આ અભિનેત્રીઓ બની ચુકી છે ઘરના લોકોના અત્યાચારોનો ભોગ, જાણો તમે પણ…
મિત્રો, ઘણીવાર જ્યારે આપણે આપણા મનપસંદ કલાકારોનુ ભવ્ય જીવન જોઈએ છીએ ત્યારે આપણને એવુ લાગતુ હોય છે કે, આમના જીવનમા તો ક્યારેય કોઈ સમસ્યા આવતી જ નહિ હોય પરંતુ, આ સમયે આપણે એ ભૂલી જઈએ છીએ કે, આ કલાકાર આખરે છે તો સામાન્ય માણસ જ.

જેમ સામાન્ય માનવીએ ઘરમા અમુક પ્રકારની સમસ્યાઓમાંથી પસાર થવુ પડે છે તેવી જ રીતે આ કલાકારોના જીવનમા પણ એક એવો તબક્કો તો આવે જ છે કે, જ્યારે તેમણે પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે આ લેખમા અમે તમને અમુક એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યો છુ કે, જે બની છે ઘરેલુ હિંસાનો શિકાર, તો ચાલો જાણીએ.
શ્વેતા તિવારી :

આ અભિનેત્રીએ બે વખત લગ્ન કર્યા છે પરંતુ, તેના બંને લગ્ન નિષ્ફળ ગયા છે. તેના બંને લગ્નમા તે ઘરેલુ હિંસાનો શિકાર બની હતી અને આ કારણોસર જ તેના બંને લગ્ન લાંબો સમય સુધી ટકી શક્યા નહિ.
રતિ અગ્નિહોત્રી :

આ અભિનેત્રી પણ ઘરેલુ હિંસાનો શિકાર બની ચુકી છે. એકવાર તેના પતિ સાથે કોઈ બાબત પર વાદ-વિવાદ થતા તેના પતિએ તેણીને ઢોર માર માર્યો. તેણીએ તેના પતિ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરાવ્યો અને ત્યારબાદ છૂટાછેડા પણ લઇ લીધા.
વાહબિજ દોરાબજી :

આ અભિનેત્રીએ પણ પોતાના પતિ પર ઘરેલું હિંસા બાબતે કેસ દાખલ કરાવ્યો હતો અને વર્ષ ૨૦૧૩મા તેના પતિ સાથે છૂટાછેડા લઈને આજે તે એક સારુ જીવન જીવી રહી છે.
મંદાના કરીમી :

આ અભિનેત્રી પણ ઘરેલુ હિંસાનો શિકાર બની ચુકી છે. તેનો પતિ તેના મિત્રો સાથે મળવા પર અને બહાર જાવા પર પ્રતિબંધ મુકતો અને તેના પતિના માતા-પિતા પણ તેની સાથે ખુબ જ ખરાબ વર્તન કરતા એટલે તેણીએ આ સંબંધનો અંત લાવવો જ યોગ્ય સમજ્યુ.
દલજીત કૌર :

આ અભિનેત્રીએ પણ પોતાના પતિ વિરુદ્ધ મારપીટનો કેસ નોંધાવ્યો હતો. લગ્નના છ વરસ પછી તેમના સાસરીયા દહેજની માંગણી કરતા હતા અને તેનો પતિ પણ તેને અવારનવાર ખુબ જ મારતો અને તેના કારણે જ તે આજે તેના પુત્ર સાથે તેના પતિથી છૂટાછેડા લઈને અલગ રહે છે.
રશ્મિ દેસાઇ :

આ અભિનેત્રીએ પોતાના કો-સ્ટાર નંદીશ સંધૂ સાથે લગ્ન કર્યા હતા પરંતુ, લગ્નના થોડા વરસોમા જ તેમના લગ્નજીવનમા ભંગાણ પડયુ હતુ અને આ કારણોસર જ બંનેએ એકબીજાથી અલગ થઈને પોતપોતાના જીવનમા ફરી પાછો જવાનો નિર્ણય લીધો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "આ અભિનેત્રીઓ બની ચુકી છે ઘરના લોકોના અત્યાચારોનો ભોગ, જાણો તમે પણ…"
ટિપ્પણી પોસ્ટ કરો