્વાસ લે છે. તેણે કહ્યું હતું કે તેને સાયન્સ ફિકશન કોમિક પાત્ર સાયબોર્ગથી અર્ધ-માનવ અને અર્ધ મશીન પ્રેરણા મળી છે. સાયબોર્ગ એટલે અડધો માનવ અને અડધો રોબોટ હોય તેવું સમજી શકાય છે. આ સાથે તેમણે પોતાના અંગત જીવનની વાત કરતાં કહ્યું છે કે તે પોતાના 65 વર્ષીય પાર્ટનર ફ્રાન્સિસ સાથે રહે છે અને ખૂબ ખુશ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "આ શખ્સ અડધો માણસ અને અડધો રોબર્ટ છે, પોતાનાં બીમાર શરીરને બદલીને બની ગયો વિશ્વનો પ્રથમ રોબોર્ટમેન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel