આ 12 કમનશીબ ખેલાડી જેના ક્રિકેટના મેદાનમાં જ થયા મોત, એક ભારતીય પણ સામેલ
ભારતમાં ક્રિકેટ રસીકોની કોઈ કમી નથી. ક્રિકેટ પાછળ કરોડો લોકો દિવાના છે. આ રમતમાં ઘણી વાર મેદાનમાં ઘણા ખેલાડીઓને નાની મોટી ઈજા થતી રહી છે. જેને કારણે તેને લાંબા સમય માટે ક્રિકેટથી દૂર રહેવુ પડે છે. પરંતુ શું તમે જાણો છો કે આ જેન્ટલમેન રમતમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને એ પણ મેદાનની અંદર, તો આ જે અમે તમને કેટલાક એવા ખેલાડીઓ વિશે જણાવીશું જેમનું મેદાનમાં જ મોત થયું હોય.

1. ફિલિપ હ્યુજીસ (ઓસ્ટ્રેલિયા): શેફિલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટ હેઠળની મેચમાં હ્યૂઝને બેટિંગ કરતી વખતે માથામાં ઈજા થઈ હતી. ત્યારે બાદ તેને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તેમનું અવસાન થયું હતું. હ્યુજ 25 વર્ષનો હતી. સીન એબોટનો બાઉન્સર બોલ હ્યુજીસના હેલ્મેટના તળિયે લાગ્યો અને તેના માથાના પાછળના ભાગમાં અથડાયો, જેના કારણે હ્યુજીસ ત્યાં જ પીચ પર પડી ગયો. આ પછી હ્યુજને હોશ ન આવી શક્યો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસનું 2014માં અવસાન થયું હતું.
2. ડેરિયન રેન્ડલ (દક્ષિણ આફ્રિકા): રેન્ડલ 32 વર્ષનો હતો ત્યારે તેનું અવસાન થયું. ઘરેલું ટુર્નામેન્ટ દરમિયાન બેટિંગ દરમિયાન બોલથી વાગતા 2013 માં તેનું મૃત્યુ થયું હતું. પુલ શોટ રમવાના પ્રયાસમાં બોલ રેન્ડલના માથામાં લાગ્યો અને તે ત્યાં પડી ગયો. રેન્ડલને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ટૂંક સમયમાં તેનું મોત નીપજ્યું.

3. ઝુલ્ફિકર ભટ્ટી (પાકિસ્તાન): ઘરેલું મેચ દરમિયાન આ પાકિસ્તાની બેટ્સમેનને બોલ છાતી પર વાગતા જ તે પિચ પર પડી ગયો હતો. ભટ્ટીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. ભટ્ટી માત્ર 22 વર્ષનો હતો.
4. રિચાર્ડ બ્યુમોન્ટ (ઇંગ્લેંડ): 33 વર્ષીય બ્યુમોન્ટ, 2012માં રમતના મેદાન પર હાર્ટ એટેક આવ્યો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

5. એલ્ક્વિન જેનકિન્સ (ઇંગ્લેંડ): ઈંગ્લેન્ડના અમ્પાયર જેનકિન્સ, 2009 માં લીગ મેચમાં અમ્પાયર હતા. ફીલ્ડરે ફેંકેલો બોલ આકસ્મિક રીતે 72 વર્ષીય જેનકિન્સના માથા પર વાગ્યો અને જેનકિન્સના માથામાં આ ઈજાને કારણે મોત નીપજ્યું.
6. વસીમ રઝા (પાકિસ્તાન): રઝાનું નિધન 2006માં સરે તરફથી રમતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતુ. તે 54 વર્ષનો હતો.

7. રમણ લાંબા (ભારત): આ ભારતીય ક્રિકેટરનું નિધન 1998 માં ક્લબ મેચ દરમિયાન ઢાકામાં ફિલ્ડિંગ કરતી વખતે થયું હતું. લાંબાને માથામાં ઈજા થઈ હતી. 38 વર્ષનો લાંબા માથામાં ઈજા બાદ ત્રણ દિવસ સુધી બેભાન રહ્યો અને કદી હોંશમાં ન આવ્યો.
8. ઇયાન ફોલી (ઇંગ્લેંડ): 1993 માં ઘરેલુ ટુર્નામેન્ટ હેઠળ વર્કિંગટોન સામે ડર્બશાયર તરફથી રમતા ફોલીને તેની આંક નીચે બોલ વાગ્યો. જો કે, 30 વર્ષીય ફોલીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

9. વિલ્ફ સ્લેક (ઇંગ્લેંડ): 34 વર્ષીય સ્લેક 1989માં ગેમ્બિયાની એક ઘરેલુ મેચ દરમિયાન મેદાન પર પડી ગયો અને તેનું મૃત્યુ થયું. મેચની શરૂઆતમાં, સ્લેક ચાર વખત બેહોશ થયો હતો અને ઘણી વખત તપાસ કરવામાં આવી હોવા છતાં, ડોકટરો સ્લેકના મોતનું કારણ જાણી શક્યા ન હતા.
10. અબ્દુલ અઝીઝ (પાકિસ્તાન): 1959 માં કરાચીમાં ઘરેલુ મેચ દરમિયાન બેટિંગ કરી રહેલા 18 વર્ષના અઝીઝની છાતીમાં બોલ વાગ્યો બાદ તેને હોસ્પિટલમાં લઈ જતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

11. એન્ડી ડુકાટ (ઇંગ્લેંડ): લોર્ડ્સમાં 56 વર્ષીય ડુકાટનું 1942માં એક મેચ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું.
12. જ્યોર્જ સમર્સ (ઇંગ્લેંડ): એમસીસી વિરુદ્ધ લોર્ડ્સમાં 1870માં એક મેચ દરમિયાન નોટિંગહામશાયર તરફથી બેટિંગ કરતી વખતે 25 વર્ષીય સમર્સને માથામાં બોલ વાગ્યો. જોકે સમર્સે કોઈ સારવાર ન લીધી અને તે ઘરે પરત ફર્યો, જેના પછી ચાર દિવસ પછી તેનું મૃત્યુ થયું.
0 Response to "આ 12 કમનશીબ ખેલાડી જેના ક્રિકેટના મેદાનમાં જ થયા મોત, એક ભારતીય પણ સામેલ"
ટિપ્પણી પોસ્ટ કરો