વાહ ભાઈ વાહ, કોરોનાની રસી લઈને ફોટો અપલોડ કરવાથી તમને મળશે 5 હજાર રૂપિયા, લાભ લેવો હોય તો જાણી લો પ્રોસેસ
એક તરફ કોરોનાએ પણ હાહાકાર મચાવ્યો છે તો બીજી તરફ રસીકરણ પણ જોરોશોરોથી ચાલી રહ્યું છે. ભારત સરકાર પણ લોકોને અપીલ કરી રહી છે કે કોરોનાની રસી લો અને ભારત સરકારના આ પ્લાનમાં સહભાગી થાઓ. ત્યારે હાલમાં રસીકરણને લઈ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે હવે સરકાર 5000 રૂપિયા આપવાની છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો કોવિડ- 19થી બચાવ માટે ભારતમાં 1 માર્ચ, 2021થી રસીકરણ ડ્રાઇવ શરૂ થયા પછી વેક્સિન લીધા પછી લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરી જ રહ્યાં છે, પરંતુ હવે ભારત સરકાર 5 હજાર રૂપિયાનું ઇનામ આપી રહી છે. એમાં પણ એક બે ને આ વાતનો લાભ મળશે એવું નથી પણ દર મહિને 10 લોકોને 5000 રૂપિયાનું ઈનામ મળશે.

જો વિગતે વાત કરીએ તો My Gov દ્વારા રસીકરણને પ્રોત્સાહન આપવા માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, જો કોઈ વ્યક્તિ તેના અથવા તેના પરિવારના સભ્યોની રસી લગાવીને ફોટો શેર કરે છે, તો તે 5000 રૂપિયા જીતી શકે છે. જો તમે પણ આ ઓફરનો લાભ લેવા માગતાં હોય તો ભારત સરકારે શરૂ કરેલી રસીકરણની ફોટો શેર કરીને પાંચ હજાર રૂપિયા જીતવા માંગતા હો, તો તમારે My Govની સાઇટ પર જવું પડશે અથવા તેને https://ift.tt/3szwhzo પર જવુ પડશે.

તમારે શું પ્રોસેસ કરવાની છે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તમારે રજિસ્ટર કરાવવાનું રહેશે અને પછી રસી લગાવતો ફોટો અપલોડ કરવાનો રહેશે. My Govની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર રસીકરણને લઈને લોકોને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશમાં દર મહિને 10 લોકો પાંચ-પાંચ હજાર રૂપિયા જીતી શકે છે. આ ઝુંબેશ દરમિયાન વ્યક્તિ રસીકરણ અંગે નો માત્ર એક જ ફોટો શેર કરી શકે છે.

તે જ સમયે તેઓ તેમના સંબંધીઓને પણ પ્રેરણા આપી શકે છે. મળતી માહિતી પ્રમાણે તેમાં રસીકરણનો ફોટો ક્લિક કરીને અપલોડ કરવાથી તમને પાંચ હજાર રૂપિયા નહી મળે પરંતુ ફોટા સાથે એક સારી ટેગલાઇનની પણ જરૂર પડશે. ટેગલાઇન, જેમાં તમે રસીકરણના મહત્વ વિશે કંઇક લખો, જેથી અન્ય લોકોને પણ પ્રેરણા મળે. જો તમે ફોટા સાથે સારી ટેગલાઈન લખો છો તો તમને પાંચ હજાર રૂપિયા જીતવાની સંભાવના વધુ હશે. જેથી તમારે એ વાત પણ ધ્યાનમાં રાખવી પડશે.

ઉલ્લેખનીય છે કે આગામી 1લી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોનું વેક્સિનેશન શરૂ થશે, તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંખ્યાબંધ બેઠકો યોજ્યા બાદ કેન્દ્ર સરકારે આ જાહેરાત કરી હતી. કોવિડ-19 વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં તમામ પુખ્ત નાગરિકોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. આ સાથે સરકારે એવો પણ નિર્ણય લીધો છે કે વેક્સિન બનાવતી કંપનીઓ પોતાના 50 ટકા સપ્લાય કેન્દ્રને આપશે. બાકીનો 50 ટકા સપ્લાય તે રાજ્ય સરકારોને આપી શકશે અથવા તો ખુલ્લા બજારમાં વેચાણ કરી શકશે. વેક્સિનેશન માટે કોવિન મારફતે રજિસ્ટ્રેશન અગાઉથી કરવું જરૂરી રહેશે.
0 Response to "વાહ ભાઈ વાહ, કોરોનાની રસી લઈને ફોટો અપલોડ કરવાથી તમને મળશે 5 હજાર રૂપિયા, લાભ લેવો હોય તો જાણી લો પ્રોસેસ"
ટિપ્પણી પોસ્ટ કરો