ટીવી જગત ની આ 5 અભિનેત્રીઓ હજુ પણ કુંવારી છે, નંબર : ૪ તો બધાની ફેવરિટ છે

Spread the love

બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસો ઘણી છે. પરંતુ આ સેલેબ્સ ખૂબ જ આનંદ સાથે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.

જોકે કેટલાક સેલેબ્સ છે જેમણે એક સમયે લગ્ન કર્યાં હતાં, પરંતુ કેટલાક કારણોસર આ લગ્ન ટકી શક્યા ન હતા અને આજે તેઓ સિંગલ છે ચાલો આજે અમે તમને તે ટેલિવિઝન એક્ટ્રેસો ઓ વિશે જણાવીએ કે જેમણે 40-45નો પડાવ પાર કરી દીધી છે. આમ છતાં પણ સિંગલ અને ખુશ છે.

1.સાક્ષી તંવર


ટીવીના લોકપ્રિય ચહેરા એટલે કે સાક્ષી તંવર. ‘બડે અચ્છે લગતે હૈ’ અને ‘કહાની ઘર ઘર કી’ ઉપરાંત ઘણા ટીવી શો કરી ચુકેલી સાક્ષીએ રીલ લાઇફમાં રોમેન્ટિક અને પરિણીત મહિલાઓ ભજવી છે.પરંતુ વાસ્તવિક જીવનમાં તે હજી પણ સાચા જીવનસાથીની શોધમાં છે. કદાચ આ શોધ હજી પુરી નથી થઈ. તેથી જ સાક્ષી તન્વર 47 વર્ષની ઉંમરે સીંગલ છે. પરંતુ તે ખૂબ પ્રેમાળ માતા છે. 2018માં સાક્ષીએ 9 મહિનાની બાળકીને દત્તક લીધી હતી. જેનું નામ તેણે દિત્યા રાખ્યું છે.

2.જ્યા ભટ્ટાચાર્ય

‘સાસ સાસ ભી કભી બહુ થી’, ‘ઝાંસી કી રાની’, ‘બનુ મેં તેરી દુલ્હન’, ‘કસમ સે’ અને ‘સિલસિલા બદલતે રિશ્તા કા’ જેવા ઘણા ટીવી શોમાં દેખાઈ ચૂકેલી જયા ભટ્ટાચાર્ય 42 વર્ષની છે. હજુ પણ સિંગલ છે.એક મુલાકાતમાં જયાએ કહ્યું કે તે તેના સિંગલ સ્ટેટ્સથી ખૂબ ખુશ છે. પરંતુ જો કોઈ તેમને સમજણ, પ્રેમાળ લાગે તો તે ચોક્કસપણે લગ્ન કરશે. પરંતુ કદાચ તેમની શોધ ચાલુ છે.

3.મેઘના મલિક


આ લિસ્ટમાં ‘ના આના ઇસ દેસ લાડો’માં દાદીની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ મેઘના મલિક આવી શકે છે. એવું કહેવામાં આવે છે કે મેઘના મલિકે 2000માં લગ્ન કર્યા હતા. પરંતુ કેટલાક કારણોસર તેણીના પતિથી છૂટાછેડા થઈ ગયા હતા. તે હાલમાં એકલી જ જીવન જીવી રહી છે.

4.શિલ્પા શિંદે


‘ભાભીજી ઘરે પર હૈ’ ‘અંગૂરી ભાભી’ એટલે કે શિલ્પા શિંદે પણ હાલ તો સિંગલ છે. આ પહેલા તેણે એક્ટર રોમિત રાજ સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત ટીવી શો ‘માયકા’ દરમિયાન થઈ હતી.આ સમય દરમિયાન, તેઓએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું.શિલ્પા અને રોમિતે પણ સગાઈ કરી હતી. લગ્ન વર્ષ 2009 માં થયા હતા. પરંતુ અચાનક જ તેમનો સંબંધ તૂટી ગયો. શિલ્પા શિંદે ત્યારથી સિંગલ જ રહી હતી.

5.નેહા મહેતા


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં શ્રીમતી તારકની ભૂમિકા નિભાવી ચૂકેલી નેહા મહેતા પણ અનેક ગુજરાતી ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે. તે પણ હાલમાં સિંગલ છે.

Related Posts

0 Response to "ટીવી જગત ની આ 5 અભિનેત્રીઓ હજુ પણ કુંવારી છે, નંબર : ૪ તો બધાની ફેવરિટ છે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel