સરકારી વિભાગોમાં અનેક જગ્યાઓ પર પડી છે ભરતી, જાણી લો છેલ્લી તારીખ અને મોડું કર્યા વગર જલદી કરો એપ્લાય

સરકારી નોકરી કરી અને કારર્કિદી ઉજ્જવળ કરવા ઈચ્છતા યુવાનો માટે વિવિધ સરકારી વિભાગોમાં ભરતી બહાર પડી છે. સરકારી વિભાગોમાં નીકળેલી વેકન્સીની જાણકારી લેવા માટે તમારે અન્ય કોઈ જગ્યાએ ભટકવું નહીં પડે. તમને બધી જ જાણકારી ઘર બેઠા મળી જશે. અહીં તમને કયા કયા પદ પર ભરતી છે અને અરજી ક્યાં અને કેવી રીતે કરવી તેની પ્રક્રિયા સુધી બધુ જ જણાવવામાં આવ્યું છે.

image source

કોરોનાના આ કપરા સમયમાં અનેક લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે અને ઘણાની તો નોકરી પણ છીનવાઈ ગઈ છે. તેવામાં સરકારી નોકરીની જો તક મળતી હોય તો યોગ્ય ઉમેદવારે તેને ઝડપી જ લેવી જોઈએ. તો ચાલો જાણી લો વિગતો કે કયા કયા સરકારી વિભાગોમાં ભરતી બહાર પડી છે.

image source

સીએસબીસી એટલે કે સેંટ્રલ સિલેકશન બોર્ડ ઓફ કોન્સ્ટેબલે ફોરેસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટરના પદ માટે ભરતી બહાર પાડી છે. આ પદ માટે યોગ્ય ઉમેદવારે લેખિત પરીક્ષાનું રીઝલ્ટ જાહેર કર્યું છે. જે ઉમેદવારો સીએસબીસી ફોરેસ્ટ ગાર્ડ, ફોરેસ્ટરની પરીક્ષામાં હાજર રહ્યા હતા તે પોતાનું પરીણામ સત્તાવાપ વેબસાઈટ પરથી જોઈ શકાય છે. આ માટે તમે csbc.bih.nic.in પર જઈ અને પરીણામ જોઈ શકો છો. જણાવી દઈએ કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા 16 ડિસેમ્બર 2020 અને ફોરેસ્ટર પરીક્ષા 20 ડિસેમ્બર 2020ના રોજ આયોજિત થઈ હતી.

image source

ભારતીય સ્ટેટ બેંકે પણ આધિકારિક વેબસાઈટ પર ક્લેરિકલ કૈડરના ફાર્માસિસ્ટ પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. જણાવી દઈએ કે ડી ફાર્મા અથવા બી ફાર્મા પાસ કરેલા ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકે છે. આ માટે કુલ 67 પદ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવાર એસબીઆઈ ફાર્માસિસ્ટ પદ માટે 3 મે 2021 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

આ પદ માટે ઓનલાઈન અરજી ઉમેદવાર www.sbi.co.in/careers અથવા https://ift.tt/2sBlOZR પર અરજી કરી શકો છો. આ પદ માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 30 વર્ષની હોવી જોઈએ. આ પદ માટે ઉમેદવારે લેખિત પરીક્ષા પાસ કરવાની રહેશે. તે પાસ કર્યા બાદ તેનો ઈન્ટરવ્યુ થશે અને ત્યારબાદ યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

image source

આ પદ માટે આગામી 3 મે 2021 સુધી અરજી કરી શકાશે. તો જો તમે પણ આ પદ માટે અરજી કરવાની યોગ્ય લાયકાત ધરાવો છો તો પછી રાહ શા માટે જોઈ રહ્યા છો. તુરંત જ ભરી દો ફોર્મ અને શરુ કરી દો તૈયારી

0 Response to "સરકારી વિભાગોમાં અનેક જગ્યાઓ પર પડી છે ભરતી, જાણી લો છેલ્લી તારીખ અને મોડું કર્યા વગર જલદી કરો એપ્લાય"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel